રશિયાના વિદેશ મંત્રાલયે અમેરિકી અખબારના આ અહેવાલને ફગાવી દીધો છે. જેમાં અમેરિકા પર યુક્રેનની વર્તમાન સ્થિતિ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો છે. રશિયાએ કહ્યું કે આ પહેલા પેન્ટાગોને પોતે જ તણાવ ઘટાડવાની હાકલ કરી હતી.
અમેરિકા અને રશિયા વચ્ચેનો આ વિવાદ એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરવા જઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને શુક્રવારે કહ્યું કે તેમનું વહીવટીતંત્ર યુક્રેન વિશે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન
આ પહેલા યુક્રેનના રક્ષા મંત્રીએ ચેતવણી આપી હતી કે રશિયા જાન્યુઆરીમાં મોટી સૈન્ય તૈયારીઓ સાથે યુક્રેન પર હુમલાની તૈયારી કરી રહ્યું છે. શુક્રવારે, રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનમાં તુર્કીના ડ્રોન તૈનાત પર તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનની નિંદા કરી.
આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ
યુક્રેન સરહદ પર તણાવ વચ્ચે, રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાર્વોએ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને સુરક્ષા ગેરંટી આપવા માટે બોલાવ્યા અને કહ્યું કે નાટો તેની સરહદો રશિયા સુધી લંબાવશે નહીં. તે જ સમયે, યુક્રેને કહ્યું છે કે તે યુરોપિયન સૈન્યમાં જોડાવાની યોજના છોડશે નહીં.