1. રાત્રે આ રૂટિન ફોલો કરો
રાત્રે સૂતાં પહેલા સારી ક્વોલિટીનું લિપબામ (Lip care routine) લગાવી લો. જો તમારી પાસે લિપ બામ ન હોય તો ઘી (Ghee for lips) પણ લગાવી શકો છો. સવારે ઉઠ્યા બાદ કોઈ ભીના કપડાથી અથવા નરમ બ્રશથી હોઠ પર જમા થયેલા ડેડ સેલ્સ હટાવી નાખો. આનાથી હોઠમાં બ્લડ સરક્યુલેશન વધશે. હોઠ પહેલા કરતાં નરમ અને ભરેલા જોવા મળશે.
2. હોઠ પર સ્ક્રબ લગાવો
ઘરમાં જ નેચરલ સ્ક્રબ બનાવી લો અને તેનો ઉપયોગ કરો. સ્ક્રબ (Homemade scrub) બનાવવા માટે ખાંડ, બદામનું તેલ અને મધથી સ્ક્રબ તૈયાર કરી લો અને હળવા હાથે હોઠ પર મસાજ કરો.
આ પણ વાંચો: ચહેરા પર દેખાઇ રહી છે કરચલીઓ? તો કરો આ Facial Exercise
3. ખૂબ પાણી પીઓ
તમારી ત્વચા અને હોઠ જો સુકાઈ ગયા હોય તો એનો અર્થ એ છે કે તમે પૂરતી માત્રામાં પાણી નથી પી રહ્યા. દિવસમાં ઓછામાં ઓછા આઠ ગ્લાસ પાણી પીઓ. તેનાથી તમારું શરીર હાઈડ્રેટ રહેશે અને તમારા લિપ્સ પણ ભર્યા ભર્યા લાગશે.
4. એક્સપાયરી ડેટ
જો તમે કોઈ લિપ બામ યુઝ કરો છો તો આ ચેક કરી લેવું જોઈએ કે ક્યાંક તમે એક્સપાયરી ડેટવાળું લિપ બામ તો નથી યુઝ કરી રહ્યા ને. એક્સપાયરી લિપ બામને લીધે પણ હોઠ કાળા પડી શકે છે. લિપ બામ (Lip Balm tips) હંમેશા શિયા બટર, કોકો બટર અથવા કોકોનટ બટરવાળું ખરીદો.
આ પણ વાંચો: ઠંડીથી રક્ષણ આપતી ટોપી પર શા માટે હોય છે Pom Pom? માત્ર ફેશનથી જ નથી સંબંધ
5. વિટામિન ઈ
જો તમારી પાસે વિટામિન ઈની ગોળીઓ હોય તો તેનો ઉપયોગ પણ કરી શકાય છે. વિટામિન ઈની ગોળીને તોડીને તેનું લિક્વિડ હોઠ પર લગાડો. તમારા હોઠ ગુલાબી થવા લાગશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Beauty care, Beauty Tips, Life Style News, Skin care, લાઇફ સ્ટાઇલ