Monday, July 4, 2022

Blood Test for Depression & Bipolar Disorder: હવે બ્લડ ટેસ્ટ જણાવશે ડિપ્રેશનનું કારણ, ઇલાજ બનશે સરળ: સ્ટડી


Blood Test for Depression & Bipolar Disorder: આજકાલની લાઈફસ્ટાઈલમાં તણાવ (Stress), ચિંતા (anxiety), બાયપોલર ડિસઓર્ડર (Bipolar Disorder) અને ડિપ્રેશન (Depression) જેવી મેન્ટલ હેલ્થ (Mental Health)થી જોડાયેલી સમસ્યાઓ સામાન્ય થઈ ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) મુજબ દુનિયાભરમાં લગભગ 5% પુખ્ત વયની વસ્તી કોઈના કોઈ રૂપે ડિપ્રેશનની ચપેટમાં છે. જ્યારે વ્યક્તિ વધુ સમય સુધી સ્ટ્રેસમાં રહે છે, ત્યારે તે ડિપ્રેશનમાં આવી જાય છે. તો બાયપોલર ડિસઓર્ડર, જેને મૂડ ડિસઓર્ડર પણ કહે છે, તેમાં મૂડમાં ઘણાં ઉતાર ચઢાવ જોવા મળે છે. આ ભયંકર ડિપ્રેશનનું રૂપ પણ લઈ શકે છે. આવી સ્થિતિમાં મેડિકેશન જરૂરી છે.

અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટી (Indiana University)ના વૈજ્ઞાનિકોની એક સ્ટડી પરના પરિણામો પરથી એવું લાગે છે કે મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની વધી રહેલી સમસ્યામાંથી છુટકારો મળવાની શક્યતા વધી ગઈ છે.

વૈજ્ઞાનિકોએ એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે રક્ત પરીક્ષણ (Blood Test) માનસિક સ્વાસ્થ્ય અને ડિપ્રેશનનું કારણ અને સારવાર શોધવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ બ્લડ ટેસ્ટમાં આરએનએ માર્કર (RNA marker) ઓળખવામાં આવે છે. તેના આધારે નર્વ અને ઇમ્યુન સિસ્ટમ (Nervous and Immune system) વિશે ખ્યાલ આવે છે. આનાથી ડિપ્રેશનનો વધુ સારી રીતે ઈલાજ થઈ શકશે.

આ અભ્યાસને લીડ કરનાર ડૉ. એલેક્ઝાન્ડર નિકુલેસ્કુ (Alexander B. Niculescu)નું કહેવું છે કે બ્લડ ટેસ્ટ ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર વચ્ચેનો તફાવત સરળતાથી શોધી શકે છે. અગાઉ ડિપ્રેશનની સારવાર માટે ડોકટરોને દવાઓના કોમ્બિનેશન પર નિર્ભર રહેવું પડતું હતું.

સ્ટડીમાં શું સાબિત થયું?

આ સ્ટડીમાં સામે આવ્યું છે કે ડિપ્રેશનનું જૈવિક કારણ (Biological cause) પણ હોય છે. દરેક માનવીના રક્ત જનીન બાયોમાર્કર (Blood Gene Biomarker)માં આરએનએ, ડીએનએ અને પ્રોટીનના અંશ હોય છે.

આ પણ વાંચો: શું ડાયાબિટીસ મહિલાઓ માટે વધારે જોખમી છે? જાણો કઈ રીતે બ્લડ શુગર લેવલને પ્રમાણમાં રાખશો

બ્લડ ટેસ્ટના માધ્યમથી તેમને ડીકોડ કરવામાં આવે છે. શરીરમાં મગજ, ચેતાતંત્ર અને ઇમ્યુન સિસ્ટમના વિકાસની એક સમાન પેટર્ન હોય છે. હવે બ્લડ ટેસ્ટ દ્વારા ડિપ્રેશનની ઓળખ કરીને તેની સારવાર કરી શકાશે.

નિષ્ણાતો શું કહે છે?

ડૉ. એલેક્ઝાન્ડર બી. નિકુલેસ્કુ કહે છે કે, આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ડિપ્રેશન અને અન્ય પ્રકારની માનસિક સમસ્યાઓના કારણે શરીરમાં હોર્મોન્સનો સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવ લોહી અને રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

આ પણ વાંચો: Juices For Healthy Liver: લીવરને સ્વસ્થ રાખવા અને શરીરને ડિટોક્સ કરવા માટે પીઓ આ જ્યુસ

અભ્યાસ દરમ્યાન ડૉક્ટરો ડિપ્રેશનથી પીડિત વ્યક્તિના બ્લડમાં બાયોમાર્કર્સ (Biomarkers in Blood)ને ઓળખવામાં સફળ રહ્યા હતા. આ પરથી તેમને યોગ્ય દવાઓ આપવામાં આવી હતી જેથી કરીને આ રીતે ડિપ્રેશનને વધુ સારી રીતે ઓળખી શકાય. અન્ય તબીબોનું કહેવું છે કે આ સ્ટડી આવનારા સમયમાં ઘણી મદદરૂપ સાબિત થશે.Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles