દેવાસઃ પટવારી નીરજ હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીની પત્નીને લગ્ન પહેલા અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન બાદ પણ તેણે પીછો છોડ્યો નહોતો. આરોપી લગ્ન બાદ મહિલાનો સંબંધી બનીને પતિના ઘરે આવ્યો હતો. તેણે પ્રેમિકાના પતિને આયોજનપૂર્વક શરાબ પીવડાવ્યો અને નશામાં હોશ ગુમાવી બેઠા બાદ બાઇક પાછળ બેસાડી સુમસામ જગ્યાએ લઈ જઈ ચપ્પુના ઘા ઝીંકી મારી નાંખ્યો હતો.

મૃતકના 20 નવેમ્બરે જ થયા હતા લગ્ન

એસપી શિવદયાલસિંહે જણાવ્યું, પટવારીના 20 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. પટવારી તલાટી તરીકે કામ કરતો હતો. તેની પત્નીને આરોપી અનિલ કુમાર સરયામ સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. પ્રેમિકાના લગ્ન અનિલ સાથે થયા બાદ તે સંબંધી બનીને દેવાસ આવતો હતો. 10 ડિસેમ્બરે પણ અનિલ દેવાસ આવ્યો હતો અને ભોપાલમાં નીરજને મળ્યો હતો.

તેણે નીરજને જમવાના બગાને બાયપાસ પર ઢાબા પર બોલાવ્યો હતો અને ત્યાં ખૂબ શરાબ પીવડાવ્યો હતો. બાદમાં પોતાની બાઇક પાછળ બેસાડીને સુમસામ જગ્યાએ પુલ પર લઈ ગયો હતો. જ્યાં થોડો સમય બેસાડીને વાત કરી અને બાદમાં ચપ્પુ મારીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે અનિલની પણ ભોપાલથી ધરપકડ કરી લીધી છે.

આરોપી અને મૃતકની પત્નિ વચ્ચે થયેલી ફોન પર વાતચીત બની કડી

અનિલ અને મૃતકની પત્નિ વચ્ચે સતત ત્રણ દિવસ ફોન પર વાતચીત થઈ હતી. જેની ડિટેલ પોલીસે કાઢી હતી. જે બાદ શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. દેવાસના અર્જુનનગરમાં રહેતા પટવારી નીરજ પરતેનો મૃતદેહ 12 ડિસેમ્બરે ઈન્દોર-ભોપાલ બાયપાસ પર પુલ નીચેથી મળ્યો હતો. તેના પરિવારજનોએ પહેલાથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

આરોપી પોલીસ અને પરિવારજનોને દોરતો હતો ગેરમાર્ગે

આરોપી અનિલ પોલીસની સાથે પ્રેમિકાના પરિવારજનોને પણ ગેરમાર્ગે દોરતો હતો. હત્યા કર્યાના બીજા દિવસે ખુદ દેવાસ પહોંચ્યો હતો અને સ્વજનો સાથે મળીને નીરજને શોધવાનું નાટક કરતો હતો. તેણે પોલીસને કહ્યું કે, અન્ય લોકોએ નીરજની હત્યા કરી છે. ભોજન કર્યા બાદ નીરજ તેના કોઈ પરિચિત સાથે ઘરે જવા નીક્ળયો હતો. અનિલે ઈન્દોરમાં ખેતી સાધનોની ખરીદીની ખોટી કહાની ઉભી કરી હતી અને પ્લાનિંગ સાથે પટવારીની હત્યા કરવા દેવાસ આવ્યો હતો.

આ પણ વાંચોઃ રેલ્વે સ્ટેશન પર શરીર સુખ માણવામાં વ્યસ્ત હતું કપલ, પોલીસે પકડ્યાં તો કઈ રીતે થાપ આપીને ભાગી ગઈ યુવતી ?

Source link