આ પણ વાંચો-Health Study: શું તમને વધુ પડતી ઊંઘ આવે છે, સમયાંતરે ઝોકું ખાઈ લો છો? વાંચો ચોંકાવનારો ખુલાસો
વર્ષ 2015માં એક રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે, બ્રેઈન ટ્યુમર પ્રતિ જેનેટીક રૂપે સંવેદનશીલ બાળકોમાં અસ્થમાના કેસ સામાન્ય લોકો જેટલા ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રિસર્ચર્સને બાળકોમાં બ્રેઈન ટ્યૂમર થવાનું જોખમ જોવા મળ્યું હતું. ઓપ્ટિક નર્વ (optic nerve) અને બ્રેઈનમાં રહેલ ટી-સેલ તથા માઈક્રોગ્લિયા જેવા ઈમ્યુન સેલ્સ વચ્ચે થતી પ્રતિક્રિયાને કારણે આ પ્રકારે થતું હોવાનું જાણવા મળ્યું હતું. અસ્થમા પણ ટી-સેલની હાઈપરએક્ટિવિટીના કારણે થતી બિમારી છે, જેનો બ્રેઈન ટ્યુમર સાથે સીધો સંબંધ હોઈ શકે છે.
આ સ્ટડી કેવી રીતે કરવામાં આવી
અસ્થમા અને બ્રેઈન ટ્યૂમર એકસાથે કેવી રીતે સંકળાયેલા છે તે માટે ઉંદર પર સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીના સીનિયર ઓથર અને ન્યૂરોલોજીના પ્રોફેસર ડેવિડ ગટમેન (David H. Gutmann) અને તેમના સાથીઓએ આ સ્ટડી કરી છે. પ્રોફેસર ડેવિડ ગટમેને ઉંદરની જેનેટીક સંરચનામાં કેટલાક ફેરફાર કર્યા છે, જેથી બ્રેઈન ટ્યૂમર પ્રતિ વધુ સંવેદનશીલ ન બની જાય. ત્યારબાદ ઉંદરને અસ્થમાના જીવાણુ સાથે સંપર્કમાં લાવવામાં આવ્યા, જેથી તેમનામાં શ્વાસ સંબંધિત પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે. 4થી 6 સપ્તાહ બાદ ઉંદરમાં બ્રેઈન ટ્યૂમરની અસર જોવા મળી ન હતી. ટી-કોશિકાઓમાં ડેકોરીન (Decorin) નામનું પ્રોટીન વધુ માત્રામાં ઉત્પન્ન થવાને કારણે બ્રેઈન ટ્યૂમરની અસર જોવા મળી ન હતી.
નિષ્ણાંતો શું કહે છે
પ્રોફેસર ડેવિડ ગટમેન અનુસાર ટી-કોશિકાઓમાં ડેકોરીન ઉત્પન્ન થવાને કારણે અસ્થમા થઈ શકે છે. આ પ્રોટીન ફેંફસા માટે સારુ નથી, પરંતુ તેના કારણે બ્રેઈન ટ્યૂમર અને કેન્સરના જોખમમાં ઘટાડો થઈ શકે છે. ગટમેને જણાવ્યું કે, હાલના રિસર્ચ અનુસાર ડેકોરીન ઉત્પન્ન થવા પર નજર રાખીને બ્રેઈન ટ્યૂમર અને અસ્થમાનો ઈલાજ કરી શકાશે.