Tuesday, May 24, 2022

Bhuj : પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો પોલીસે ઉકેલી નાંખ્યો ભેદ, જાણો સંપૂર્ણ વિગત
કચ્છઃ ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે, ત્યારે ભુજ તાલુકાના નોખાણીયા ગામે મતદાનના દિવસે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. ભેંસ ચરાવવા ગયેલા 16 વર્ષના કિશોરની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગામમાં રહેતા સગીરની એલસીબીએ અટકાયત કરી છે.

ભણવાની બાબતમાં થયેલી બોલાચાલીમાં કુહાડીના ઘા ઝીંકી કિશોરને પતાવી દેવાયો હતો. કિશોરની હત્યાના બનાવમાં સગીરની જ અટકાયત કરવામાં આવી છે. ત્યારે આ બનાવે પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

અમદાવાદઃ શહેરના દાણીલીમડા ચાર રસ્તા પાસે બુલેટ ચાલક અને પોલીસ વચ્ચે બબાલ થઈ ગઈ હતી. રસ્તા પર વાહન વ્યવહારનું નિયમન કરતાં પોલીસકર્મીએ બૂલેટ ચાલકને રોકીને ડોક્યુમેન્ટ માંગતા તકરાર થઈ ગઈ હતી. દાણીલીમડા ચાર રસ્તા પાસે બનાવ  બન્યો હતો. પોલીસકર્મીની ફેંટ પકડી ધક્કામુક્કી કરી હતી. હવે પોલીસે બુલેટ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Chhotaudepur : પોલીસકર્મીની કાર અને ટેન્કર વચ્ચે અકસ્માત થતાં પોલીસે કરી દાદાગીરી, તો લોકોએ શિખવ્યો પાઠ

છોટાઉદેપુર :  બોડેલીમાં અકસ્માત બાબતે પોલીસકર્મી અને લોકો વચ્ચે બબાલનો વિડિઓ વાઇરલ થયો છે. પોલીસકર્મીની કાર અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. પોલીસકર્મીએ ટેન્કર ચાલક સામે રોફ મારી પોલીસ મથકે લઈ જવાની વાત કરતા લોકો રોષે ભરાયા હતા. ટેન્કર ચાલકનો વાંક ન હોઈ પોલીસકર્મીએ પોલીસ મથકની વાત કરતા લોકોએ બબાલ કરી હતી. લોકોએ પોલીસકર્મીનો ઘેરાવ કર્યો  હતો. તેમજ પોલીસકર્મીને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવ્યા હતા.

દ્વારકાઃ દ્વારકાના આરંભડાની યુવતીએ આત્મવિલોપન કરી લેતાં ચકચાર મચી ગઈ છે. યુવતી એક યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. કોઈ બાબતે પ્રેમી સાથે તકરાર થતાં અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસે યુવક સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, આરંભડામાં લિવ ઇનમાં રહેતી યુવતીએ યુવકના ત્રાસથી કંટાળી શરીરે કેરોસીન છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું. પોલીસે મૃતકના ભાઇની ફરીયાદના આધારે આપઘાત માટે મજબુર કરી હડધૂત કરવા અંગે ગુનો નોંધ્યો છે.  સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના આરંભડાની સીમમાં રહેતા ગોપાલ ઉર્ફે સુમિત મેરૂભાઈ ચુડાસમા નામનો ઈસમ સાથે યુવતી છેલ્લા એક વર્ષથી રિલેશનમાં હતા.

ગોપાલ ઉર્ફે સુમિત પ્રેમિકાને ધાક ધમકી આપતો હતો કે ‘’ આપણા રિલેશનની કોઈને જાણ થવી ન જોઈએ અને કોઈને જાણ થશે તો હું તારા ભાઈને જાનથી મારી નાખીશ અને તને બદનામ કરી નાખીશ ‘’ તેમ ધાક ધમકીઓ અને માનસિક ત્રાસ આપતો હતો, એટલું જ નહિ ગોપાલ ઉર્ફે સુમિતે યુવતી અને તેના ભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતો હોવાનુ જાહેર થયુ છે.

આ બધાથી કંટાળી યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ કેરોસીન છાંટતા જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આપઘાત માટે મજબુર કરવા, એટ્રોસીટી એકટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,325FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles