Wednesday, May 25, 2022

સચોટ ગર્ભનિરોધક પદ્ધતિ કોને કહેવાય? અનિચ્છીત ગર્ભ રોકવા માટેની રીત અંગે અહી જાણો


ભારતમાં પરિવાર નિયોજનને લઈ લોકોમાં જાગૃતિ આવી છે. લોકો હમ દો હમારે દોનું મહત્વ સારી રીતે સમજવા લાગ્યા છે. આ સાથે જ પરિવાર નિયોજન માટે ગર્ભનિરોધકનો ઉપયોગ પણ વધી રહ્યો છે. ગર્ભનિરોધનો ઉપયોગ અનિચ્છીત ગર્ભાવસ્થાને રોકવા માટે થાય છે. ત્યારે ગર્ભનિરોધ માટેની પદ્ધતિની પસંદગી કરતી વખતે તે પદ્ધતિ કેટલી અસરકારક છે તે જાણવું જરૂરી છે.

ગર્ભનિરોધ:

ગૃપ ગટમેચર ઈન્સ્ટીટ્યુટના સેક્સ્યુઅલ અને રિપ્રોડક્ટીવ હેલ્થ રિસર્ચ અનુસાર અલગ અલગ જન્મ નિયંત્રણની પદ્ધતિઓને તેમના યોગ્ય ઉપયોગના આધાર પર માપવામાં આવે છે. જે મહિલાઓ લગ્નના પહેલા વર્ષે જ ગર્ભવતી બની જાય છે તેમના આધાર પર ગર્ભનિરોધકના નિષ્ફળતાનો દર નક્કી કરવામાં આવે છે.

ગર્ભનિરોધકનો યોગ્ય ઉપયોગ

પુરુષ કોન્ડોમનું એક ઉદાહરણ લઈએ. પુરુષ કોન્ડોમને શિશ્ન પર લગાવવામાં આવે છે, પૂર્વ સ્ખલન બાદ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવતો નથી. કોન્ડોમથી શિશ્ન સંપૂર્ણ રીતે ઢંકાવું જરૂરી છે. જ્યારે પણ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ડેમેજ ના હોવું જોઈએ. કોન્ડોમનો ઉપયોગ કર્યા બાદ યોગ્ય રીતે રીમૂવ કરવું જોઈએ જેથી સ્ત્રીના યોનિમાર્ગમાં શુક્રાણુ સ્લીપ ના થઈ જાય. પુરુષ કોન્ડોમ ફેઈલ જવાનો દર 2 ટકા છે.

ગર્ભનિરોધકનો અયોગ્ય ઉપયોગ

સ્ખલન થયા બાદ કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે તો શુક્રાણુ કોન્ડોમની બહાર લીક થઈ શકે છે, ત્યારબાદ સ્ત્રીના યોનિમાર્ગમાં પ્રવેશ કરી શકે છે. કોન્ડોમના આગળના ભાગને દબાવો. (જેથી નિપ્પલ જેવા આકારમાંથી હવા બહાર નીકળી જાય). આ પ્રકારે ના કરવાથી કોન્ડોમ ફાટી શકે છે. એક્સપાયર્ડ કોન્ડોમ અને કોન્ડોમનો ફરીથી ઉપયોગ ના કરવો જોઈએ. જો કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો પુરુષ કોન્ડોમના નિષ્ફળતાનો દર 13 ટકા થઈ શકે છે.

આ પણ વાંચો – લક્ષણો દેખાતા પહેલાં કોરોનાની ઓળખ કરશે સ્માર્ટવોચ, સ્ટડીમાં કરાયો દાવો

ન્યૂયોર્કમાં આવેલ આલ્બર્ટ આઈનસ્ટાઈન કોલેજ ઓફ મેડિસિન ઈન ધ બ્રોન્ક્સના MD અને એસોસિએટ પ્રોફેસર ડૉ.બેનફિલ્ડે કેટલીક માહિતી આપી છે. અત્યારે અનેક એવા ડિવાઈસ છે જે ગર્ભાશયમાં મુકવામાં આવે છે, જેથી તમે ગર્ભધારણ કરી શકતા નથી. જ્યારે તમે ગર્ભધારણ કરવા ઈચ્છો ત્યારે તેને દૂર કરવાનો રહે છે પરંતુ થોડા સમય બાદ તે બદલવો જરૂરી છે. ગર્ભનિરોધક ગોળીથી પણ ગર્ભને રોકી શકાય છે.

ઓછા ખર્ચે ગર્ભનિરોધ

ડૉ.બેનફિલ્ડે વધુ માહિતી આપતા જણાવ્યું કે, દવા અને આ પ્રકારના પ્રયાસનો વારંવાર ઉપયોગ કરવો પડે છે. ગોળી વારંવાર લેવી પડે છે. જ્યારે પણ તમે એક દિવસ માટે શહેરની બહાર જાવ ત્યારે તમે તમારું પેકેટ ભૂલી જાવ તો તમારે ફાર્મસીમાં જઈને આ દવા ખરીદવી પડે છે.

આ પણ વાંચો – Health Tips: શિયાળાની હાડ થીજાવતી ઠંડી ઉડાડી દેશે પપૈયુ, જાણો તેનાં સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

પરમેનેન્ટ ગર્ભનિરોધ

જન્મ નિયંત્રણની પદ્ધતિઓમાં એવી પદ્ધતિઓ પણ શામેલ છે, જેમાં માત્ર ગર્ભનિરોધક એકવાર જ સ્થાપિત કરવાનો રહે છે. સેક્સ કરતા પહેલા સેક્સ બાદ આ ગર્ભનિરોધક દૂર કરવાનો રહેતો નથી. જીવનભર આ ગર્ભનિરોધક સ્થાપિત રહે છે, ત્યારબાદ તેને ક્યારેય પણ કાઢી શકાતો નથી. આ કારણોસર ગર્ભનિરોધક યોગ્ય રીતે સ્થાપિત થવો જરૂરી છે.

પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી કર્યા બાદ તેને દૂર કરવી મુશ્કેલ છે. પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી કાયમી ધોરણે કરવામાં આવે છે.

ગર્ભનિરોધની પદ્ધતિઓ

યોગ્ય પ્રકારે જન્મ નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવાથી અનિચ્છીત ગર્ભાવસ્થાને રોકી શકાય છે.

ગટમાચર ઈન્સ્ટીટ્યુટ તરફથી જન્મનિયંત્રણની પદ્ધિતિઓ વિશે કેટલીક જાણકારી આપવામાં આવી છે.

ગર્ભનિરોધક ગોળીઓ: ગર્ભનિરોધક ગોળીઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 93 ટકા અસરકારક છે.

ઈંજેક્ટેબલ્સ: ઈંજેક્ટેબલ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 96 ટકા અસરકારક છે.

આર્મ ઈમ્પલાન્ટ: આર્મ ઈમ્પલાન્ટનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો પણ 99 ટકા અસરકારક છે.

વજાયનલ રિંગ: વજાયનલ રિંગનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 93 ટકા અસરકારક છે.

ધ પેચ: ધ પેચનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 93 ટકા અસરકારક છે.

IUD: IUDનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો પણ 99 ટકા અસરકારક છે.

ડાયફાગ્રામ: ડાયફાગ્રામનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 84 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 83 ટકા અસરકારક છે.

સ્પંજ: સ્પંજનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 80 થી 91 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 73 થી 86 ટકા અસરકારક છે.

મેલ કોન્ડોમ: મેલ કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 98 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 87 ટકા અસરકારક છે.

ઈન્ટરનલ કોન્ડોમ: ઈન્ટરનલ કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 95 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 79 ટકા અસરકારક છે.

ફર્ટિલિટી અવેરનેસ મેથડ: ફર્ટિલિટી અવેરનેસ મેથડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 88 થી 99 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 66 થી 98 ટકા અસરકારક છે.

વિડ્રોઅલ: વિડ્રોઅલનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે 96 ટકા અસરકારક છે, જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ના આવે તો 80 ટકા અસરકારક છે.

ટ્યુબલ લિગેશન: ટ્યુબલ લિગેશન 99 ટકા અસરકારક છે.

વેસેક્ટોમી:તે 99 ટકાથી વધુ અસરકારક છે.

એબ્સ્ટાઈનેન્સ: એબ્સ્ટાઈનેન્સ 100 ટકા અસરકારક છે.



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,330FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles