Tuesday, May 24, 2022

New Year 2022: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આતશબાજી સાથે થયું નવા વર્ષનું સ્વાગત, જુઓ VIDEO


નવી દિલ્હી : ભારતમાં નવા વર્ષના (New Year 2022) આગમનમાં થોડાક કલાકોની વાર છે. જોકે ન્યૂઝીલેન્ડમાં (New Zealand)નવા વર્ષે દસ્તક આપી દીધી છે. નવા વર્ષના સ્વાગતમાં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં આતશબાજી (New Year 2022 fireworks)કરવામાં આવી હતી. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના (Coronavirus)વધી રહેલા કેસને રોકવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે લોકોએ પૂરા ઉત્સાહથી નવા વર્ષની ઉજવણી કરી હતી.

ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનનો સામુદાયિક સ્તર પર હજુ સધી પ્રસાર થયો નથી. દેશના અધિકારીઓએ ઘણા આતશબાજીના કાર્યક્રમ રદ કરીને કેટલા પગલાં ભર્યા છે. આખી દુનિયામાં નવા વર્ષના સ્વાગત સમયે ફક્ત લોકો જ નહીં સરકાર પણ ઘણી સતર્ક છે.

આ પણ વાંચો – New Year 2022 Resolution: આ 5 સંકલ્પો સાથે કરો નવા વર્ષની શરૂઆત, વ્યક્તિત્વ ખીલી ઉઠશે

ભારતમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ સહિત ઘણા મહત્વના શહેરોમાં નાઇટ કર્ફ્યૂ સિવાય અન્ય આદેશ જાહેર કર્યા છે. જેથી કોરોનાને ફેલાવવાથી રોકી શકાય. ઓમિક્રોનના કેસ વધવાની સાથે લોકોને રેસ્ટોરન્ટ, હોટલ, બારથી દૂર રાખવા માટે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જોકે ગોવા અને હૈદારાબાદમાં રાત્રી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો નથી.

નવા વર્ષના સ્વાગત પહેલા ઓસ્ટ્રેલિયામાં કોરોનાના 32,000 કેસ

ઓસ્ટ્રેલિયામાં વાયરસના સંક્રમણના કેસોમાં વિસ્ફોટક રીતે વધારો થયો હોવા છતા બધા કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. નવા વર્ષના સ્વાગતમાં સિડની હાર્બર બ્રિજ અને સિડની ઓપેરા હાઉસમાં આતશબાજી જોવા મળશે. સમારોહ શરૂ થવાના કેટલાક કલાકો પહેલા ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું કે સંક્રમણના 32,000 નવા કેસ સામે આવ્યા છે.

આ પણ વાંચો – ‘અમે કઈ રીતે જીવીએ, શું ખાઈએ?’ ચીનમાં લોકડાઉનમાં રહેલા શહેરના લોકો મદદ માટે કરગરવા લાગ્યા

ઘણા દેશોએ નવા વર્ષના સમારોહ રદ કર્યા

વિશ્વમાં ઘણા દેશોમાં નવા વર્ષની પૂર્વસંધ્યા પર કરવામાં આવી રહેલી ઉજવણી કોરોના સંક્રમણના કારણે સતત બીજા વર્ષે ફિક્કી પડી છે. કેટલાક દેશોમાં ઉજવણી રદ કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાએ સરકારે નવા વર્ષની ઉજવણીના સમારોહ રદ કર્યા છે. ચીનની સરકારે હુઆંગપુ નદી પર વાર્ષિક લાઇટ શો સહિત કાર્યક્રમ રદી કરી દીધા છે. બીજિંગમાં પણ સાર્વજનિક ઉજવણીની કોઇ યોજના નથી. જોકે થાઇલેન્ડમાં અધિકારીઓએ પાર્ટી કરવા અને આતશબાજીની મંજૂરી આપી છે.

Published by:Ashish Goyal

First published:

Tags: Bye Bye 2021, New Year -2022





Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,325FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles