Sunday, July 3, 2022

Vitamin Dની ઉણપથી હૃદયરોગનું જોખમ બમણું થાય છે: અભ્યાસ


નવી દિલ્હી. Vitamin D Deficiency : વિટામિન ડી (Vitamin D) વિશે સામાન્ય માન્યતા છે કે તે હાડકાં (Bones)ને મજબૂત બનાવવા માટે જરૂરી છે. તેનો મુખ્ય કુદરતી સ્ત્રોત સૂર્યપ્રકાશ (Sunlight) માનવામાં આવે છે. પરંતુ તાજેતરના એક અભ્યાસે પુષ્ટિ કરી છે કે આ વિટામિન માત્ર હાડકાં માટે જ નહીં, પરંતુ હૃદયના સ્વાસ્થ્ય (Health Of Heart) માટે પણ જરૂરી છે. યુનિવર્સિટી ઑફ સાઉથ ઑસ્ટ્રેલિયા (University of South Australia)ના સંશોધકોએ આ નવા અભ્યાસ દ્વારા હૃદય રોગમાં વિટામિન ડીની ઉણપની ભૂમિકાના આનુવંશિક પુરાવા (genetic evidence) શોધી કાઢ્યા છે. Study માં દર્શાવ્યું છે કે વિટામિન ડીની ઉણપ (Vitamin D deficiency) ધરાવતા લોકોમાં વિટામિન ડીનું સામાન્ય સ્તર ધરાવતા લોકો કરતાં હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ બમણું હોય છે.

આ અભ્યાસ યુરોપિયન હાર્ટ જર્નલ (European Heart Journal)માં પ્રકાશિત થયો છે.આપને જણાવી દઈએ કે CVD એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (cardiovascular disease) વિશ્વભરમાં લોકોના મૃત્યુનું મુખ્ય કારણ છે. આ બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 1.79 કરોડ લોકો મૃત્યુ પામે છે.

આ પણ વાંચો: WhatsApp feature: વોટ્સએપ લોંચ કરશે નવું ફીચર, કંઈક આવું દેખાશે વોઈસ અને વીડિયો કોલ ઈન્ટરફેસ

વિશ્વની વસ્તીના મોટાભાગના ભાગોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. એક અંદાજ મુજબ ભારતમાં પણ આ બીમારીઓને કારણે દર વર્ષે લગભગ 47.7 લાખ લોકો મૃત્યુ પામે છે. ઑસ્ટ્રેલિયામાં, દર ચોથું મૃત્યુ CVDને કારણે થાય છે અને તેની અર્થવ્યવસ્થાને દર વર્ષે $5 બિલિયનથી વધુનું નુકસાન થાય છે.

અભ્યાસ કેવી રીતે થયો?

આ અભ્યાસમાં સામેલ 55 ટકા લોકોમાં વિટામિન ડીનું સ્તર 50 નેનોમોલ્સ પ્રતિ લિટર (એનએમઓએલ/લિટર) કરતાં ઓછું જોવા મળ્યું છે. જ્યારે 13% સહભાગીઓમાં ગંભીર ઉણપ (25 nmol/l કરતાં ઓછી) જોવા મળી હતી. વિટામિન ડીનું સામાન્ય સ્તર (normal level of vitamin D) 50 એનએમઓએલ / લિટર માનવામાં આવે છે. ભારતમાં લગભગ 80-90 ટકા લોકોમાં તેની ઉણપ જોવા મળે છે. સંશોધકોએ ઓસ્ટ્રેલિયામાં 23% અને યુએસમાં 24% અને કેનેડામાં 37% લોકોમાં વિટામિન ડીની ઉણપને ધ્યાનમાં લીધી છે.

આ પણ વાંચો:Papaya Seed Benefits: પપૈયાના બીજમાં છુપાયેલું છે ‘સ્વાસ્થ્યનું રહસ્ય’, જાણો તેના ફાયદા

હૃદયના સ્વાસ્થ્યનું રાખી શકીએ ધ્યાન

યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના અગ્રણી સંશોધક પ્રોફેસર એલિના હાયપોનેન (Professor Elina Hypponen) કહે છે કે વિટામિન ડીની ઉણપને દૂર કરીને, વિશ્વભરમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (cardiovascular disease)ને ઘટાડી શકાય છે. તેમના મતે, વિટામિન ડીની ગંભીર ઉણપ ખૂબ જ દુર્લભ છે. પરંતુ આવા ક્ષેત્રોમાં સક્રિયપણે લેવાયેલા પગલાં દ્વારા હૃદયના સ્વાસ્થ્ય પરની નકારાત્મક અસરોને ટાળી શકાય છે.

નિષ્ણાતો શું કહે છે

પ્રોફેસર એલિના હાયપોનેન કહે છે, ‘જો કે વિટામિન ડીનો શ્રેષ્ઠ સ્ત્રોત સૂર્યપ્રકાશ છે, તે માછલી, ઈંડા, ફોર્ટિફાઈડ ફૂડ અને કેટલાક ડીંકમાં પણ જોવા મળે છે. પરંતુ તે ખાદ્ય પદાર્થોમાં ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં સૂર્યપ્રકાશ વધુ જરૂરી છે. અભ્યાસમાંથી બહાર આવ્યું છે કે જો વિટામિન ડીનું સ્તર સામાન્ય કરવામાં આવે તો કાર્ડિયોવેસ્ક્યુલર રોગમાં 4.4 ટકાનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: 400 વર્ષ જૂની છે કચ્છની રોગન છાપ કળાકચ્છ: બરોડાની MSUના વિદ્યાર્થીએ કચ્છ મ્યુઝિયમમાં રોગન છાપ કળાનું પ્રદર્શન યોજ્યું

તેમણે ઉમેર્યું, “આનુવંશિક અભિગમ સાથેના આ અભ્યાસે ટીમને CVD પર વિટામિન ડીના વધતા સ્તરની અસરને સમજવામાં મદદ કરી. આમાં 267,980 લોકોની માહિતી સામેલ કરવામાં આવી હતી. એવું જોવામાં આવ્યું કે વિટામિન ડીની ઉણપ ધરાવતા લોકોમાં, જેમ જેમ તેમની ઉણપ દૂર થઈ ગઈ, તેમ તેમ તેમનામાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગનું જોખમ પણ ઘટી ગયું.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પરSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles