તમારા ડાયટ ધ્યાન આપો
હેલ્થી રહેવા માટે હેલ્થી ડાયટ લેવું ખૂબ જરૂરી છે. તમારે સંતુલિત આહાર લેવો જોઇએ. સાથે જ ખોરાક સરળતાથી પચી શકે તેવો ખાવો જોઇએ. એક સાથે પેટ ભરીને ખાવાની જગ્યાએ સમયાંતરે થોડું થોડું ખાવાની આદત કેળવો. આ ઉપરાંત ખાવા માટે ટાઇમટેબલને જરૂર અનુસરો.
આ પણ વાંચો-Urine color sign: શું વારંવાર પેશાબના રંગમાં આવતો ફેરફાર છે કોઈ રોગના સંકેત, જાણો હકીકત
કઇ રીતે બનાવવો ડાયટ પ્લાન
– સવારે 7.30થી 8.30 વાગ્યાની વચ્ચે તમારો નાસ્તો કરી લો. જેમાં સિઝન ફ્રૂટ, સ્પ્રાઉટ્સ, મલાઇ વગરનું દહીં, દલિયા કે પછી ખીચડી હોય.
– બપોરનું ભોજન 12થી 1 વાગ્યાની વચ્ચે કરી લો. જેમાં લીલા શાકભાજી, ટામેટાનો સૂપ, સલાડ જમવાના અડધા કલાક પહેલા લો. લીલા શાકભાજીને બાફીને અથવા તો રાંધીને લઇ શકો છો. આ સિવાય બે રોટલીની સાથે થોડું દહીં જરૂર લો.
– સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે ભોજન કરી લો. રાત્રીના ભોજનમાં દાળ, શાક અને એક અથવા બે રોટલી ખાઇ શકો છો.
આ પણ વાંચો-Methi-Ajwain Water benefits: મેથી-અજમાનું પાણી પીવાના છે પુષ્કળ ફાયદા, જાણો તેને બનાવવાની સાચી રીત
દારૂ અને ધૂમ્રપાનથી રહો દૂર
દારૂ અને ધૂમ્રપાન તમારા સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. તેમાં પણ વધતી ઉંમરે તેના પરીણામો વધુ ભયાનક હોઇ શકે છે. આ બંનેનું વ્યસન અનેક બીમારીઓને નોતરે છે. ડાયાબિટીસ અને હાર્ટ એટેકનો ખતરો સૌથી વધુ રહે છે. તેથી દારૂ અને ધુમ્રપાનથી દૂરી બનાવવી વધુ હિતાવહ છે.
માનસિક સ્વાસ્થ્યનું રાખો ખાસ ધ્યાન
– તમારા જીવનના કિસ્સાઓને કહેવા અથવા તો લખવાની આદત પાડો.
– ગાર્ડનિંગ કરવાથી પણ તમારા મનને શાંતિ અને ખુશી મળશે.
– તમને ગમતી કોઇ વસ્તુના ક્લાસ કરો અથવા તો નવા ઇન્સ્ટ્રુમેન્ટ શીખો.
– મેન્ટલ એક્સરસાઇઝ માટે વિડીયો ગેમ્સ રમી શકો છો.
આ પણ વાંચો: શિયાળામાં શા માટે પીવી જોઈએ મસાલેદાર ચા? આ 5 કારણો જાણીને તમે પણ ચાનું સેવન કરવા લાગશો
એક્ટિવ રહો
વધતી ઉંમરે બેઠાળું જીવન પણ અનેક સમસ્યાનું કારણ બને છે. તેથી વધુને વધુ એક્ટિવ રહેવાનો પ્રયાસ કરો. તમારા કામ જાતે કરવાની ટેવ કેળવો. વોક પર જાઓ. લોકોને મળો અને ખુલ્લી જગ્યામાં બેસો. ખુરશી પર બેસીને અથવા તો પ્રાણાયમ કે યોગા જરૂર કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Diet, Health Tips, Lifestyle, Mental health, Old Age