ઉત્તરી ઝિઆનમાં લોકો સાતમા દિવસ પણ ઘરમાં પુરાયેલા છે. બીજી તરફ રાષ્ટ્રીય આરોગ્ય અધિકારીઓએ ચીન તેના સૌથી ખરાબ વાયરસના ઉછાળા સામે લડી રહ્યું હોવાથી કાર્યવાહી વધુ મજબૂત બનાવવામાં આવે તેમ ઈચ્છે છે. ફેબ્રુઆરીના વિન્ટર ઓલિમ્પિક્સમાં હજારો વિદેશી મુલાકાતીઓ ચીનના મહેમાન બનવાના છે ત્યારે આ સ્થિતિ ગંભીર નીવડી શકે છે.
2019ના અંતમાં બીજિંગ શહેરમાં વાયરસ સામે આવ્યા પછી ચુસ્ત પ્રતિબંધો અને લોકડાઉન મૂકી દેવાયા હતા. જોકે, તાજેતરમાં અધિકારીઓએ પત્રકાર પરિષદમાં સ્વીકાર્યું હતું કે, કર્મચારીઓની અછત, લોજિસ્ટિક્સ અને વિતરણમાં મુશ્કેલીઓને કારણે આવશ્યક વસ્તુઓનો પુરવઠો પૂરો પાડવામાં મુશ્કેલી પડી છે. આ મામલો ગંભીર છે. ઘણા રહેવાસીઓએ સોશિયલ મીડિયા પર ખોરાક અને અન્ય આવશ્યક વસ્તુઓ માટે મદદ માંગી રહ્યા છે. કેટલાકે કહ્યું હતું કે તેમનો ખોરાક ખૂટી રહ્યા હોવા છતાં તેમને બહાર નીકળવા દિવસમાં આવતા નથી.
આ પણ વાંચો – coronavirus in Gujarat : રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી 5 સુધીનો કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્
ઝિયાનના અધિકારી ચેન જિયાનફેંગે પત્રકારોને જણાવ્યું હતું કે સ્થાનિક સરકારે કોમ્યુનિટી વિતરણ વધારવા માટે ઉદ્યોગોને એકત્રિત કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે કર્મચારીઓની તંગીની સમસ્યામાં દૂર કરવામાં પૂરો પ્રયાસ કરી રહ્યા છીએ અને જરૂરિયાતોના પુરવઠાના વાહનો માટે પાસ જારી કરી રહ્યા છીએ
પરંતુ કેટલાક હજી પણ સમાન માટે સંઘર્ષ કરી રહ્યા છે. ટ્વિટર જેવા વેઇબો પ્લેટફોર્મ પર યુઝરે લખ્યું કે, કેવી રીતે જીવી શકીએ? આપણે શું ખાઈએ છીએ? અમે કરિયાણાની ખરીદી માટે એકવાર બહાર જઈ શકીએ છીએ પરંતુ તે કેન્સલ કરવામાં આવ્યું છે. ઓનલાઇન કરિયાણાની એપ્લિકેશનોમાં માલ નથી અથવા ડિલિવરી રેન્જની બહાર છે.
ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે શહેરમાં કડક નિયંત્રણ લાદવામાં આવ્યા હતા. લોકો ટેસ્ટ વગર બહાર નીકળી શકતા નથી. અગાઉ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ દિવસે એકવાર પુરવઠો ખરીદવા માટે બહાર જઈ શકે છે. ઝિયાનમાં અને બહાર અવરજવરના કડક નિયંત્રણો હોવાથી અધિકારીઓએ આગ્રહ કર્યો હતો કે પુરવઠો સ્થિર રાખવામાં આવે. આ શહેરમાં 9 ડિસેમ્બરથી 960થી વધુ વાયરસના કેસ સામે આવ્યા છે.
અહીં નોંધનીય છે કે, યુરોપ અને અમેરિકામાં બેફામ કેસોની તુલનામાં ચીનમાં ઉછાળો ઓછો હોવા છતાં ચીનના અધિકારીઓએ આ શહેરમાં સૌથી કડક નિયંત્રણો મૂકી દીધા છે. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે, તંત્રએ ક્વોરેન્ટાઇનથી ભાગવાનો પ્રયાસ કરવા, વ્યવસ્થામાં વિક્ષેપ પાડવા અને અફવાઓ ફેલાવવા જેવા ગુનામાં સાત લોકોની અટકાયત પણ કરી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus, Lockdown, ચીન