Thursday, May 26, 2022

સાણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર કાઢી લાશને PM માટે સાણંદ સિવિલ ખસેડી


અમદાવાદઃ સાણંદના પીંપણ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. લાશ મળતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી. સાણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કેનાલમાંથી લાશ બહાર કાઢી લાશને PM માટે સાણંદ સિવિલ ખસેડાઇ છે. 

આજે સવારે કેનાલમાં તરતી લાશ જોઇને ગામલોકોએ પોલીસને જાણ કરી હતી. જેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને લાશ બહાર કાઢીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. યુવકે જીન્સ પેન્ટ અને જેકેટ પહેરેલું છે. જોકે, હજુ સુધી યુવકની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરી છે. લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી છે. 

Jamnagar : યુવતીને પિતરાઈ ભાઈ સાથે બંધાયા પ્રેમસંબંધ, ઘરેથી ભાગી ગયા ને પછી તો….

જામનગરઃ લાલપુર તાલુકાના માધુપુર ગામના પ્રેમી પંખીડાએ  ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. યુવતીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જ્યારે યુવક સારવાર હેઠળ છે. યુવક અને યુવતી પિતરાઈ ભાઈ બહેન થતા હોય લગ્ન થઈ શકે તેમ ન હોય બંને ધરેથી ભાગી જઈ ઝેરી દવા ગટગટાવી હતી.

આ અંગેની વિગતો એવી છે કે,  લાલપુર તાલુકાના માધુપુર ગામની યુવતીને તેના જ પિતરાઈ સાથે પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધ આગળ વધતાં બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે, બંને પિતરાઇ થતાં હોવાથી પરિવાર તરફથી લગ્ન માટે મંજૂરી મળી શકે તેમ ન લાગતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે, બંનેએ ઘરેથી ભાગી ગયા પછી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં યુવતીનું મોત નીપજ્યું છે. 

મહીસાગર : જીલ્લામાં તાંત્રિક વિધિ કરી યુવતી ફસાવી ગુમ કરી હોવાનો પરિવારે આક્ષેપ લગાવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, હવે યુવતીએ વીડિયો વાયરલ કરીને આ મુદ્દે મોટો ધડાકો કર્યો છે.  યુવતીએ ભુવા સાથે  કોર્ટ મેરેજ કર્યાની હકીકત આવી સામે આવી છે. કોર્ટ મેરેજ સર્ટી સાથે યુવતીએ વિડીયો કલીપ વાયરલ કરી અપ્યો ખુલાસો આવ્યો છે. ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાના પરિજનો દ્વારા લગાવવામાં આવેલ આરોપને યુવતીએ નકાર્યા છે. 

લુણાવાડાના કોલવણ ગામની ગુમ થતાં પરિવારે ભૂવા પર આક્ષેપો લગાવ્યા હતા. ગરિયા ગામે રહેતા ધર્મેન્દ્ર પટેલ નામના ભુવા દ્વારા યુવતી ગુમ કર્યા હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો હતો. યુવતીના ઘરે તાંત્રિક વિધિ બાદ 19 વર્ષની યુવતીને ગુમ કર્યાનો આરોપ લગાવ્યો હતો. ભુવાજી દ્વારા છેલ્લા 2 વર્ષ  આસપાસ ગામમાં તાંત્રિક વિધિના બહાને લોકોને ભેગા કર્યા હતા. પરિવાર દ્વારા ભુવાજી સામે લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. 

Surat : યુવતીની છેડતીને મામલે બે જૂથ વચ્ચે મારામારી, છોડાવવા ગયેલા યુવકની હત્યાથી ચકચાર

સુરત : અમરોલી કાંસાનગર વિસ્તારમાં યુવકની હત્યાને મામલે ચોંકાવનારી વિગતો સામે આવે છે. અજય રાઠોડ નામના યુવક ની હત્યા કરવામાં આવી હતી. અમરોલી પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે. તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. છોકરી ની છેડતી બાબતે ચાલતા ઝગડા છોડવવા પડેલા યુવકની જ હત્યા કરી નાંખી હતી. અમરોલી પોલીસ ગણતરીના દિવસોમાં હત્યારાઓને ઝડપી પાડવામા આવ્યા છે. યુવતીને છેડતી બાબતે હત્યા  કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. 

આ અંગેની વિગતો એવી છે કે,  સુરતનાં અમરોલી વિસ્તારનાં કાસા નગરમાં બે જૂથ વચ્ચેના આંતરિક ઝઘડામાં એક નિર્દોષનો ભોગ લેવાયો હતો. ગત રવિવારે રાત યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન બાદ ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસીને મારામારી કરતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા થઇ હતી. આ મારામારીનો અવાજ સાંભળી મૃતક અજય રાઠોડ ઘર બહાર નીકળતા એની ઉપર હુમલો થયો હતો. લોહીલૂહાણ પડેલા અજયને 108ની મદદથી સ્મીમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો. અમરોલી પોલીસે સમગ્ર મામલે cctv ફૂટેજના આધારે  આગળની તપાસ હાથ ધરી હતી અને સાત આરોપીઓને પકડી પાડ્યા હતા. 

ન્યુ કાસાનગર ખાતે રહેતા વિનોદ ઇશ્વર રાઠોડની માસી કોસાડ વિસ્તારમાં રહે છે. ન્યુ કાસાનગરનાર હેતો વિશાલ ઉર્ફ વિકો મોહન રાઠોડ વિનોદની માસીની દીકરીને ફોન પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ મુદ્દે વિનોદની માસીના દીકરા સાથે વિશાલનો ઝગડો થયો હતો. જોકે, મહોલ્લાના લોકોના સમજાવવાથી સમાધાન થયું હતું. આ પછી રવિવારે રાત્રે વિશાલ અને તેની સાથે તેનો ભાઈ મુકેશ રાઠોડ, રાકેશ રાઠોડ તેના મિત્રો ચેતન,સાગર,અતુલ અને ચેતતના બે બનેવીઓ કમો તથા રાકેશ વિનોદની માસીના ઘરે આવીને માસી સાથે ઝગડો કરવા લાગ્યા હતા. આ ઝઘડામાં અજયનું મોત થયું હતું. Source link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,331FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles