Sunday, July 3, 2022

Weak Immunity Symptoms: જો તમારું શરીર આ સંકેત આપે તો સમજવું ઇમ્યુનિટી થઈ રહી છે નબળી, આ Tips અપનાવો


Weak Immunity Symptoms: ઇમ્યુનિટી (Immunity) એટલે કે રોગપ્રતિકારક શક્તિ વિશે લોકો પહેલાંથી જાણે છે. તેનું મહત્વ લોકોને કોરોના કાળમાં વધુ સમજાયું છે. આ માટે જ લોકો ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે વિવિધ પ્રકારના નુસખા અજમાવે (How to boost immunity) છે. પરંતુ કેટલીક વખત એવું પણ થાય છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી પડવા લાગે છે અને તમને એ અંગે ખબર નથી હોતી કેમકે, તેના લક્ષણો સમજમાં નથી આવતા. એટલા માટે તમને તેના લક્ષણો (Weak Immunity Symptoms) વિશે જાણવું જરૂરી છે.

આજે તમને જણાવીએ કે રોગપ્રતિકારક શક્તિ કમજોર બને તો તેની ઓળખ કઈ રીતે કરવી અને ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવા માટે કઈ ટિપ્સને ફોલો કરવી જોઈએ.

બહુ જલ્દી શરદી કે ઇન્ફેકશન થવું

જો તમને વારંવાર શરદી-કફ થતા હોય અથવા વાતાવરણમાં પલટો આવવાથી શરદી થઈ જતી હોય, તો આ સંકેત હોઈ શકે છે કે તમારી ઇમ્યુન સિસ્ટમ નબળી પડવા લાગી છે. એટલું જ નહીં, જો તમને કોઈ બીમારીનો ચેપ બહુ જલ્દી લાગી જતો હોય તો પણ એ કમજોર ઇમ્યુનિટીના સંકેત હોઈ શકે છે.

થાક અનુભવવો

જો તમને વગર કારણે થાક લાગતો હોય અથવા બોડીના કોઈ પાર્ટમાં પીડા રહેતી હોય તો એ પણ ઓછી રોગપ્રતિકારક શક્તિ બતાવે છે. એવું એટલા માટે કારણકે તમારી બધી એનર્જી બીમારીઓથી લડવામાં વપરાઈ જાય છે. જેથી તમે થાક અનુભવો છો.

આ પણ વાંચો: મેથી-અજમાનું પાણી પીવાના છે પુષ્કળ ફાયદા, જાણો તેને બનાવવાની સાચી રીત

પેટ સંબંધિત બીમારી થવી

ઇમ્યુનિટી કમજોર થવાના લક્ષણોમાં પેટ સંબંધિત બીમારીઓ પણ સામેલ છે. જો તમારા પેટમાં દર્દ હોય કે ઉલટી જેવું થાય તો પણ ઇમ્યુનિટી બરાબર ન કહી શકાય. ઇમ્યુનિટી નબળી પડવા પર બેક્ટેરિયા સરળતાથી શરીર પર હુમલો કરે છે અને પેટમાં ચાલ્યા જાય છે. જેથી પેટ સંબંધિત બીમારી થાય છે.

આ પણ વાંચો: Papaya Seed Benefits: પપૈયાના બીજમાં છુપાયેલું છે ‘સ્વાસ્થ્યનું રહસ્ય’, જાણો તેના ફાયદા

ઇમ્યુનિટી આ રીતે સ્ટ્રોંગ બનાવો

ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવા માટે હેલ્ધી ડાયેટ લેવું જરૂરી છે. આ સાથે જ પર્યાપ્ત ઊંઘ અને મલ્ટીવિટામિન લેવું પણ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે મેડિટેશન અને એક્સરસાઈઝ પણ મહત્વના છે. એટલે દરરોજ એના પર ધ્યાન આપો અને સ્ટ્રેસ ન લો. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 આની પુષ્ટિ કરતું નથી. તેને અનુસરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

Published by:Nirali Dave

First published:

Tags: Health news gujarati, Healthy lifestyle, Immunity, Life Style Tips, Lifestyle News, Lifestyle જીવનશૈલી



Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles