હ્રદયમાં લોહીની આપૂર્તિ કરતી વાહિકાઓમાં જ્યારે પ્લાક જમા થવાને કારણે હાર્ટ એટેક આવે છે. પુરુષ અને મહિલાઓમાં શારીરિક રચના તથા શારીરિક કાર્ય અલગ અલગ હોવાને કારણે મહિલાઓ અને પુરુષમાં હાર્ટ એટેકનું જોખમ પણ અલગ અલગ હોય છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને તાત્કાલિક મેડીકલ ટ્રીટમેન્ટની જરૂરિયાત પણ ઓછી હોય છે. મહિલાઓ હંમેશા પરિવારની જરૂરિયાતોને પ્રાથમિકતા આપતી હોવાના કારણે પોતાના સ્વાસ્થ્યને ઈગ્નોર કરે છે, આ કારણોસર મહિલાઓ હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણોને ઓળખી શકતી નથી.
ક્લિનિકલ પ્રેઝન્ટેશન
મહિલાઓમાં હાર્ટ એટેકના લક્ષણો હલ્કા હોવાના કારણે જલ્દીથી ઓળખી શકાતા નથી. બેચેની થવી અથવા છાતીમાં દુ:ખાવો થવો આ પ્રકારના લક્ષણો મહિલાઓમાં ઓછા જોવા મળે છે. શ્વાસ ચડવો, પેટમાં દુખવું, ચક્કર આવવા, બેભાન થઈ જવું, વધુ પડતું થાકી જવું આ પ્રકારના લક્ષણો પુરુષોની સરખામણીએ મહિલાઓમાં વધુ જોવા મળે છે. જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે પુરુષોમાં કોરોનરી નસમાં એક પ્રકારનો બ્લોક બની જાય છે અને મહિલાઓના શરીરમાં હ્રદયમાં લોહીની આપૂર્તિ કરતા નાની રક્તવાહિની પર વધુ અસર થાય છે.
જોખમ
મેદસ્વીતા, હાઈ બ્લડપ્રેશર, કૉલસ્ટ્રોલનું ઉચ્ચ સ્તર, ગર્ભનિરોધક ગોળીઓ, દારૂનું સેવન તથા ધૂમ્રપાનના કારણે મહિલાઓને હાર્ટ એટેક આવે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓનું હાર્ટ એટેકથી મૃત્યુ થવાનું જોખમ વધુ હોય છે.
આ પણ વાંચો: વેઈટ લોસથી બ્લડ સર્ક્યુલેશન સુધી, શિયાળામાં ગરમ પાણી પીવાના આ 6 ફાયદા જાણી લો
વૃદ્ધ મહિલાઓમાં પુરુષોની સરખામણીએ હાર્ટ એટેક આવવાનું જોખમ છે. યુવા મહિલાઓમાં હૉર્મોન એસ્ટ્રોજનને હ્રદય રોગ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેનોપોઝ બાદ એસ્ટ્રોજનના નિર્માણમાં ઘટાડો થઈ જવાને કારણે હ્રદય રોગના જોખમમાં વૃદ્ધિ થાય છે. અન્ય મહિલાઓને હાર્ટ એટેક આવવાના કારણમાં હિસ્ટેરેક્ટેમી, પ્રેગનેન્સી કોમ્પ્લિકેશન્સ, ગેસ્ટેશનલ ડાયાબિટીસ તથા પ્રિ એક્લેમ્પ્સિયા જેવા કારણો શામેલ છે.
પ્રિવેન્શન અને મેનેજમેન્ટ
નિયમિત તપાસની મદદથી હ્રદય રોગ જેવી સમસ્યાઓથી બચી શકાય છે. દૈનિક જીવનશૈલીમાં અને આહારપ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવાથી હ્રદય રોગ જેવી બિમારીઓ દૂર રહે છે. નિયમિત 30 મિનિટ વ્યાયામ કરવાથી આ સમસ્યાથી બચી શકાય અને વજન નિયંત્રિત રહે છે.
આ પણ વાંચો: કપીવા (Kapiva)નાં રિસર્ચની રેંજ હવે તમારા આહારમાં ઉમેરવા માટે વજનના આયુર્વેદિક મેનેજમેન્ટ
આહારપ્રણાલીમાં ફળ અને શાકભાજી, ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ભોજન તથા ઓઈલી ફિશને શામેલ કરવા જરૂરી છે. ભોજનમાં તીખા અને તળેલા ભોજનની સીમિત માત્રા હોવી જોઈએ. સ્વસ્થ હ્રદય માટે હૉર્મોનલ દવાઓનો ઉપયોગ સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ લઈને જ કરવો જોઈએ. સ્વાસ્થ્ય નિષ્ણાંતની સલાહ અનુસાર જ ડાયાબિટીસ, હાયપરટેન્શન તથા અન્ય બાબતોની દવા લેવી જોઈએ.