જર્નલ નેચરમાં પ્રકાશિત થયેલ અભ્યાસ અનુસાર ભારત, અફઘાનિસ્તાન અને ટ્યુનિશિયા જેવા દેશોમાં લગભગ 20 ટકા વસ્તી વિટામિન ડીની ઉણપથી પીડાઈ રહી છે. એમાં જો ભારતની વાત કરવામાં આવે તો લગભગ 49 કરોડ લોકો વિટામિન ડીની ઉણપથી પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં આ આંકડો અનુક્રમે 5.9 ટકા, 7.4 ટકા અને 13 ટકા છે. વિટામિન ડીની ઉણપનો તણાવ સાથે સંબંધ મળી આવ્યો છે.
સંશોધક લોરેન હાર્મ્સ (Lauren R Harms)નું કહેવું છે કે વિટામિન ડીની ઉણપને કારણે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર થવાની સંભાવના છે. કોરિયામાં થયેલા એક સંશોધનમાં જે લોકોને સામેલ કર્યા હતા તેઓમાં લોકોને ડિપ્રેશન તેમજ વિટામિન ડીની ઉણપ હોવાનું જાણવા મળ્યું હતું. અગાઉ કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટી અભ્યાસમાં પણ કંઈક આવું જ જોયું હતું. સંશોધકોનું માનવું છે કે વિશ્વભરમાં કોરોના સંક્રમણને કારણે લોકડાઉન લાદવું પડ્યું હતું. આ સમય દરમિયાન લોકોને ઘરોમાં કેદ કરવા પડ્યા હતા. લોકડાઉનથી લોકોમાં વિટામિન ડીની ઉણપ વધુ વધી ગઈ.
આ પણ વાંચો: શિયાળાની ઋતુમાં ગુણોથી ભરપૂર આ લીલા શાકભાજી ખાઓ અને સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખો, બીમારીઓ પણ થશે દૂર
ઊંઘની કમી સાથે પણ છે સંબંધ
સંશોધકોના જણાવ્યા અનુસાર, ઘરમાં રહેવું, પ્રદૂષણ, જંક ફૂડ ખાવું અને પૌષ્ટિક આહાર ન મળવાથી લોકોમાં વિટામિન ડીની ઉણપ પણ વધી છે. સાથે જ સંશોધકોએ શોધી કાઢ્યું કે વિટામિનની ઉણપ પણ ઊંઘ સાથે સંબંધિત છે.
વૈજ્ઞાનિકોના મતે વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે જે તમારું શરીર શોષી લે છે અને તંદુરસ્ત રહેવા માટે સંગ્રહ કરે છે. તે આપણને રોગપ્રતિકારક શક્તિ વધારવા, દાંત, સ્નાયુઓ અને હાડકાંને મજબૂત કરવા, માનસિક સ્વાસ્થ્યથી લઈને હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોથી પણ દૂર રાખી શકે છે જેથી ઘણા શારીરિક કાર્યો પૂર્ણ કરી શકાય.
આ પણ વાંચો: ચેતી જજો! જો આવું થશે તો ભારતમાં દરરોજ ઓમિક્રોનનાં 14 લાખ કેસ નોંધાશે: નીતિ આયોગ
કેવી રીતે દૂર થશે ઉણપ
આ તો દરેક જાણે છે કે વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. આ ઉપરાંત આહારમાં માછલી, નારંગીનો રસ, દૂધ અને અનાજ સહિત વિટામિન ડીની ઉણપ પણ ઘટાડી શકે છે.
આ પણ વાંચો: ઓમિક્રોનના દર્દીઓને અન્ય કોવિડ દર્દીઓથી કેમ રાખવામાં આવે છે અલગ
કાળી ત્વચા ધરાવતા લોકોમાં મેલેનિનની ઉણપ હોય છે, જે વિટામિન ડીની રચનાને ઘટાડે છે. તેથી તેઓએ વધુ સમય સુધી તડકામાં રહેવું જોઈએ. આ ઉપરાંત બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ)ને બરાબર રાખવાથી વિટામિન ડીની ઉણપ પૂર્ણ થઈ શકે છે.