મેક્સિકો અકસ્માત:દક્ષિણ મેક્સિકોમાં ગુરુવારે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો. ભીડવાળા રસ્તા પર બેકાબૂ ટ્રકે લોકોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. તો 50 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યની રાજધાની ચિયાપાસ તરફ જતા રોડ પર આ કરુણ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માલસામાનની ટ્રક બ્રિજ પર પહોંચતા જ ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે તે રસ્તા પર ચાલતા લોકોને કચડી નાખતી વખતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.

ચિઆપાસ રાજ્યના નાગરિક સંરક્ષણ કાર્યાલયના વડા લુઈસ મેન્યુઅલ મોરેનોએ જણાવ્યું હતું કે મોટાભાગના મૃતકો અને ઘાયલો મધ્ય અમેરિકાના વસાહતીઓ હતા, જોકે તેમની રાષ્ટ્રીયતા હજુ સુધી પુષ્ટિ થઈ નથી. મોરેનોએ કહ્યું કે, ઇજાગ્રસ્તોમાંથી કેટલાક લોકોએ કહ્યું કે તેઓગ્વાટેમાલાના છે.

પુલ સાથે અથડાયા બાદ ટ્રક પલટી ખાઇ ગઇ હતી. મોરેનોએ જણાવ્યું હતું કે ઓવર લોર્ડના કારણે ટ્રક પલટી ગઈ હતી અને સ્ટીલના ફૂટ બ્રિજ સાથે અથડાઈ હતી અને આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મેક્સીકન અધિકારીઓએ તાજેતરમાં સ્થળાંતર કરનારાઓને મોટા જૂથને યુએસ સરહદ તરફ જતા અટકાવ્યા હતા, પરંતુ સ્થળાંતરનો ગુપ્ત અને ગેરકાયદેસર પ્રવાહ હજું પણ ચાલુ છે.

ખેડાના કઠલાલ-કપડવંજ રોડ પર કાર અને ટેંકર વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા છે. પોરડા પાટીયા નજીક ઓવરટેક કરતા સમયે અકસ્માત સર્જાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ચારેય મૃતકો સુરેંદ્રનગર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો તમામના મૃતદેહોને કઠલાલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા છે. તો પોલીસ પણ અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરી છે.સ્વીફ્ટ ગાડી અને ટેન્કર વચ્ચે અકસ્માત થતા ગાડીમાં સવાર 5 લોકોમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ને વધુ સારવાર માટે ખસેડયા હતા સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટનાસ્થળે મૃત્યુ પામનાર

1. સુરેશ ભાઈ ચમન ભાઈ મેણીયા (28 વર્ષ) – ગામ બાબાજીપુરા. જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર
2. વિક્રમભાઈ બાબુભાઈ ભાભરીયા- (31 વર્ષ)
3. પ્રભુ ભાઈ હીરાભાઈ બખોડિયા – વસ્વેલિયા. તાલુકો વિરમગામ. જિલ્લો. અમદાવાદ
4. ભરત ભાઈ કેસાભાઈ જમોડ (42 વર્ષ) – ગામ .જેજરા. તાલુકો વિરમગામ. જિલ્લો અમદાવાદ.

સારવાર દરમિયાન મૃત્યુ પામનાર

સુનીલ ભાઈ હરિભાઈ કુમાંદરા (26 વર્ષ) – ગામ વસ્વેલિયા. તા. વિરમગામ જિલ્લો અમદાવાદ

Source link
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો