તમને જણાવી દઈએ કે આમલીમાં વિટામિન સી, વિટામિન એ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. તે આરોગ્ય માટે વિવિધ રીતે લાભ લાવવામાં મદદ કરે છે. એટલું જ નહીં આમલીનું પાણી પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં સારી ભૂમિકા ભજવે છે. ચાલો તેના ફાયદા વિશે જાણીએ.
ટોન્સિલમાંથી આપે છે રાહત
કેટલીક વાર લોકોને ટોન્સિલની સમસ્યા હોય છે. આના કારણે ગળા અને ગાલના આસપાસના ભાગમાં ખૂબ દુખાવો થાય છે. આંબલીના પાણીથી ઘણો ફાયદો થાય છે. ટોન્સિલની સમસ્યાઓને દૂર કરવા માટે આમલીના પાણીથી ગાર્ગલ કરી શકાય છે. વાસ્તવમાં આમલીમાં ઉપચારનો ગુણધર્મ હોય છે જે ગળાની બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Winter Care: શિયાળામાં ત્વચાને ડ્રાયનેસથી બચાવાં અપનાવી જુઓ આ ટિપ્સ, થશે ફાયદો
સાંઘાનો દુખાવો કરે છે દૂર
આંબલીનું પાણી સાંઘાનો દુખાવો દૂર કરવામાં પણ ઘણી મદદ કરે છે. આંબલીના પાણીનું સેવન કરવાથી સાંઘાનો દુખાવો દૂર થાય છે. આંબલીમાં લીવરના કોષોને યોગ્ય રાખવાના ગુણ ધર્મો છે, જે સાંઘાની સમસ્યાને સુધારવામાં મદદ કરે છે.
એનિમિયામાં મળે છે રાહત
આમલી એનિમિયાને દૂર કરવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે. આમલીમાં વઘુ માત્રામાં આર્યન હોય છે. તે હિમોગ્લોબિન વધારીને શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા
વજન ઘટાડવામાં આમલી પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. તેમાં હાઇડ્રોક્સિલ એસિડ હોય છે, જે શરીરની વધારાની ચરબીને બાળીને એન્ઝાઇમને વધારવામાં મદદ કરે છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ પણ વાંચો: Health tips: શિયાળા દરમિયાન થતા શ્વસનને લગતા રોગોથી બચવા આટલું કરવું જરૂરી
ખીલને દૂર કરવા
આંબલી ખીલને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ માટે તમે આંબલીના બીજનો ઉપયોગ કરી શકો છો. લીંબુના રસમાં આમલીના બીજને પીસીને લગાવવાથી રાહત મળે છે.
પેટની સમસ્યાઓને ઓછી કરે છે
પેટની સમસ્યાને ઘટાડવા માટે આંબલીના પાન અને ફૂલોનો પણ ઉપયોગ કરી શકાય છે. પેટમાં બળતરા અને પિત્તની સમસ્યા દૂર કરવા માટે નરમ આમલીના પાન અને ફૂલનું શાક બનાવીને તેનું સેવન કરી શકાય છે.
આ પણ વાંચો: ભારતમાં Netflixના પ્લાનની કિંમતમાં ધરખમ ઘટાડો, હવે દર મહિને રૂ. 149માં માણી શકશો મનોરંજન
સાઈનસને ઓછું કરે છે
તમે પણ સાઈનસને ઘટાડવા માટે આમલીના પાનની મદદ લઈ શકો છો. જો તમે આંબલીના પાનનો રસ બનાવી તેને સાયનસની શરૂઆતમાં જ સેવન કરો તો સાયનસની સમસ્યા ઓછી થઈ શકે છે. (Disclaimer: આ લેખમાં માહિતી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 તેમની પુષ્ટિ કરતું નથી. આનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)