પંજાબી રાજમા મસાલો બનાવવા જરૂરી સામગ્રી
1 કપ રાજમા
1 ટી.સ્પૂન બટર
2 કાપેલા ટામેટા
1 તજનો ટૂકડો
5 લવિંગ
1 કાપેલી ડુંગળી
4 લીલી એલચી
1 બાદિયાન
1 ટી. સ્પૂન આદુ-લસણની પેસ્ટ
3 કાપેલા લીલા મરચા
1 ટી.સ્પૂન હળદર
1 ટી.સ્પૂન લાલ મરચુ પાઉડર
1 ટી.સ્પૂન જીરા પાઉડર
1 ટી.સ્પૂન ધાણા પાઉડર
½ ટી.સ્પૂન આમચૂર પાઉડર
1 ટી.સ્પૂન ગરમ મસાલો
1 તમાલપત્ર
1 ટી.સ્પૂન કસૂરી મેથી
1 ટી.સ્પૂન લીલી કોથમીર
1 ટી.સ્પૂન તેલ
રાજમા બનાવવાની રીત
રાજમાને સાફ પાણી વડે ધોઇને આખી રાત પલાળી દો. ત્યાર બાદ કૂકરમાં 2 કપ પાણી અને થોડું મીઠું નાખીને 4થી5 સીટી થાય ત્યાં સુધી રાજમાને બાફવા મૂકી દો. ગેસની ફ્લેમ બંધ કરી થોડી વાર રાજમાને કૂકરમાં જ રહેવા દો. હવે એક કઢાઇ લો અને તેમાં ધીમા તાપ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી તજ, લવિંગ, એલચી અને તમાલપત્ર નાંખો. 2 મિનિટ સુધી આ તમામ વસ્તુઓને તેલમાં રાખ્યા બાદ આદુ-લસણની પેસ્ટ તેમાં ઉમેરો. ત્યાર બાદ આ બધી વસ્તુઓને તેલમાં 2 મિનિટ સુધી રહેવા દો.
હવે તેમાં ટામેટા, ડુંગળી અને કાપેલા લીલા મરચા ઉમેરો. સારી રીતે પાકી ગયા બાદ લાલ મરચું પાઉડર, જીરા પાઉડર, હળદર, ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરો. જ્યારે ગ્રેવીમાંથી તેલ છૂટુ પડવા લાગે ત્યારે તેમાં થોડું પાણી ઉમેરો અને રાજમા ઉમેરો. ઢાંકી દો અને 15 મિનિટ સુધી રાખો.
જ્યારે ગ્રેવી એકવાર ઘાટી થઇ જાય, મીઠો લીમડાના પાન અને કસુરી મેથી ઉમેરો. થોડી મિનિટ રહેવા દો. તૈયાર છે તમારા પંજાબી સ્ટાઇલ રાજમા. ગરમ રોટલી અથવા રાઇસ સાથે સર્વ કરો.