આવો જાણીએ કે ડેડ કર્લ એક્સરસાઈઝ (How to perform Dead-Curl Exercise) કઈ રીતે કરવામાં આવે છે અને શરીર પર તે કેવી અસર કરે છે.
Shilpa Shetty performed Dead-Curl: કઈ રીતે કરવી ડેડ કર્લ એક્સરસાઈઝ
એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના એક્સરસાઈઝ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ડેડ કર્લ કરવાની યોગ્ય રીત કઈ છે.
1. સૌથી પહેલા બાઈસેપ્સ બારબેલને લઈને ઉભા રહો. તમે ઈચ્છો તો તેમાં ક્ષમતા અનુસાર વેટ પણ લગાવી શકો છો.
2. હવે પગને તમારી કમર જેટલા પહોળા કરી લો અને બારબેલને સાથળની બહારથી પકડો. આ દરમ્યાન તમારી હથેળી બહારની બાજુએ હોવી જોઈએ.
3. હવે કમર સાથે કોણીને સ્થિર રાખી બારબેલને છાતી પાસે લાવો અને બાયસેપ્સ કર્લ કરો
4. આ પછી હાથને સીધા નીચે બાજુ લાવો અને ધૂંટણને થોડા વાળી બારબેલને નીચે જમીન તરફ લઈ જાઓ.
5. આ દરમ્યાન કમરને બીલકુલ સીધી રાખો અને છાતીને સામેની બાજુ રાખો.
6. હવે બારબેલ જ્યારે જમીનથી થોડું ઉપર રહી જાય, તો ફરીથી સીધા ઉભા થઈ જાઓ.
7. આ પછી ફરીથી આ જ પ્રક્રિયાને રિપીટ કરો.
8. આ જ પ્રમાણે તમારે 1 મિનિટ સુધી કરતું રહેવું.
શિલ્પા શેટ્ટી મેજિક એક્સરસાઈઝ કરવાની રીત જણાવતા કહે છે કે તમારે દરેક સેટ 1 મિનિટ સુધી કરવાનો રહેશે અને આવા 4 સેટ કરવાના હશે. આ સેટ્સ વચ્ચે માત્ર 30 સેકન્ડનો આરામ કરવો. આ એક્સરસાઈઝ કાર્ડિયોમાં હાઈ ઈન્ટેન્સિટી ટ્રેઈનિંગ ડ્રિલ (HIIT Drill) તરીકે કરી શકાય છે.
Benefits of Dead-Curl: ડેડ કર્લ એક્સરસાઈઝ કરવાના લાભ
ડેડ કર્લ એક્સરસાઈઝ ડેડલિફ્ટ અને બાઈસેપ્સ કર્લનો કોમ્બો છે. જે કારણે આ બન્ને એકસરસાઈઝના ફાયદા આપે છે.
બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી કુન્દ્રા મુજબ, ડેડ કર્લ એક્સરસાઈઝ લોઅર બોડી અને હાથ પર અસર કરે છે.
ડેડ કર્લ એક્સરસાઈઝ એક કાર્ડિયો વર્કઆઉટની જેમ વેઈટલોસમાં પણ મદદ કરે છે.
આ સાથે જ આ મેજિક યેયક્સરસાઈઝ શારિરીક તાકાત અને કોર્ડિનેશન વધારવામાં પણ મદદરૂપ બને છે.
ડેડ કર્લ એક્સરસાઈઝ એબ્સ, બાઈસેપ્સ, ગ્લૂટ, હૈમસ્ટ્રિંગ, ખભા અને અન્ય મસલ્સને પણ મજબૂત બનાવે છે.