મેન્ટલ હેલ્થ વિશે નિષ્ણાતોનું કહેવુ છે કે, આ વર્ષે માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. આ સાથે જ આવનારા મહિનાઓ માટે પોતાને રિચાર્જ કરવા અને રાખવા માટે સેલ્ફ-હીલિંગ અને માઇન્ડફુલનેસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
પોતાના માટે હાર્ડ ના બનો
આપણામાંના ઘણા લોકો માટે લાંબા સમય સુધી પ્રેરિત અને ખુશ રહેવું મુશ્કેલ હોઈ છે. મીરા રોડના વોકહાર્ટ હોસ્પિટલ્સના મનોચિકિત્સક ડો. સોનલ આનંદ કહે છે કે, લોકો માટે ટૂંકા ગાળાના ધ્યેય શ્રેષ્ઠ કામ કરે છે અને તે એકદમ નવા હોવા જરૂરી નથી. તમે ગયા વર્ષે પૂરુ કરી શક્યા નહોતા પરંતુ કંઈક વાસ્તવિક છે હોય તેવો ગોલ પણ હોય શકે છે.
તમારી લાગણીઓને દર્શાવો
નવા વર્ષ 2022 માટે તમારા માનસિક સ્વાસ્થ્ય (Mental Helth)ને સુધારવાની બીજી રીત એ છે કે, તમારા જીવનમાં લોકો પ્રત્યે તમે તમારી લાગણીઓને દર્શાવો. તમારી લાગણીઓ, ચિંતા અથવા આશાઓ લોકો સમક્ષ રજુ કરવી એ તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારવાનો શ્રેષ્ઠ માર્ગ છે. આ કાર્ય તમને તમારા કઠિન કે મુશ્કેલ સમયનો સામનો કરવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે તમારા મનની વાત કોઈને વ્યક્ત કરો છો, ત્યારે તમે રિલેક્સ ફિલ કરો છો, દુનિયામાં એવા ઘણા લોકો છે, જે પોતાની વાત બીજા સમક્ષ રજુ નથી કરી શકતા, મનમાં જ બધુ દબાવી રાખે છે, આ વસ્તુને નવા વર્ષમાં ટાળો.
આ પણ વાંચો – New Year Skin Care Resolution: નવા વર્ષે લો આ 8 સ્કિન કેર રેઝોલ્યુશન, લાંબો સમય રહેશો યુવાન
ડૉ. આનંદ કહે છે કે, આ વર્ષે વ્યક્તિએ સ્વ-ઉપચારને પ્રાથમિકતા આપવી જોઈએ અને વધુ સારા માનસિક સ્વાસ્થ્ય માટે સ્થિતિસ્થાપકતા વિકસાવવી જોઈએ.
પોતાની જાતને માફ કરતા શીખો
માઇન્ડફુલનેસ એવી વસ્તુ છે જેના પર આપણે આ વર્ષે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ડૉ આનંદ કહે છે કે, આ વર્ષનું નવુ સુત્ર પોતાને માફ કરતા શીખો, કારણ કે, આ કોરોના કાળમાં ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં નથી હોતી અને આપણે દરેક વસ્તુ માટે જવાબદાર હોઈએ એ પણ જરુરી નથી, કોઇ ભુલ થાય કે શરીરમાં બીમારી આવે તેનો દોષ પોતાના પર ના ઠાલવો. બસ ઇગ્નોર કરીને પોતાને માફ કરો અને હેલ્થનુ ધ્યાન રાખો.
સ્વ-સંભાળ (Self care) પર ધ્યાન કેન્દ્રિત કરો
નવા વર્ષમાં સેલ્ફ કેયર એક્ટીવિટીઝ કરો. તમને ખુશી મળે તેવી એક્ટિવિટિને પોતાના રોજીંદા જીવનમાં એડ કરો અને ડાન્સિંગ, સિંગિગ, વાંચવુ, લેખન, ફોટોગ્રાફી જેવી તમને ગમતી વસ્તુઓમાં સમય વિતાવો. આ સાથે સાથે એક્સરસાઇઝ પણ એટલી જ જરુરી છે. ડૉ આનંદનું કહેવુ છે કે, પોતાની સંભાળ લો, તમે જેવો સમય પોતાના માટે વિચારો છો તેવો જ સમય તમને મળે છે, જેથી સમયને બદલો અને પોતાના વિશે વિચારો.
બેઠાડુ જીવન ટાળો
નિષ્ણાતોના મતે સક્રિય જીવનશૈલી જાળવી રાખવી જરૂરી છે. બેઠાડુ જીવન આરોગ્ય માટે સારુ નથી. ખાસ કરીને મનોચિકિત્સકો માને છે કે, બાળકોએ ખાસ કરીને તેમના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવુ જોઇએ. ઇન્ડોર ગેમ્સ, કસરત વગેરે પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
આ તમારી માનસિક સુખાકારીને વધુ સારી એક સરસ રીત છે. COVID-19ની અસર પણ આવતા વર્ષે ચાલુ જ રહેશે પણ પોતાને આ વાઇરસથી દુર રાખો. બને એટલી તકેદારી રાખો. તમારે નકારાત્મક અને હકારાત્મક લાગણીઓ વચ્ચે સંતુલન જાળવવું જોઈએ. કોરોનાના આંકડા જોઇને ડરી ન જવુ, બને તો કોરોના વિશેના સમાચાર પણ જોવાના વાંચવાના ઓછા કરી દેવા જોઇએ.
સોશિયલ મીડિયા અને સાઇટ્સનો ઉપયોગ ઓછો કરો
સોશિયલ મીડિયાએ વિશ્વને જોડ્યું છે. તે મિત્રો અને કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેવાની સરસ રીત બની શકે છે. પણ આ સાથે સોશિયલ મીડિયામના કારણે માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થવાની સંભાવના છે. સોશિયલ મીડિયા સાઇટ્સનો વધુ વપરાશ કરવાથી તમારા તણાવના સ્તરમાં વધારો થઇ શકે છે અને તમારો મુડ અને સ્વભાવ પણ ચિડિયો બની શકે છે. જેથી બને તેટલો સોશિયલ મીડિયા અને સાઇટ્સનો ઉપયોગ ઓછો કરો અને પોતાના બાળકોને પણ આ બાબતોથી દુર રાખો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Happy new year, Mental health, લાઇફ સ્ટાઇલ