હળદર (Turmeric) સ્વાસ્થ્યવર્ધક ગુણોથી ભરપૂર હોય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. દેશના લગભગ દરેક ઘરમાં હળદરનો વધુ – ઓછો ઉપયોગ (Use of Turmeric) થાય છે. શાક અથવા દાળ સહિતની અનેક વાનગીઓમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. અલબત્ત ઘણા લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ હળદરનું સેવન કરે છે. જોકે, તેના વધુ પડતા સેવનના કારણે સ્વાસ્થ્ય (Health)ને ફાયદાની જગ્યાએ નુકસાન (Harm) પણ થઈ શકે છે. જેથી હળદરનું વધુ પડતું સેવન કરવાથી કયા નુકસાન થઈ શકે તે અંગેની જાણકારી આપવામાં આવી છે.