મોન્ટાના યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તમારા શરીરના તાપમાનને જાળવી રાખવા માટે આઉટડોર વર્કઆઉટ્સની સરખામણીએ ઈન્ડોર વર્કઆઉટ લગભગ 32% વધુ અસરકારક છે. શિયાળા દરમિયાન જીમમાં જવા કરતાં ઈન-હાઉસ વર્કઆઉટ વધુ સારું છે, કારણ કે બહારની હવામાં બર્ફીલી ઠંડી હોઈ શકે છે. પોતાને પ્રેરિત રાખવા માટે મનપસંદ ગીતોની મદદ લઈ શકો છે. ગીતો સાથે તમારું વર્કઆઉટ શરૂ કરીને તમે કસરત દરમિયાન તમારા ઉત્સાહને જાળવી શકો છો.
અહીં અમે તમને અમુક ઈન્ડોર કસરતો વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જે તમને ઘરમાં જ રહીને તમારી ફીટનેસ જાળવી રાખવામાં મદદરૂપ બનશે.
જંપિંગ જેક્સ – આ એક એરોબિક એક્સરસાઇઝ છે જે તમે તમારા ઘરના લિવિંગમાં રૂમમાં સરળતાથી કરી શકો છો. આ કસરત ખૂબ અસરકારક પણ છે.
આ પણ વાંચો – ચહેરા પર દેખાઇ રહી છે કરચલીઓ? તો કરો આ Facial Exercise
વોલ પુલ-અપ્સ – અપર બોડી સ્ટ્રેન્થને વધારવા માટે આ સૌથી બેસ્ટ એક્સરસાઇઝ છે. વોલ પુલ અપ્સ તમારા કોર મસલ્સ માટે પણ ફાયદાકારક છે.
પ્લેન્ક – તમારા કોર મસલ્સ અને બોડી બેલેન્સને વધુ સારું બનાવવા માટે પ્લેન્ક સૌથી શ્રેષ્ઠ કસરત છે. પેટની ચરબી ઘટાડવા માટે પણ આ એક અસરકારક કરસત છે.
યોગા – મગજ અને શરીર બંને માટે યોગા બેસ્ટ વર્કઆઉટ છે. જો તમે ફેટ બર્ન કરવા અને તમારા શરીરને શેપમાં લાવવા ઇચ્છતા હોય તો યોગાને તમારી દિનચર્યામાં સામેલ કરવા એક સારો વિચાર સાબિત થઇ શકે છે.
ટ્રેડમિલ – ઘરમાં જ રનિંગ કરવું હોય તો ટ્રેડમિલ પણ એક સારો વિકલ્પ છે.
બાઉન્સિંગ બોલ – બાઉન્સિંગ બોલ પર નિયમિત કરસત તમને સારા પરીણામો આપી શકે છે. તમે વિવિધ બાઉન્સિંગ કસરત માટે આ બોલનો ઉપયોગ કરી શકો છો. જેમ કે જમ્પિંગ જેક્સ, પુશ-અપ્સ, લંજીસ વગેરે. તે તમારી કેલેરી બર્ન કરશે અને હ્યદયના ધબકારા પણ વધારશે.