Sunday, July 3, 2022

Electricity Bills Saving tips: શિયાળામાં વીજળીનું બિલ કઈ રીતે કરવું ઓછું, આ રહી ઉપયોગી ટિપ્સ


નવી દિલ્હી : સામાન્ય રીતે ઉનાળા (Summer)ની ઋતુમાં વીજળીના બિલ (Electricity Bills) વધુ આવે છે. ત્યારે લોકો શિયાળામાં ઓછું બિલ (Bills) ચૂકવવું પડશે તેવી આશા સેવે છે. પણ એવું થતું નથી. ઉત્તર ભારતમાં દર વર્ષે તીવ્ર ઠંડી પડે છે અને લોકો તેમના મકાનોને ગરમ રાખવા માટે હીટરનો ઉપયોગ કરે છે. તેથી બિલ વધુ ઓછું આવતું નથી. જોકે, એવી ઘણી રીતે છે જેના થકી તમારું વીજળી બિલ ઘટી શકે છે.

વીજળીનો વપરાશ ઘટાડીને તમારા પૈસા બચાવી શકે તેવી કેટલીક ટીપ્સ અહીં આપવામાં આવી છે.

–  છેલ્લાં કેટલાંક સમયથી ઇલેક્ટ્રોનિક કંપનીઓએ વીજળીનું બિલ ઓછું રાખતાં ઉત્પાદનની કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વીજ બિલ ઘટાડવા માટે સારી ગુણવત્તાવાળા ગીઝર અને હીટર ખરીદવા હિતાવહ છે. આવી ડીવાઈસના ઉપયોગ કરવાથી બિલ ઓછું આવશે. હાલના સમયમાં આવતી ફાઇવ સ્ટાર પ્રોડક્ટ્સ ખરીદવાનો આગ્રહ રાખો.

આ પણ વાંચો – શિયાળામાં આ રીતે રાખો પોતાને Fit and Fine, અપનાવો આ સરળ Workout Tips

–  કુલ વીજ વપરાશના લગભગ 15 ટકા ફક્ત ફ્રિજમાં જ વપરાય છે. મોટાભાગના ઘરોમાં ફ્રીજ હંમેશા ચાલુ હોય છે. આવી સ્થિતિમાં સારા રેટિંગના ફ્રીજ ખરીદો. શિયાળામાં તમે થોડા કલાકો માટે ફ્રિજ બંધ કરી શકો છો. જેથી બીલના ભારણમાં રાહત મળશે.

– વોશિંગ મશીનમાં એક સાથે શક્ય હોય તેટલા વધુ કપડાં ધુઓ. ઘરમાં મશીનોનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે, પણ ઓછા કપડાં ધોવામાં આવે છે, જેના કારણે વીજળીનો વપરાશ વધારે થાય છે અને ખર્ચ પણ વધુ થાય છે. જેથી શક્ય હોય તેટલા વધુ કપડાં એક સાથે ધુઓ.

– શું તમે જાણો છો કે ઘરના પડદા રાત્રે બંધ કરીને દિવસે ખોલવાથી દિવસ દરમિયાન ઓરડાનું તાપમાન સરેરાશ બે ડિગ્રી વધી શકે છે? આ તમને તમારા વીજળીના બિલમાં ત્રણ ટકા જેટલી બચત કરાવી શકે છે.

આ પણ વાંચો  – IT Raid: કાનપુરમાં 2 વેપારીઓ પર ઇન્કમટેક્સની રેડ, 160 કરોડ રૂપિયા મળ્યા, 24 કલાકથી મશીનથી પૈસા ગણી રહી છે ટીમ

– તમે શિયાળામાં પાણી ગરમ કરવા માટે લોખંડની આયરન રોડ અથવા ગીઝરનો ઉપયોગ કરતા હોવ તો તેનો ઉપયોગ ઘટાડવાનો કરવાનો પ્રયાસ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે કે ત્રણ ગેસ પર પાણી ગરમ કરો અને આ પદ્ધતિથી તમે વીજળી બચાવી શકો છો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles