Sunday, July 3, 2022

Women Marriage Age: 21 વર્ષે લગ્ન કરવાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર કેવી થશે અસર? જાણો વિગતવાર


ભારતમાં યુવતીઓના લગ્નની ઉંમર (Women Marriage Legal Age) માટે સંશોધન કરવામાં આવ્યું હતું. સંશોધન માટે ગયા વર્ષે બનાવવામાં આવેલ ટાસ્ક ફોર્સની રજૂઆત પર આધાર રાખતા પ્રસ્તાવને બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળમાં પાસ કરવામાં આવ્યો છે. યુવતીઓની લગ્નની ઉંમર 18 થી વધારીને 21 કરવા (Women Marriage Age 21)માટે પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. યુવતીઓની લગ્નની ઉંમર વધારવાના નિર્ણયનું કેટલાક લોકો સમર્થન કરે છે તો કેટલાક સંગઠન તેનો વિરોધ કરે છે. માતૃત્વ ધારણ કરવાની ઉંમર, માતા મૃત્યુદરમાં ઘટાડો કરવાની જરૂરિયાત, પોષણમાં સુધારો કરવાના સવાલને ધ્યાનમાં રાખીને સંશોધન કરવાનું કહેવામાં આવ્યું છે. અનેક લોકોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે, આ નિર્ણયથી મહિલાઓ અને યુવતીઓને ફાયદો થશે કે નુકસાન?

આ અંગે ન્યૂઝ 18 હિન્દી દ્વારા ફોર્ટિસ મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ગુડગાંવની નિર્દેશક અને હેડ તથા દિલ્હી એમ્સની પૂર્વ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઓબ્સટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ ડૉ.સુનિતા મિત્તલ (Dr. Sunita Mittal) સાથે ચર્ચા કરવામાં આવી છે. સીનિયર સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.સુનિતા જણાવે છે કે, લગ્નની ઉંમરમાં વધારો કરતા પહેલા પણ ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે અનેક કાયદાઓ બનાવવામાં આવ્યા છે. સૌથી મોટી જરૂરિયાત હોય છે કે, સમગ્ર દેશમાં યોગ્ય રીતે કાયદો લાગુ કરવામાં આવે. આ પ્રસ્તાવ હવે કાયદો બની ગયા બાદ તેને યોગ્ય રીતે લાગુ કરવામાં આવશે તો તેનાથી મહિલાઓને ખૂબ જ લાભ થશે.

મહિલાઓના સ્વાસ્થ્ય પર થશે અસર (Effect of marriage act on Women)

ડૉ.મિત્તલ જણાવે છે કે લગ્નનો સીધો સંબંધ ગર્ભાવસ્થા સાથે છે. આ કાયદાથી મહિલાઓના સ્વાસ્થ્ય પર સીધી અસર થશે. મેડિકલી જોવામાં આવે તો ટીનએજ પ્રેગનેન્સી (Teenage Pregnancy) માં અનેક મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના રહે છે. મેડીકલ ટર્મમાં 19 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓને ટીનએજ કહેવામાં આવે છે. જો 19 વર્ષથી ઓછી ઉંમરની યુવતી ગર્ભવતી બને છે તો તેઓને ગર્ભાવસ્થાથી લઈને ડિલિવરી સુધી અનેક મુશ્કેલીઓ થવાની સંભાવના રહે છે. આ કારણોસર સ્વાસ્થ્ય નિષ્ણાંતો દ્વારા યુવતીઓને હંમેશા સલાહ આપવામાં આવે છે કે, લગ્નના બે થી ત્રણ વર્ષ બાદ જ ગર્ભાવસ્થા (Perfect age for pregnancy) ધારણ કરવી જોઈએ. લગ્નના બે થી ત્રણ વર્ષ બાદ લગ્ન કરવાથી શારીરિક અને માનસિક રૂપે મેચ્યોરિટી આવી જાય છે.

આ પણ વાંચો – PM Modi in Prayagraj: યૂપી ચૂંટણી પહેલા 16 લાખ મહિલાઓને ભેટ, PM મોદીએ ટ્રાન્સફર કર્યા 1000 કરોડ, જાણો ભાષણની ખાસ વાતો

ગર્ભપાત (Abortion)-

ડૉ.મિત્તલ જણાવે છે કે, ટીનએજમાં ગર્ભાવસ્થા ધારણ કરવાથી ગર્ભપાત અથવા મિસકરેજ (Miscarriage) ના કેસમાં વધારો થવાની સંભાવના રહે છે. 21 વર્ષ બાદ આ પ્રકારની મુશ્કેલીની સંભાવના ઓછી થઈ જાય છે. લગ્નની ઉંમરમાં વધારો થવાથી ગર્ભપાત અને મિસકરેજ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.

પ્રિમેચ્યોર અથવા ઓછા વજનના બાળકનો જન્મ થવો અથવા બાળકનું મૃત્યુ થવું (Infant mortality rate)

ડૉ.મિત્તલ જણાવે છે કે, સ્વસ્થ ગર્ભાવસ્થા 21 થી 28-30 વર્ષ સુધી ધારણ કરી શકાય છે. આ ઉંમર દરમિયાન જે મહિલા ગર્ભવતી થાય છે તે સ્વસ્થ બાળકને જન્મ આપે છે અને તેમનું વજન પણ યોગ્ય હોય છે. ઓછા વજનવાળા અથવા પ્રિમેચ્યોર બાળક (premature baby born) નો જન્મ થવાથી બાળમૃત્યુદરમાં વધારો થાય છે અને માતાના જીવ ઉપર પણ જોખમ ઊભું થાય છે.

મહિલા અને બાળકનું સ્વાસ્થ્ય (Health of Women and baby)

ડૉ.મિત્તલ જણાવે છે કે, 21 થી 25 વર્ષની ઉંમર સુધીમાં ગર્ભાવસ્થા ધારણ કરવાથી માતા અને બાળકને પણ પોષણ સંબંધિત સમસ્યા થવાનું જોખમ રહે છે. હાલમાં પણ 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના લગ્ન થઈ રહ્યા છે, જે બિલકુલ પણ યોગ્ય નથી.

સિઝેરીયન ડિલીવરીની સંભાવનામાં વધારો (Sezerian or Normal Delivery)

ડૉ.મિત્તલ જણાવે છે કે, ઓછી ઉંમરે ગર્ભાવસ્થા ધારણ કરવાને કારણે નોર્મલ ડિલીવરીની જગ્યા સિઝેરીયન અથવા સી સેક્શન ડિલીવરીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.

પોષણ (Nutrion)

20 વર્ષથી ઓછી ઉંમરની યુવતીઓને વધુ પોષણ (Nutrition for Teenage Girl) ની જરૂરિયાત હોય છે. લગ્ન થયા બાદ તેઓ ગર્ભવતી બનવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આ કારણોસર ગર્ભાવસ્થાની એક યોગ્ય ઉંમર હોવી જોઈએ.

ગર્ભ નિરોધ (Contraception)

ગર્ભાવસ્થા બાદ યુવતીઓ અથવા મહિલાઓ ખૂબ જ જલ્દી સ્ટેરલાઈઝેશન જેવા ગર્ભનિરોધક ઉપાય કરાવે છે. ત્યાર બાદ કોઈપણ પ્રકારની મુશ્કેલી થવાને કારણે મહિલાઓ આ ઉપાયને દૂર કરવા માટે અથવા ટ્યૂબ ખોલાવવા માટે આવે છે. ત્યાર બાદ આ પ્રકારની મુશ્કેલીને દૂર કરવી જટીલ બની જાય છે.Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles