મહિલાઓ માટે તેમના કપડા તેમના લુક્સનો સૌથી અગત્યનો ભાગ હોય છે. મહિલાઓ પોતાના બોડી ટાઈપ અને રંગ પ્રમાણે ઘણા જ વિચાર કરીને પોતાની માટે કપડાની પસંદગી કરતી હોય છે. માત્ર બહારના આઉટફિટ જ નહી મહિલાઓ પોતાના અંડર ગાર્મેન્ટ્સની શોપિંગ પણ ઘણી જ સમજી વિચારીને કરતી હોય છે. માર્કેટમાં ઘણા અલગ અલગ બ્રાન્ડની બ્રા (Different Brands Of Bra) ઉપલબ્ધ હોય છે. આમાંથી કેટલાકની તો કિંમત જ તમને આશ્ચર્યમાં મુકી દે તેવી હોય છે. જો કે હાલમાં જ એક ફેશન એક્સપર્ટ દ્વારા રહેવામાં આવ્યું છે કે, મોટાભાગની મહિલાઓને બ્રા પહેરવાની યોગ્ય રીત ખબર નથી. એવામાં તે ખોટી રીતે બ્રા પહેરે (Wrong Way To Wear Bra) છે.