મસાલેદાર ચા પીવાથી શું થાય છે? (What Happens If You Drink Spiced Tea?)
1. એન્ટીઓકિસડન્ટથી ભરપૂર હોય છે
મસાલાવાળી ચામાં એન્ટીઓકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે,જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં તેમજ ફ્લૂ અને અન્ય વાયરસ સામે લડવામાં મદદ કરે છે.
2. સોજાથી રાહત અપાવે છે
આ ગરમ મિશ્રણની ચુસ્કી લેવાથી સોજો અને ખરાશ ઓછા થાય છે. એવું માનવામાં આવે છે કે કેસરની ચા પીવાથી અથવા ઉકળતા પાણીમાં થોડા લવિંગ નાખીને પીવાથી શરીરમાં સોજો ઓછો થાય છે અને પીડાથી રાહત મળી શકે છે.
3. તમારો મૂડ સેટ કરે છે
શિયાળાના મહિનાઓમાં આપણે ક્યારેક હતાશા અનુભવીએ છીએ અને ચોકલેટ ખાવા લાગીએ છીએ. આવા મનપસંદ ફૂડ્સ ખાઓ ત્યારે તેને હર્બલ ચા પીવા સાથે બેલેન્સ કરવું જોઈએ. તમારા ડાયટમાં લવંડર, કેમોમાઈલ અથવા એલચીની ચાનો સમાવેશ કરવાથી તમને શાંત રહેવામાં મદદ મળશે.
આ પણ વાંચો: Winter Workouts: શિયાળામાં સ્વાદ સાથે સ્વાસ્થ્યનું પણ રાખો ધ્યાન, આ 6 સિમ્પલ વર્કઆઉટથી રહો ફિટ એન્ડ ફાઈન
4. પાચનને હેલ્ધી બનાવે છે
ભારે ભોજનનું સેવન સાથે બેસવાનું અને હલનચલન ટાળવાની વૃત્તિથી શિયાળામાં પાચન સંબંધી સમસ્યાઓ થવાની શક્યતા વધી જાય છે. આદુ, ફુદીનો અથવા વરિયાળીની ચા પીવાથી પાચનક્રિયા સુધરે છે અને પેટની તકલીફમાં રાહત મળે છે. ખાસ કરીને જો તે ભોજન પછી અથવા તેની વચ્ચે પીવામાં આવે.
આ પણ વાંચો: Fruits for cold and cough: શિયાળામાં શરદી, ઉધરસ માટે અકસીર છે આ 8 ફળ, થોડાં પણ દરરોજ ખાઓ
5. બ્લડ સરક્યુલેશન વધારવામાં મદદરૂપ
શિયાળાના મહિનાઓમાં કસરતના અભાવને કારણે આપણું શરીર સખત થઈ જાય છે અને તેનાથી રક્ત પરિભ્રમણ (Blood Circulation) પ્રભાવિત થાય છે. તજની ચા પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા ઉપરાંત બ્લડ શુગરને આંતરિક રીતે સુધારવામાં મદદ મળે છે.