Thursday, June 30, 2022

NetraSuraksha: જો તમે ડાયાબિટીઝના દર્દી હોવ તો જાણો, દ્રષ્ટિને થતા નુક્સાનને કેવી રીતે રોકી શકો છો


ભારત વિશ્વની ડાયાબિટીઝની રાજધાની તરીકે ઉભરવા માટે તૈયાર છે. 2021 સુધીમાં વયસ્કોની જનસંખ્યામાં ડાયાબિટીઝના આશરે 74 કરોડ કેસ છે અને ઇન્ટરનેશનલ ડાયાબિટીઝ ફેડરેશનના નિષ્ણાતોની આગાહી છે કે આ સંખ્યા 2030 માં 93 કરોડ અને 20451 માં 124 કરોડ થઈ જશે.

ડાયાબિટીઝ માત્ર થાક અને ચીડિયાપણાનું કારણ નથી. આ તમારા શરીરનું વાસ્તવિક નુકસાન પણ કરી શકે છે. ડાયાબિટીઝ, હાયપરટેન્શન અથવા બંનેનું મિશ્રણ વૈશ્વિક સ્તરે અંતિમ તબક્કાના 80% રેનલ રોગનું કારણ બને છે. ડાયાબિટીઝ અને ક્રોનિક કિડની ડિસીઝ બંને કાર્ડિયોવેસ્ક્યુલર રોગો સાથે દૃઢપણે સંકળાયેલા છે. ડાયાબિટીઝ પગ અને નીચલા હાથપગની જટિલતા, જે વૈશ્વિક સ્તરે ડાયાબિટીઝ ધરાવતા 40 થી 60 કરોડ લોકોને પ્રભાવિત કરે છે, તે ડાયાબિટીઝ2 ધરાવતા લોકોમાં રોગનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ક્રોનિક અલ્સર અને અંગવિચ્છેદનના પરિણામે જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો થાય છે અને વહેલા મૃત્યુ2નું જોખમ વધે છે. 

ડાયાબિટીઝની અન્ય જાણીતી જટિલતા ડાયાબિટીક રેટિનોપેથી છે – આંખની સ્થિતિ જે ડાયાબિટીઝ ધરાવતા લોકો માટે દ્રષ્ટિ ગુમાવવાનું સૌથી સામાન્ય કારણ હોય છે. 1980 અને 2008 ની વચ્ચે વિશ્વભરમાં કરવામાં આવેલા 35 અધ્યયનના વિશ્લેષણના આધારે, રેટિનાની છબીઓનો ઉપયોગ કરીને ડાયાબિટીઝ ધરાવતા લોકોમાં કોઈપણ ડાયાબિટીક રેટિનોપથીનો એકંદર પ્રસાર 35% હોવાનો અંદાજ છે અને 12% 2 માં દ્રષ્ટિ માટે જોખમી ડાયાબિટીક રેટિનોપેથી હાજર હોય છે. ભારતમાં, આ સમસ્યા જાગરૂકતાના અભાવ અને નિદાન ન થયેલા ડાયાબિટીઝના ઉચ્ચ પ્રસારને કારણે જટિલ છે. એવો અંદાજ છે કે 43.9 કરોડ ભારતીયોને ડાયાબિટીઝ છે, પરંતુ હજુ સુધી તેનું નિદાન2 કરવામાં આવ્યું નથી.

તો ડાયાબિટીક રેટિનોપેથી દ્રષ્ટિને કેવી રીતે પ્રભાવિત કરે છે? હાઈ બ્લડ ગ્લુકોઝ લેવલ, જ્યારે અનચેક કરવામાં આવે છે, ત્યારે નાની રક્ત વાહિનીઓમાં બ્લૉક્સ બનાવે છે જે તમારા રેટિનાને સ્વસ્થ રાખે છે. રેટીના એ આંખના પાછળના ભાગમાં એક અસ્તર હોય છે જે પ્રકાશને છબીઓમાં સંશાધિત કરે છે. રક્તવાહિનીઓમાં સોજો થઈ શકે છે, પ્રવાહી લીક થઈ શકે છે અથવા રક્તસ્ત્રાવ થઈ શકે છે, જે ઘણીવાર દ્રષ્ટિમાં પરિવર્તન અથવા અંધત્વ લાવી શકે છે. આ સ્થિતિ સામાન્ય રીતે બંને આંખોને પ્રભાવિત કરે છે. જ્યારે ઉપચાર ન કરવામાં આવે, ત્યારે ડાયાબિટીક રેટિનોપેથી તમારા રેટિનાને ડાઘ અને નુકસાન પહોંચાડી શકે છે અને દ્રષ્ટિ4 ગુમાવી શકે છે.

ડાયાબિટીક રેટિનોપેથી તમામ પ્રકારના ડાયાબિટીઝ ધરાવતા લોકોને પ્રભાવિત કરી શકે છે – પછી તે ટાઇપ I, ટાઇપ II અથવા સગર્ભાવસ્થા ડાયાબિટીઝ હોય. ટાઇપ II ડાયાબિટીઝ ધરાવતા તમામ દર્દીઓ પૈકીનું લગભગ બે તૃતીયાંશ અને ટાઇપ I ડાયાબિટીઝ ધરાવતા લગભગ તમામ દર્દીઓમાં સમયાંતરે3 ડાયાબિટીક રેટિનોપેથી થવાની અપેક્ષા હોય છે.

જ્યાં સુધી સ્થિતિ પહેલાથી જ અદ્યતન ન હોય ત્યાં સુધી તમને ડાયાબિટીક રેટિનોપેથીના કોઈ લક્ષણો દેખાતા નથી. તેથી જ નિયમિત તપાસ કરાવવી જરૂરી છે – આ એક એવી સ્થિતિ છે જેનાથી બચી શકાય છે, પરંતુ ઉલટાવી શકાતી નથી. ડાયાબિટીક રેટિનોપેથીના લક્ષણોમાં ઝાંખી દ્રષ્ટિ, રંગો જોવામાં અસમર્થતા, કાણાં કે ફ્લોટર્સ અથવા તમારી દ્રષ્ટિમાં કાળા ડાઘ સામેલ હોય છે. જો કે શરૂઆતના લક્ષણો પૈકીનું એક, વાંચન અથવા ડ્રાઇવિંગ4માં તકલીફ થાય છે. તેથી જો તમે આના પર ધ્યાન આપવાનું શરૂ કરી રહ્યાં છો, અને જો તમારા બ્લડ રિપોર્ટ્સ તમને ડાયાબિટીક અથવા પ્રી-ડાયાબિટીક રેંજમાં મૂકે છે, તો આ ટેસ્ટ કરવાનો સમય છે.

ડાયાબિટીક રેટિનોપેથી સ્ક્રીનિંગના મહત્વને સમજતા, Network 18 એ Novartis ના સહયોગથી Netra Suraksha’ – India Against Diabetes પહેલ  શરૂ કરી છે. આ પહેલનો ઉદ્દેશ ડાયાબિટીઝ અને આંખ સંબંધિત જટિલતા જેવી કે ડાયાબિટીક રેટિનોપેથી, દૃષ્ટિની શાંત ચોર વિશે જાગરૂકતા પેદા કરવાનો છે. તેનો ઉદ્દેશ્ય ભારતીય તબીબી સમુદાય, થિંક ટેન્ક અને પોલિસી નિર્માતાઓની મદદથી આમ કરવાનો છે. રાઉન્ડ ટેબલ ચર્ચાઓ અને નિયમિત જાગરૂકતા અભિયાનો ઉપરાંત, પહેલે Diabetic Retinopathy Self Check Up, પણ બનાવ્યું છે, અને તે સંખ્યાબંધ લેખો અને વિડિયો પ્રકાશિત કરશે જે ડાયાબિટીઝ ધરાવતા લોકોને (અને જેઓ પ્રી-ડાયાબિટીઝ છે) તેમના એકંદરે બહેતર રીતે આરોગ્ય, અને ખાસ કરીને, તેમની આંખોનું સંચાલન કરવામાં મદદ કરશે.

તમારી ભૂમિકા ભજવો: આજે જ તમારી અને તમારા પ્રિયજનોની ડાયાબિટીક રેટિનોપેથી માટે પરીક્ષણ કરાવો. Diabetic Retinopathy Self Check, થી શરૂઆત કરો, અને જ્યારે તમે તેમાં હોવ, ત્યારે તમારા બ્લડ ગ્લુકોઝના લેવલ અને બ્લડ પ્રેશરનું ટેસ્ટ કરવા માટે એપોઇન્ટમેન્ટ લો. જો તમારા બ્લડ ગ્લુકોઝ અને બ્લડ પ્રેશર ટેસ્ટ સ્પષ્ટ છે, તો પણ ખાતરી કરો કે તમે આંખની સંપૂર્ણ તપાસ માટે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આંખના ડૉક્ટર પાસે જાઓ.

બિન-આક્રમક પીડારહિત પરીક્ષણ એ ડાયાબિટીક રેટિનોપેથીની પ્રગતિ સામે પ્રભાવી રીતે લડવાનું પ્રથમ પગલું છે. તમારી આંખની રક્તવાહિનીઓમાં કોઈ પરિવર્તન જોવા માટે અથવા કોઈ નવો વધારો થયો છે કે નહીં તે જોવા માટે તમારા ડૉક્ટર તમારી આંખની કીકીને પહોળી કરશે. તેઓ એ પણ તપાસશે કે તમારી રેટિનામાં સોજો થઈ ગયો છે કે તે અલગ થઈ ગયું છે. આ બધામાં એક કલાક કરતાં ઓછો સમય લાગે છે.  

ભલે ને તમને ડાયાબિટીક રેટિનોપેથીનું નિદાન મળે તો પણ બધું જ સમાપ્ત નથી થઈ જતું. ડાયાબિટીક રેટિનોપેથી એ એક વ્યવસ્થાપનીય સ્થિતિ છે, અને તેને વહેલી તકે પકડી લીધા પછી, તમે તેને આગળ વધતા અટકાવવા માટે જરૂરી પગલાં લઈ શકો છો. વાસ્તવમાં, ટાઇપ II ડાયાબિટીઝને હવે ઉલટાવી શકાય તેવી બીમારી, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં5  માનવામાં આવે છે. પ્રારંભિક શોધ મારફતે, તેને હરાવવા માટે સ્વયંને બહેતર શૉટ આપો!જેમ જેમ જીવનશૈલી અને આહાર બદલાય છે તેમ, ડાયાબિટીક રેટિનોપેથી ભારતમાં આંખના સ્વાસ્થ્ય માટે વધારે ગંભીર જોખમ બની રહ્યું છે. Netra Suraksha પહેલ વિશે વધુ અપડેટ્સ માટે News18.com ને ફૉલો કરો અને તમારા પ્રિયજનોને ડાયાબિટીઝ અને ડાયાબિટીક રેટિનોપેથીથી બચાવવાના સંઘર્ષમાં સામેલ થાઓ.

  1. IDF Atlas, International Diabetes Federation, 10th edition, 2021
  2. IDF Atlas, International Diabetes Federation, 9th edition, 2019
  3. Gadkari SS, Maskati QB, Nayak BK. Prevalence of diabetic retinopathy in India: The all India ophthalmological society diabetic retinopathy eye screening study 2014. Indian journal of ophthalmology. 2016 Jan;64(1):38. 
  4. https://www.nei.nih.gov/learn-about-eye-health/eye-conditions-and-diseases/diabetic-retinopathy 10 Dec, 2021

https://www.healthline.com/health/type-2-diabetes-reversible#type-1-vs-type-2 10 Dec, 2021

Published by:Margi Pandya

First published:

Tags: Netra Suraksha, નેત્ર સુરક્ષાSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,372FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles