આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો(Home Remedies) વિશે જણાવી રહ્યા છીએ, જેને ફોલો કર્યા પછી તમે ટોન્સિલની સમસ્યાથી જલ્દી છૂટકારો મેળવી શક્શો. આ ઘરગથ્થુ ઇલાજ કરવા સરળ અને ફાયદાકારક પણ છે.
મીઠાના પાણીના કોગળા કરવા
ટોન્સિલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે મીઠું નાખીને કોગળા એટલે કે ગાર્ગલ (salt water gargle benefits) કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ પાણી ગરમ કરી લો. તે પછી પાણીમાં એક ચમચી મીઠું ઉમેરીને ગાર્ગલ કરો.
જો તમે દિવસમાં બે-ત્રણ વખત મીઠાના પાણીના કોગળાં કરો છો, તો તમને થોડા દિવસોમાં કાકડાના દુખાવા અને સોજામાં રાહત મળશે.
આ પણ વાંચોઃ-OMG! બકરીએ આપ્યો માનવી જેવા ચહેરાવાળા બચ્ચાને જન્મ! જાણો સમગ્ર મામલો
દૂધ અને મધનો ઉપયોગ કરો
ટોન્સિલમાં દુખાવા અને સોજાથી રાહત મેળવવા માટે તમે દૂધ અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં મધ ભેળવીને પીવો. તેનાથી તમને જલ્દી રાહત મળશે. આ સાથે દૂધ અને મધ ગળાના ચેપથી છૂટકારો મેળવવામાં પણ ઘણી મદદ કરશે.
આ પણ વાંચો: ફાટેલી એડીને મુલાયમ બનાવે છે પાઈનેપલ, ત્વચાની વિવિધ સમસ્યા માટે આ રીતે બનાવો પેસ્ટ
હળદર-મરીવાળું દૂધ પીઓ
ટોન્સિલની સમસ્યાને દૂર કરવા માટે તમે હળદર-મરીનું દૂધ પણ પી શકો છો. આ માટે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધ ઉકાળો. જ્યારે તે સહેજ ગરમ રહે ત્યારે તેમાં થોડી હળદર અને થોડી કાળા મરી નાખીને તેનું સેવન કરો. આ સાથે તમારા કાકડામાં દુખાવો અને સોજાની સમસ્યા જલ્દીથી બરાબર થઈ જશે. (Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનો સામાન્ય ધારણાઓ પર આધારિત છે. ગુજરાતી News18 તેની પુષ્ટિ કરતું નથી. આને અનુસરતા પહેલા નિષ્ણાતનો સંપર્ક કરો. )
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health news gujarati, Healthy life, Home Remedies, Life Style News, લાઇફ સ્ટાઇલ