આ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે લોકોએ મહામારી દરમિયાન જ સંબંધોની સાચી ઓળખ જોઈ હતી. તેથી બેમાંથી એક યુવાન હવે ગંભીર અને પ્રામાણિક સંબંધો ઇચ્છે છે.
કેજ્યુઅલ રિલેશનશીપનો ભ્રમ તૂટ્યો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં એક સર્વેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકો મહામરી દરમિયાન એકબીજાનું મહત્વ સમજી ગયા હતા અને એકબીજાને ટેકો આપ્યો હતો, પરંતુ કેજ્યુઅલ રિલેશનની તમામ મૂંઝવણો તૂટી જવા લાગી હતી. મહામારી દરમિયાન જે લોકો તેમના સંબંધો વિશે પ્રામાણિક હતા તેમની વચ્ચેનો સંબંધ જાળવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: ફરી વઘશે ઉઇગર મુસ્લિમો અને બૌદ્ધ સમુદાય પર અત્યાચાર! જિનપિંગે ધર્મોના ‘ચીનીકરણ’ની કરી હાકલ
મહામારી પહેલાં અસ્તિત્વમાં રહેલા કેજ્યુઅલ રિલેશન હવે ભાંગી રહ્યા હોય તેવું લાગે છે. તેથી જ આજે ભારતના અડધાથી વધુ યુવાનો પ્રામાણિક અને ગંભીર સંબંધ ઇચ્છે છે. સર્વે અનુસાર, ભારત ધીરે ધીરે મહામારીમાંથી બહાર આવી રહ્યું છે અને આ આલમમાં ડેટિંગ કરતા યુવાનો તેમના સંબંધોને નવી વ્યાખ્યામાં આકાર આપવા લાગ્યા છે.
સંબંધોમાં સ્પષ્ટતા અને વિશ્વાસની જરૂરિયાત
સર્વે અનુસાર જ્યારે પણ કોઈ યુવાનની સામે સંબંધ બનાવવાની વાત આવે છે ત્યારે તેઓ સ્પષ્ટતા અને તેમના સંબંધોમાં વિશ્વાસ ઇચ્છે છે. આ સર્વે ડેટિંગ એપ્લિકેશન બમ્બલે (Bumble) દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે કે બેમાંથી એક ભારતીય યુવાન મહામારી દરમિયાન ગંભીર અને પ્રતિબદ્ધ સંબંધ તરફ આગળ વધ્યો છે. સર્વે અનુસાર, 46 ટકા સિંગલ ઇન્ડિયન્સ 2021માં ગંભીર અને પ્રતિબદ્ધ સંબંધોની શોધમાં છે. કોરોનાની બીજી લહેરમાં કેડ્જ્યુઅલ રિલેશનમાં રહેલા લોકોને એકલતા પરેશાન કરવા લાગી.
આ પણ વાંચો: 69 વર્ષના વ્લાદિમીર પુતિન આજે પણ લાગે છે ફિટ, જાણો તેમના શોખ વિશે
પ્રામાણિક સંબંધથી ઝડપથી લગ્ન કરવા માંગે છે યુવા
દિલ્હી, ચેન્નાઈ, બેંગલુરુ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં રહેતા 5માંથી એક યુવક પ્રામાણિક સંબંધ બનાવીને સીધા લગ્ન કરવા માંગે છે. સર્વે અનુસાર, લોકડાઉન હટાવ્યા બાદ દર ત્રણમાંથી એક યુવાન તેમના ડેટિંગ અંગે આશાવાદી છે, જ્યારે 33 ટકા સિંગલ ઈન્ડિયન્સ વીડિયો ડેટિંગ દ્વારા એકબીજાને સારી રીતે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Skincare Tips: ત્વચાને નુકસાન ન કરે તેવા સૌંદર્ય ઉત્પાદનોની પસંદગી કેવી રીતે કરશો?
ભાવનાત્મક જોડાણ વધુ મહત્વપૂર્ણ
મહામારી પહેલાં કેજ્યુઅલ રિલેશનનુ ખૂબ જ મહત્વપૂર્ણ વલણ હતું. પરંતુ હવે તે ઘણી હદ સુધી બદલાઈ ગયું છે. મોટાભાગના લોકોએ પ્રિ-એપિડેમિક ડેટિંગ નિયમોથી ભાગવાનું શરૂ કર્યું છે. જ્યારે સંબંધોમાં ભાવનાત્મક જોડાણની વાત આવે છે, ત્યારે તે મોટાભાગે યુવાનો માટે મહત્વપૂર્ણ બની રહી છે. જ્યારે ડેટિંગ દ્વારા પાર્ટનરની પસંદગીની વાત આવે છે, ત્યારે 60 ટકા યુવાનો ભાવનાત્મક જોડાણને મહત્ત્વ આપે છે, જ્યારે 55 ટકા લોકોએ કહ્યું હતું કે દયાળુતા (kindness) તેમના માટે વધુ મહત્વપૂર્ણ છે. આજના યુવાનો માટે સામાજિક ભલાઈ અને લોકોની સહાય પણ મહત્વપૂર્ણ બની રહી છે.