Wednesday, May 25, 2022

Yoga Pose: Kareena Kapoorની જેમ ‘HIT અને FIT’ રહેવા માંગો છો? તો દરરોજ કરો આ સિક્રેટ યોગાસન


Kareena Kapoor Khan Workout: બોલિવૂડમાં કેટલીક એક્ટ્રેસ પોતાને ફિટ રાખવા માટે દરરોજ યોગા કરે છે. આ લિસ્ટમાં કરીના કપૂરનું નામ પણ શામેલ છે. કરીના કપૂર ખાન ફિટનેસ ફ્રીક લોકોમાંથી જ એક છે અને આ વાત કોઈનાથી છુપી નથી કે તે દરરોજ યોગાભ્યાસ કરે છે. કરીના પોતાની પ્રેગ્નેન્સી દરમિયાન પણ તે નિયમિત રીતે યોગા કરતી હતી. આ સાથે જ તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાના યોગના ફોટો શેર કરે છે. હાલમાં જ કરીના કપૂરની ટ્રેનર અંશુકાએ ઈન્સ્ટાગ્રામ પર કરીનાનો યોગાસન કરતો એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં કરીના અર્ધચ્દ્રાસન કરતી દેખાય છે. આ યોગાસનની મદદથી ન માત્ર વજન ઓછું કરી શકાય છે પણ બોડી પણ સ્ટ્રોન્ગ બને છે. જો તમે પણ વધતા વજનથી પરેશાન છો અને જીમ જવાની હિમ્મત નથી કરી શકતા તો કરીના કપૂર ખાનના યોગાસનો પોતાની દિનચર્યામાં શામેલ કરી શકો છો.

આ પણ વાંચો-Weight Loss Tips: આ 10 ફૂડ સડસડાટ ઉતારશે વજન, આજે જ કરો ડાયટમાં સામેલ

કરીના કપૂર ખાન એક પોપ્યૂલર ફિટનેસ ફ્રીક છે, જે પોતાને ફીટ રાખવા માટે અલગ અલગ પ્રકારના વર્કઆઉટ કરે છે. આજે અમે આપને કરીનાના એક સિક્રેટ યોગાસન વિશે જણાવીશું, આ સિક્રેટ યોગાસન તે પોતાના દિવસની શરૂઆત કરે છે. આ પોઝ કોર વર્કઆઉટ છે અને બોડી પોશ્ચરને વ્યવસ્થિત કરવામાં પણ ખૂબ ઉપયોગી છે. આ આસન કરતા સમયે શરીરને ત્રિકોણ જેવું બનાવવાનું હોય છે. આ યોગાસનમાં શરીર ચંદ્રની અડધી કળાના આકારમાં આવી જાય છે માટે જ આસનને અર્ધ ચંદ્રાસન અથવા હાફમૂન પોઝ પણ કહેવામાં આવે છે. આ આસનમાં શરીરમાં ફક્ત હાથ અને પગ વચ્ચે સંતુલન કરવામાં આવે છે.

આ પણ વાંચો-Vegetarian Actors: આ 12 સેલિબ્રિટીઝ છે સંપૂર્ણ શાકાહારી, જોઇ લો તેમની હોટ એન્ડ ફિટ બોડી

અર્ધચંદ્રાસન કરવાના ફાયદા

અર્ધચંદ્રાસન કરવાનો સૌથી મોટો ફાયદો પગની ઘૂંટી (Ankle) અને સાથળ (Thighs)ના હાડકા મજબૂત થાય છે. આ આસન હાડકા મજબૂત કરવામાં ખૂબ ઉપયોગી છે.

અર્ધચંદ્રાસન કરવાથી ન માત્ર શારિરીક પ્રવૃતિઓ સુધરે છે સાથે જ મગજ પણ શાંત થાય છે, આ સાથે જ આ યોગાસન તમને સ્ટ્રેસ અને એંગ્સાઈટી સામે લડવાની પણ શક્તિ આપે છે. બાળકો માટે પણ અર્ધચંદ્રાસન ખૂબ ફાયદાકારક છે.

જે લોકોને પેટની સમસ્યા અને રોગો રહે છે તેમણે અર્ધ ચંદ્રાસન જરૂર કરવું જોઈએ. દરરોજ નિયમિત રીતે અર્ધ ચંદ્રાસનનો અભ્યાસ કરવાથી પાચન ક્રિયા મજબૂત થાય છે. આ સાથે જ એસિડીટી જેવી સમસ્યાઓ અને કબજીયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે.

જો શરીરમાંથી ચરબી દૂર કરવી હોય તો તમારે અર્ધ ચંદ્રાસન ચોક્કસથી કરવું જોઈએ. નિયમિત રીતે આ યોગ કરવાથી શરીરના નીચેના ભાગમાં જમા થયેલી વધારાની ચરબી પણ દૂર થાય છે. આ પોઝથી કમર, નિતંબ અને સાથળની ચરબી દૂર થાય છે.

આ યોગાસનની મદદથી તમારી બોડી ટોન્ડ થાય છે.

આ સાથે જ આ આસન પેલ્વિક મસલ્સને મજબૂતી મળે છે. પેલ્વિક ફ્લોર મસલ્સ માટે આ આસન ખૂબ ફાયદાકારક છે.

અર્ધ ચંદ્રાસન કરવાનો બીજો સૌથી મોટો લાભ ઘૂંટણ પાછળની નસને પહોંચે છે. જેને અંગ્રેજીમાં હેમિસ્ટ્રિંગ (Hamstring) કહેવામાં આવે છે. આ આસન આપણા હેમિસ્ટ્રિંગને સ્ટ્રેચ કરે છે. આવું કરવાથી હેમિસ્ટ્રિંગમાં ઈજા, મચકોડ અને દુ:ખાવની શક્યતાઓ ઓછી થઈ જાય છે.

આ આસનનો અભ્યાસ કરવાથી શરીરના લગભગ તમામ અંગો સ્ટ્રેચ થાય છે. ખાસ કરીને કમર અને શરીરનો નીચેનો ભાગ સંપૂર્ણ રીતે સ્ટ્રેચ થાય છે, જેના કારણે લોઅર બેક પેઈનમાં રાહત મળે છે.

આ પણ વાંચો-Health Tips: 9 ટિપ્સ જે તમને શારીરિક અને માનસિક રૂપે તંદુરસ્ત રાખશે

અર્ધ ચંદ્રાસન કરવાની રીત

-સૌથી પહેલા જમીન પર સીધા ઉભા રહી જાઓ

-હવે ડાબા પગને જમણા પગથી બે ફૂટ દૂર લઇ જાઓ

-આ દરમિયાન તમારે તમારા હાથ સીધા જ રાખવાના રહેશે.

-હવે બંને હાથ અને પગને ધીમે ધીમે ત્રિકોણ મુદ્રામાં લાવો

-ત્યારબાદ તમારા જમણા હાથના પંજાને જમીનથી થોડો ઉપર રાખો

-તમારા જમણા હાથના પંજા અને જમણા પગ વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર હોવું જોઈએ

-એક હાથને ઉપરની તરફ લઈ જાઓ અને બીજા હાથને પણ એ જ સ્થિતિમાં ઉપર લઇ જાઓ અને હવે તમારા ડાબા પગને હવામાં ઉંચો કરો.

-ધ્યાન રાખો કે આ દરમિયાન તમારે તમારા બંને પગની વચ્ચે 90 ડિગ્રીનું એંગલ રાખવું પડશે. તમારી અર્ધચંદ્રાસનની મુદ્રા બની ગઈ છેSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,329FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles