Wednesday, May 25, 2022

શા માટે સારી ઊંઘ આપણા માટે મહત્વપૂર્ણ છે, જાણો તેના ફાયદા


મુંબઇ. Sleep is essential for optimal health: તંદુરસ્ત જીવન માટે સારી ઊંઘ (Better sleep) ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ (Physical activity) આપણા માટે આવશ્યક છે, તેવી જ રીતે ઊંઘ પણ આપણી જરૂરિયાત છે. તે ઓવરઓલ હેલ્થ (overall health) માટે અત્યંત આવશ્યક છે.

મેલાટોનિન (melatonin) હોર્મોન ઊંઘ માટે જવાબદાર છે. જ્યારે ખોરાકમાંથી મેળવેલા એમિનો એસિડ ટ્રિપ્ટોફેન (amino acid tryptophan) રસાયણોનું પ્રમાણ વધે છે, ત્યારે સારી ઊંઘ આવે છે. ટ્રિપ્ટોફેન સ્લીપિંગ હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે.

જોકે, કેટલાક વિટામિન્સ(Vitamins) અને ખનિજો (Minerals) પણ ઊંઘ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી ઊંઘ માટે ઝિંક, મેંગેનીઝ, વિટામિન ડી જેવા તત્વો આવશ્યક છે. મુશ્કેલી એ છે કે બદલાતી જીવનશૈલી (Lifestyle) અને તણાવ (Stress)ને કારણે આજે મોટાભાગના લોકોની ઊંઘ પર અસર થવા લાગી છે જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે.

મેડિકલ ન્યૂઝ ટુડે રિપોર્ટ મુજબ જો આપણે યોગ્ય રીતે ઊંઘ ન લઈએ તો આપણે ઘણી વસ્તુઓ કરવામાં અસમર્થ છીએ. તે ઘણી વધુ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ સારી ઊંઘ આપણને કેટલી અસર કરે છે.

આ પણ વાંચો: Spices Tea Benefits: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો

ઊંઘના ફાયદા

ફોકસ કરવામાં મદદ કરે છેઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઊંઘનો સીધો સંબંધ મગજના ફંક્શન સાથે છે. જો આપણને સારી ઊંઘ આવે તો કોઈ વસ્તુ પર અમારું ધ્યાન યોગ્ય રહે છે. આપડે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી શકીએ છીએ. આનાથી આપણી ઉત્પાદકતા વધે છે. એટલે કે આપણે ઝડપથી વસ્તુઓ કરી શકીએ છીએ. આ ઉપરાંત સારી ઊંઘ આપણી યાદશક્તિ અને જ્ઞાનને પણ વધારે છે.

હૃદયરોગનું ઓછું જોખમઅમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જો રાત્રે પૂરતી ઊંઘ હોય તો વ્યક્તિનું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થાય છે. સાથે જ બીજા અનેક રોગોનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.

વજન વધાવાનું જોખમ ઓછુંકેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે જો તમને સારી ઊંઘ આવે તો વજન વધવાનું જોખમ ઓછું થાય છે. જો કે અત્યારે આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.

આ પણ વાંચો: Voter ID-Aadhaar Link: આ ત્રણ રીતે તમારા વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે કરો લિંક, જાણો પ્રોસેસ

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપસારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે જે આપણા શરીરને રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે. અધ્યયનમાં એમ પણ જાણવા મળ્યું છે કે સારી ઊંઘ શરીરને રિપેયર, રિજનરેટ અને રિકવર કરવામાં ઘણી મદદ કરે છે. સારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તે શરીરને કોઈપણ પ્રકારના ચેપથી બચાવે છે.

સોજો ઓછો કરે છેજો તમને રાત્રે સારી ઊંઘ આવે છે, તો કોઈ પણ પ્રકારના ઘાને મટાડવામાં વાર નથી લાગતી. ઊંઘ દરેક પ્રકારની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

આ પણ વાંચો: ચહેરા પર દેખાઇ રહી છે કરચલીઓ? તો કરો આ Facial Exercise

એથ્લીટ્સનું પ્રદર્શન વધુ સારું થાય છેનેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એથ્લીટ્સને વધુ સારા આહાર જેટલી સારી ઊંઘની જરૂર હોય છે. અભ્યાસ મુજબ સામાન્ય પુખ્ત વયના લોકોને 7થી 9 કલાકની ઊંઘની જરૂર હોય છે, ત્યાં એથ્લીટ્સને 10 કલાકની ઊંઘથી ફાયદો મળી શકે છે.Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,330FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles