જો આ ભૂલો કરવાથી આપણે બચીએ અને ચહેરાને સાફ કરતા પહેલા કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખીએ તો ચહેરાની ત્વચાને અનેક પ્રકારના નુકસાનથી બચાવી શકાય છે. અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરવાથી ચહેરાની સ્કિનને ફાયદો થશે અને જડમૂળથી સમસ્યા દૂર થશે.
ચહેરો સાફ (mistakes while washing face) કરતી વખતે આ ભૂલો ન કરો-
1. એક જ ટુવાલથી બોડી અને ફેસ સાફ કરવો
મોટાભાગના લોકો માટે આ સામાન્ય વાત છે. પરંતુ જણાવી દઈએ કે જો તમે બોડી અને ફેસને એક જ ટુવાલથી સાફ કરો છો તો એ તમારી સ્કિન માટે યોગ્ય નથી. તેનાથી ટુવાલમાં રહેલા બેક્ટેરિયા તમારા ચહેરા સુધી આવી જાય છે અને તેથી સ્કિન સ્પોટ કે પિમ્પલ થઈ શકે છે.
2. બહુ ગરમ પાણીથી ફેસ ધોવો
શિયાળામાં ગરમ પાણીથી નહાવું સારું લાગે છે પણ ગરમ પાણીથી ફેસ વોશ કરવાથી ચહેરાની ચમક ખોવાઈ શકે છે અને તેનાથી કરચલીઓ પડી શકે છે. ફેસને નવશેકા પાણીથી જ ધોવો જોઈએ અને તરત ક્રીમ લગાવવી જોઈએ.
આ પણ વાંચો: થોડા જ દિવસોમાં કાળા હોઠ બનશે ગુલાબી અને મુલાયમ, આ 5 ટિપ્સ અપનાવી જુઓ
3. બહુ ઠંડા પાણીથી ચહેરો ધોવો
જો તમે બહુ ઠંડા પાણીથી ચહેરો ધોવો છો તો સ્કિન પોર્સની સફાઈ નથી થતી અને ચહેરા પર ગંદકી જમા થવા લાગે છે. જે બાદમાં એકને અને પિમ્પલ્સનું કારણ બની શકે છે.
4. મેકઅપ સાથે ચહેરો ધોવો
જ્યારે પણ ચહેરો સાફ કરવો હોય તો યાદ રાખો કે મેકઅપ ક્લીનરથી ક્લીન કર્યા બાદ જ ફેસ વોશ કરો. જો તમે મેકઅપ કાઢ્યા વગર ચહેરો સાફ કરો છો તો મેકઅપ પ્રોડક્ટ સારી રીતે નહીં નીકળે અને તેમાં રહેલા કેમિકલ્સ સ્કિનને નુકસાન કરશે.
આ પણ વાંચો: New Year Skin Care Resolution: નવા વર્ષે લો આ 8 સ્કિન કેર રેઝોલ્યુશન, લાંબો સમય રહેશો યુવાન
5. સ્કિન ટાઈપ મુજબ ફેસવોશની પસંદગી
કેટલાક લોકો જાહેરાત જોઈને કે સુગંધ પસંદ આવવાથી ફેસ વોશ ખરીદી લે છે અને ચહેરા પર પ્રયોગ કરવા લાગે છે પરંતુ તમને જણાવી દઈએ કે આમ કરવાથી સ્કિનને વધુ નુકસાન થાય છે. એટલે હંમેશા સ્કિન ટાઈપ મુજબ જ ફેસ વોશ પસંદ કરવું. જો બેસન, દહીં, નારિયેળ તેલ વગેરે નેચરલ વસ્તુથી ચહેરો સાફ કરશો તો ફેસને વધુ ફાયદો થશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Face, Life Style News, Life Style Tips, Skin care, લાઇફસ્ટાઇલ સમાચાર