વિશ્વમાં વધુ એક સૌથી મોંઘા છૂટાછેડાનો કેસ સામે આવ્યો છે. બ્રિટનની કોર્ટે દુબઇના શાસકને તેની પત્નીને છૂટા છેડા આપવા બદલ 5550 કરોડ રૂપિયા (55.50 કરોડ પાઉન્ડ)નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.હાઇકોર્ટે કહ્યું દુબાઇના શાસક શેખ મોહંમદ બિન રાશિદ અલ-મખ્તુમે તેમની છઠ્ઠી પત્ની પ્રિન્સેસ હયા બિન્ત અલ હુસૈનને તેના લંડન સ્થિત આલિશાન મકાનની જાળવણી માટે અને તેની આજીવ ખાધા-ખોરાકી પેટે આગામી ત્રણ મહિનામાં એક જ હપ્તામાં 2525 કરોડ (25.20 કરોડ પાઉન્ડ) ચૂકવી દેવાના રહેશે.