Thursday, July 7, 2022

Health Tips: ખાલી પેટે ક્યારેય ન કરશો આ વસ્તુઓનું સેવન, ફાયદાઓની જગ્યાએ થશે નુકસાન


આજકાલની ભાગદોડ ભરેલી જીંદગીમાં સ્વાસ્થ્ય (Health Care)નું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. તેના માટે યોગ્ય અને હેલ્થી ડાયટ (Healthy Diet) મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ ઘણી વખત આપણે એવી વસ્તુઓનું સેવન કરી લઇએ છીએ, જેને ખાલી પેટે ખાવાથી નુકસાનકારક સાબિત થઇ શકે છે. આવું એટલા માટે કારણ કે અમુક વસ્તુઓનું સેવન ખાલી પેટે (Things Not to Eat in Empty Stomach) કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

આજે અમે તમને જણાવશું કે સ્વસ્થ અને તંદુરસ્ત (Health Tips)રહેવા માટે ખાલી પેટે કઇ વસ્તુઓનું સેવન કરવું જોઇએ નહીં.

શક્કરિયા

શક્કરિયાને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ તેનું સેવન ક્યારેય ખાલી પેટે ન કરવું જોઇએ. શક્કરિયામાં ટેનિન અને પેક્ટિન રહેલા છે, જેના કારણે ખાલી પેટે શક્કરિયા ખાવાથી તમને ગેસ્ટ્રિક એસિડની સમસ્યા થઇ શકે છે. સાથે જ પેટમાં દુખાવો અને છાતીમાં બળતરા પણ થઇ શકે છે.

આ પણ વાંચો – Health Tips: પલાળેલી બદામ અને દ્રાક્ષ ખાવાથી મળે છે અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ

મસાલેદાર વાનગીઓ

આજકાલ લોકોને ચટપટી અને મસાલાથી ભરપૂર વાનગીઓ ખાવાનો ખૂબ શોખ હોય છે. પરંતુ આપને જણાવી દઇએ કે મસાલાઓમાં નેચરલ એસિડ હોય છે, જે પેટનું પાચન બગાડે છે. તેના કારણે તમને પેટમાં દુખાવો, બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

કેળા

કેળાનું સેવન પણ ખાલી પેટે કરવાનું ટાળવું જોઇએ. ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધી જાય છે. જેનાથી કેલ્શિયમ અને મેગ્નેશિયમના પ્રમાણમાં અસંતુલન પેદા થાય છે. તેનાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે.

સોડા

સોડામાં ભરપૂર માત્રામાં કાર્બોનેટ એસિડ હોય છે. જેના કારણ ગભરાહટ અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ થઇ શકે છે.

આ પણ વાંચો – 46 વર્ષની ઉંમરે Shilpa Shettyએ કરી મેજિક એક્સરસાઈઝ, શરીરના આ ભાગોને બનાવે છે સુડોળ

ટામેટા

ટામેટા અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ ધરાવે છે. પરંતુ ખાલી પેટે તેનું સેવન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. ટામેટા એસિડિક હોય છે, તેથી તેને પણ ખાલી પેટે ન ખાવા જોઇએ.

ખાટા ફળો

ફળ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ સંતરા, દ્રાક્ષ અને લીંબુ જેવા ખાટા ફળો તેના જ્યુસનું સેવન ખાલી પેટે ન કરવું હિતાવહ છે. ખાટા ફળોમાં ફ્રેક્ટોઝ, ફાઇબર, વિટામીન સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે, જે ખાલી પેટે લેવાથી સ્વાસ્થ્ય સંબંધિત નુકસાન પહોંચાડે છે.



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,381FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles