નિયમ તોડવા પર મળશે કડક સજા
ઉત્તર કોરિયાના ઘણા નાગરિકોએ કિમ જોંગ દ્વારા લાગૂ કરવામાં આવેલા આ પ્રતિબંધોની પુષ્ટિ કરી છે. રેડીયો ફ્રી એશિયાએ દેશના સરહદી ક્ષેત્રોમાં રહેલા સિનુઇજુ શહેરના રહેવાસીઓનો હવાલો આપતા જણાવ્યું કે, લોકો રોજીંદા જીવનનો સામાન ખરીદવા બહાર નીકળી શકશે નહીં. નિયમ તોડનારની ધરપકડ કરવાની સાથે કડક સજા આપવામાં આવશે.
આ પણ વાંચો – OMG: લગ્નના બે દિવસ પછી પતિએ કર્યું ખોટું કામ, પ્રેમી સાથે ચાલી ગઇ પરિણીતા, વીડિયો વાયરલ
એક નાગરીકે નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, પહેલા પણ કિમ જોંગ ઇલની પુણ્યતિથિ (Kim Jong Il Death Anniversary)) પર જે લોકો દારૂ પીતા કે નશાની હાલતમાં મળતા હતા, તેમની ધરપકડ કરી કેદીઓની જેમ રાખવામાં આવતા હતા. ઘણા લોકોની તો ધરપકડ બાદ કોઇ ખબર ન નથી મળી.
ન મોતનો શોક કરવો, ન જન્મદિવસ ઉજવવો
એક નાગરિકે આગળ જણાવ્યું કે, શોકના આ 11 દિવસ દરમિયાન કોઇનું મોત થઇ જાય છે, તો તેના પરીવારને જોર-શોરથી રડવાની પણ મનાઈ છે. આ ઉપરાંત તેના મૃતદેહના અંતિમ સંસ્કાર 11 દિવસનો શોક પૂર્ણ થયા બાદ જ કરી શકાય છે. આ દરમિયાન લોકો પોતાનો જન્મદિવસ પણ ઉજવી શકતા નથી.
આ પણ વાંચો – પતિને જોઈને પત્નીએ પ્રેમીને બાલ્કની પર લટકાવ્યો, હાથ છૂટ્યો તો પાંચમાં માળેથી પટકાતા મોતને ભેટ્યો
2011માં થયું હતું કિમ જોંગ ઈલનું અવસાન
ડેલી મેલના એક રીપોર્ટ અનુસાર, કિમ જોંગ ઇલે ઉત્તર કોરિયા પર 1994થી 2011 સુધી સાશન કર્યુ. કોરિયાના ક્રૂર તાનાશાહ કિમ જોંગ ઇલનું અવસાન 17 ડિસેમ્બર, 2011ના રોજ 69 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી થયું હતું. ત્યાર બાદ તેના ત્રીજા અને સૌથી નાના દિકરા કિમ જોંગ ઉને દેશની સત્તા પોતાના હાથમાં લીધી હતી. તેથી હાલ તેના નિધનના 10 વર્ષ પૂર્ણ થવા પર ઉત્તર કોરિયામાં લોકોને 11 દિવસો સુધી કડક શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.