જણાવી દઈએ કે મેથીમાં (Fenugreek nutrients) ફોસ્ફરસ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. તો અજમો (Ajwain nutrients) કાર્બોહાઇડ્રેટ્સ, કેલ્શિયમ, થાયમીન, રાઈબોફ્લેવિન, ફોસ્ફરસ, આયર્ન, નિયાસિન, પ્રોટીન, ચરબી અને ફાઇબર જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બંનેને સાથે ભેળવીને પીએ તો તે બમણો ફાયદો કરે છે. આવો જાણીએ મેથી અજમાનું પાણી પીવાના ફાયદા અને તેને બનાવવાની રીત.
શરદી-ઉધરસ દૂર કરે છે
શિયાળામાં શરદી-ઉધરસ થવી સામાન્ય છે. એનાથી છૂટકારો મેળવવા માટે તમે મેથી-અજમાના પાણીનું સેવન કરી શકો છો. મેથી-અજમામાં એવા તત્વો હોય છે જે શરદી, ખાંસી નહીં પણ વાયરલ ફ્લૂથી રાહત આપે છે.
આ પણ વાંચો: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો
ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે
મેથી-અજમાનું પાણી ઇમ્યુનિટીને બૂસ્ટ (Immunity booster) કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે, જેથી કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન કે સિઝનલ બીમારીનું જોખમ ઘટી જાય છે. મેથી અજમામાં વિટામિન અને મિનરલના ગુણો હોય છે જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે.
વજન ઓછું કરવામાં અક્સીર
મેથી-અજમાનું પાણી વજન ઓછું કરવામાં પણ કારગત નીવડે છે. તે માટે જો તમે દરરોજ સવારે ખાલી પેટ મેથી-અજમાના પાણીનું સેવન કરો છો, તો ફેટ ઝડપથી ઓછી થાય છે.
આ પણ વાંચો: Aging Foods To Avoid: લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો આ 8 વસ્તુઓનું સેવન આજથી જ કરો બંધ
ડાઇજેશન સારું કરે છે
ડાઇજેશનને સારું કરવામાં પણ મેથી-અજમાનું પાણી મદદ કરે છે. તેને દરરોજ પીવાથી ગેસ, એસિડિટી, અપચા જેવી તકલીફો દૂર થાય છે. સાથે આ પેટ દર્દ અને કમર દર્દમાં પણ રાહત આપે છે.
મેથી-અજમાનું પાણી બનાવવાની રીત
મેથી-અજમાનું પાણી બનાવવા માટે તમે મેથી અને અજમાને સરખી માત્રામાં લઈને રાત્રે પાણીમાં પલાળીને રાખો. સવારે આ પાણીનું ખાલી પેટ સેવન કરો. ટેસ્ટ માટે તમે ઇચ્છો તો તેમાં મધ અને લીંબુ પણ મિક્સ કરી શકો છો. (Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ નથી કરતું. આના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરવો.)
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર