નિષ્ણાંતો અનુસાર એવી ઘણી આદતો હોય છે, જે તમારી ત્વચાને સૌથી પહેલા પ્રભાવિત કરે છે. આનુવંશિક કારણોને લીધે અસમય આવતી વૃધ્ધાવસ્થાને તો બદલી શકાતી નથી, પણ આ સમસ્યા પાછળ જવાબદાર ટેવોને બદલી શકાય છે. આપણી જીવનશૈલી (Life style)ની કેટલીક આદતોમાં સુધારો કરીને આપણે અસમયે આવતા ધડપણને રોકી શકીએ છીએ.
આ પણ વાંચો-Health Tips: પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાથી મળે છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ
સ્મોકિંગ- ઉંમર કોઈપણ હોય ધૂમ્રપાન કોઈપણ વ્યક્તિને ક્યારેય લાભ આપતો નથી. આઠ વર્ષની સ્ટડીમાં વાત સામે આવી છે કે જે લોકો સિગરેટ પીવે છે અથવા ધૂમ્રપાન કરે છે તેમના ચહેરા પર જલ્દી ઘડપણ દેખાય છે. ધૂમ્રપાન કરવાથી તમારા હાર્ટ અને ફેંફસાને નુક્શાન થાય છે અને તે કમજોર થઈ જાય છે. 79 જોડિયા બાળકો પર કરવામાં આવેલા રિસર્ચમાં સામે આવ્યું છે કે સ્મોકિંગ કરનાર લોકોના ચહેરા પર અન્યની સરખામણીમાં ઉંમર જલ્દી દેખાવા લાગી હતી.
ઓછું પાણી પીવાની ટેવ- શરીર અને સ્કિનને હેલ્ધી રાખવા માટે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું ખૂબ જરૂરી છે. ઓછું પાણી પીવાને કારણે ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જાય છે જેનાથી ત્વચામાં ડ્રાયનેસ વધે છે અને શરીરની કાર્યક્ષમતામાં પણ ઘટાડો થાય છે. જે લોકોના શરીમાં સતત ડિહાઈડ્રેશન રહેતું હોય છે તેમના ચહેરા પર જલ્દી જ વૃધ્ધત્વના લક્ષણો દેખાય છે. તેથી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર દરરોજ 8-10 ગ્લાસ પાણી ચોક્કસથી પીવું જોઈએ.
વધુ પડતો સ્ટ્રેસ-હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે કોઈપણ વાતને લઈને વધુ પડતી ચિંતા કરવાની ટેવ ધરાવતા લોકો જલ્દી ઘરડા થી જાય છે. આવા લોકો આસાનીથી કોઈપણ શારિરીક અથવા માનસિક બિમારીનો શિકાર થઈ જાય છે. તણાવ ભલે મહેસૂસ ન થાય પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. સ્ટ્રેસ એક સાયલેન્ટ ક્લર છે. જો તમે લાંબા સમય સુધી યુવાન અને આકર્ષક દેખાવા માંગતા હોવ તો તમારે તણાવ અને સ્ટ્રેસથી દૂર રહેવુ જોઈએ.
અપૂરતી ઉંધ- જે લોકો પર્યાપ્ત ઉંધ નથી લેતા તે પોતાના સ્વાસ્થ સાથે પોતાની જાતે ચેડા કરે છે. અપૂરતી ઉંધ તણાવનું મુખ્ય કારણ બની શકે છે. પૂરતી પ્રમાણમાં લેવામાં આવતી ઉંધ વ્યક્તિને જુવાન અને તણાવમુક્ત રહેવમાં મદદરૂપ બને છે અને એજિંગ પ્રોસેસ પણ સ્લોડાઉન કરે છે. અપૂરતી ઉંધને કારણે એજીંગ પ્રોસેસ ઝડપી બને છે.
અયોગ્ય ડાયટ- હેલ્ધી ડાટય તમને લાંબા સમય સુધી, યુવાન બની રહેવા માટે મદદરૂપ હોય છે. જો તમને નાની ઉંમરમાં ઘડપણના લક્ષણો દેખાય તો તમારે તમારી ડાયટ સુધારવાની તાતી જરૂર છે. હેલ્થ એક્સપર્ટ જણાવે છે કે 21મી સદીમાં સોડા, પ્રોસેસ્ડ ફૂડ અને ફેટી ફૂડ જેવી વસ્તુઓ આપણી ડાયટનો ભાગ બની ગઈ છે જે અસમયે ઘડપણનું મુખ્ય કારણ છે.
એક્સરસાઈઝ ન કરવી– જો તમે વ્યાયામ કરવામાં તમે આળસ કરો છો તો તમારે સાવચેત થઇ જવાની જરૂર છે. કેમ કે વ્યાયામની કમીને કારણે જલ્દી ઘડપણ આવવાની શકયતા રહે છે. વ્યાયામ કરવાને કારણે શરીરમાં લચીલાપણું રહે છે, જેના કારણે શરીર સુદ્રઢ રહે છે. તેથી નિયમિતરૂપે વ્યાયમ કરવો જોઈએ.
વધુ સમય સુધી ઓનલાઈન રહેવું- પાછલા દોઢ 2 વર્ષોમાં કોરોનાને કારણે લોકો કામ અને એન્ટરટેઈનમેન્ટ બન્ને માટે વધુમાં વધુ સમય ઈન્ટરનેટ પર વિતાવવા લાગ્યા છે. ત્યારે કોમ્પ્યૂટર અને મોબાઈલની સ્રિનમાંથી નિકળતી બ્લૂ રે મગજ અને આંખોને નુક્શાન પહોંચાડે છે જેના કરણે એજીંગ પ્સેસ ખૂબ ઝડપી બની જાય છે.