સુરત: કબૂતરવાલા પરિવારના પુત્રએ સુરતમાં યુવતી સાથે કર્યું ગેરવર્તન હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા છે. પીડિત યુવતી એ ABP અસ્મિતા સાથેની વાતચીતમાં પોતાની સાથે ઘટેલી ઘટનાની બરબરતા વર્ણવી હતી. સૈતાન બની યુવતી પર કુણાલ કબૂતરવાળા તૂટી પડ્યો હતો. કુણાલ કબૂતરવાળા પર લગાવ્યા ગંભીર આક્ષેપ લગાવતાં કહ્યું મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું.
સુરતમાં સર્કલ રિલેશન ઓફિસર તરીકે જોબ કરતી મણિપુરની યુવતી સાથે છેડતી કરી છે. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. કૃણાલના પિતાને ફરિયાદ કરવા બોયફ્રેન્ડ સાથે ઘરે ગઇ તો હુમલો કરાયો હતો. મોટું નામ ધરાવતી કલરટેક્ષ કંપનીના માલિક કબૂતરવાલા પરિવારના યુવકે ટપોરીઓ જેવી હરકત કરી છે. કલર ઉત્પાદન ક્ષેત્રે ખૂબ મોટુ નામ ધરાવે છે કલરટેક્ષ કંપની.
યુવતીના મિત્ર દ્વારા કૃણાલ કબૂતરવાલા સામે ફરિયાદ નોંધાવી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં છેડતી અને મારમારીની ફરિયાદ નોંધાઈ, જેના આધારે તપાસ શરૂ કરી છે. યુવતી સાથે ગેરવર્તન કરતા હરકતો વિડીયોમાં કેદ થઇ છે. કબૂતરવાલાએ યુવતીને રંજાડી હતી.
Surat : યુવતીની છેડતીને મામલે બે જૂથ વચ્ચે મારામારી, છોડાવવા ગયેલા યુવકની હત્યાથી ચકચાર
સુરત : અમરોલી કાંસાનગર વિસ્તારમાં યુવકની હત્યાને મામલે ચોંકાવનારી વિગતો સામે આવે છે. અજય રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવી હતી. અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરી ની છેડતી બાબતે ચાલતા ઝગડા છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી. અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. યુવતીને છેડતી બાબતે હત્યા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સુરતનાં અમરોલી વિસ્તારનાં કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો હતો. ગત રવિવારે રાત યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને મારામારી કરતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. આ મારામારીનો અવાજ સાંભળી મૃતક અજય રાઠોડ ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. લોહીલૂહાણ પડેલા અજયને 108ની મદદથી સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો. અમરોલી પોલીસે સમગ્ર મામલે cctv ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી હતી અને સાત આરોપીઓને પકડી પાડ્યા હતા.
ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઇશ્વર રાઠોડની માસી કોસાડ વિસ્તારમાં રહે છે. ન્યુ કાસાનગરનાર હેતો વિશાલ ઉર્ફ વિકો મોહન રાઠોડ વિનોદની માસીની દીકરીને ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે વિનોદની માસીના દીકરા સાથે વિશાલનો ઝગડો થયો હતો. જોકે, મહોલ્લાના લોકોના સમજાવવાથી સમાધાન થયું હતું. આ પછી રવિવારે રાત્રે વિશાલ અને તેની સાથે તેનો ભાઈ મુકેશ રાઠોડ, રાકેશ રાઠોડ તેના મિત્રો ચેતન,સાગર,અતુલ અને ચેતતના બે બનેવીઓ કમો તથા રાકેશ વિનોદની માસીના ઘરે આવીને માસી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં અજયનું મોત થયું હતું.