કંપનીનો દાવો છે કે 50 માઇક્રોગ્રામનો બુસ્ટર ડોઝ એન્ટિબોડીઝના સ્તરમાં 37 ગણો વધારો કરે છે, જ્યારે જો 100 માઇક્રોગ્રામનો બુસ્ટર ડોઝ લેવામાં આવે તો તે કોરોના સામે એન્ટિબોડીઝના સ્તરમાં 83 ગણો વધારો કરવામાં સક્ષમ છે.
બુસ્ટર ડોઝ સંપૂર્ણપણે સલામત
ઇન્ડિયા ટુડે અહેવાલો અનુસાર મોડર્ના (Moderna) કંપનીના સીઈઓ સ્ટીફન બંસેલે (Stéphane Bancel) જણાવ્યું હતું કે ઓમિક્રોન વેરિએન્ટની ચિંતા વચ્ચે કોવિડ 19 સામેના આ બુસ્ટર ડોઝના પરિણામો આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું કે પરીક્ષણ ડેટાએ સાબિત કર્યું છે કે બુસ્ટરના સમગ્ર ડોઝની અસર વધુ હતી. સંપૂર્ણ ડોઝથી એન્ટિબોડીનું સ્તર 83 ગણું વધી ગયું છે.
આ પણ વાંચો: Omicronને ઓળખવાની સૌથી સરળ રીત, 90 ટકા દર્દીઓમાં જોવા મળ્યા આ લક્ષણ
મોડર્નાએ કહ્યું છે કે બીજા અને ત્રીજા અભ્યાસના ડેટામાં જાણવા મળ્યું છે કે બુસ્ટર ડોઝ સંપૂર્ણપણે સલામત છે. આ ડોઝને માનવ શરીર ગ્રહણ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. જોકે, આ અભ્યાસની વૈજ્ઞાનિક સમીક્ષા કરવાની બાકી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે ઓમિક્રોન-સ્પેસિફિક બુસ્ટર ઉમેદવાર વિકસાવવાનું પણ ચાલુ રાખશે જેણે 2022ની શરૂઆતમાં ક્લિનિકલ ટ્રાયલમાં પ્રવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો: Corona vaccine: વેક્સીન નહીં તો પગાર નહીં! મોટી ટેક કંપનીએ પોતાના કર્મચારીઓ માટે બનાવ્યો નિયમ
મોડર્નાની રસી એમ-આરએનએ પર આધારિત
મોર્ડનાની કોવિડ રસી મેસેન્જર આરએનએ (mRNA) ટેકનોલોજી પર આધારિત છે. મોર્ડનાએ યુ.એસ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાથે ભાગીદારીમાં આ રસી વિકસાવી છે. મેસેન્જર આરએનએ તકનીકી કોવિડના વાયરસ સામે કોષોને સક્રિય કરીને રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે.
આ પણ વાંચો: Corona ની સ્થિતિ અને તૈયારી અંગે PM Modi બેઠક બોલાવી સમીક્ષા કરશે
મોર્ડનાની રસી આનુવંશિક સૂચનાઓ પર આધારિત છે જેમાં તે વાયરસની બાહ્ય સપાટી પર સ્પાઇક પ્રોટીન સાથે જોડાઈને કામ કરે છે. તે વાયરસને માનવ કોષમાં પ્રવેશતા અટકાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે, ‘ઓમિક્રોન’ અત્યાર સુધીમાં લગભગ 90 દેશોમાં ફેલાઈ ગયું છે. તે અન્ય વેરિઅન્ટ કરતા વધુ સંક્રામક હોવાનું કહેવાય છે અને રસીની તેના પર કોઈ નોંધપાત્ર અસર નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર