મીઠું- શરીર માટે મીઠું (Salt ) જરૂરી છે, પણ જો તેનું વધુ પડતું સેવન કરવામાં આવે તો કિડનીની કાર્યક્ષમતા પર અસર પડે છે. તેથી મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં કરો.
રેડ મીટ (Red Meat)- રેડ મીટનું વધુ પડતું સેવન મેટાબોલિઝમને અસર કરે છે. જેથી તમારે મર્યાદિત માત્રામાં જ રેડ મીટનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં લાલ માંસનું વધુ પડતું સેવન કરવાથી કિડનીમાં પથરી (Stone)નું જોખમ વધી જાય છે.
આર્ટિફિશિયલ સ્વીટનર મીઠાઇ,- કોલ્ડ ડ્રીંક્સ કોને પીવી ના ગમે? પણ જો તમને આની આદત છે અથવા વધુ જ પ્રમાણમાં મીઠાઈઓ, કૂકીઝ અને ઠંડા પીણા પીવો છો તો તમારે સાવધાન થવાની જરુર છે. આ બધી ખાણી પીણીની વસ્તુઓમાં આર્ટિફિશિયલ સ્વીટનરનો ઉપયોગ મોટી માત્રામાં થતો હોય છે. જેની કિડની પર ખરાબ અસર પડે છે.
આલ્કોહોલ- આલ્કોહોલ લીવર ફંક્શન પર જ નહી પરંતુ કિડની પર પણ ખરાબ અસર કરે છે. આ વાતની ખબર હોવા છતાં ઘણાં લોકો શોખ અને દેખાદેખીમાં આલ્કોહોલનું સેવન કરતાં હોય છે. જીવન જીવવા માટે આ નશામાંથી તમારે બહાર નીકળવાની જરુર છે.
કૉફી(Coffey)- સવારે ઉઠતાંની સાથે લોકોને ચા, કોફી જોઇતી જ હોય છે, નહી તો એમનો દિવસ બનતો નથી, પણ જો તમે ઓફિસમાં કામ કરો છો, બિઝનેસ કરો છો અને થોડા થોડા ટાઇમે કોફી પીવાની આદત હોય તો કૉફી પીવી પણ તમારી કિડની માટે ફાયદાકારક નથી. કૉફીમાં કૈફીન નામનું તત્વ હોય છે, જે તમારી કિડનીને સીધી અસર કરે છે. જેના કારણે સ્ટોનની તકલીફ પણ ઊભી થઇ શકે છે.
એક્સપર્ટનું કહેવુ છે કે, વધુ પાણી પીવાથી કીડનીની સમસ્યામાં રાહત રહે છે, જો તમને કિડની અને પથરીની સમસ્યા હોય તો તમારે ગરમ પાણીનું સેવન કરવુ જોઇએ. આખા દિવસમાં 3 થી 4 લિટર પાણીનું સેવન કરવાથી સ્ટોનની સમસ્યામાં ફાયદો થાય છે. થાક લાગવો, પાચન સંબંધી સમયસ્યાઓ તેમજ પેટમાં દુ:ખાવો અને કબજિયાતની ફરિયાદ પણ પથરીનાં દર્દીને રહેતી હોય છે, જેથી ગરમ પાણી નિયમિત પીવાથી આ બધી સમસ્યામાં રાહત મળશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Body, Health Tips, Kidney Issue, Life style