Crime News: ગાઝિયાબાદની એક બેંકમાં અધિકારીના પદ પર કામ કરતી મહિલાએ તેના સસરા પર અશ્લીલ વીડિયો મોકલવાનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મહિલાએ જણાવ્યું કે, તેના લગ્ન મેટ્રોમોનિયલ સાઇટ્સ દ્વારા થયા છે. લગ્નના થોડા સમય બાદ જ સસરા તેના પર ખરાબ નજર કરતા હતા. સસરાએ અનેક વખત તેને જબરદસ્તીથી ભેટવાની કોશિશ કરી હતી. શરૂઆતમાં તેણે આ બધુ સહન કર્યુ હતુ પરંતુ સસરાની હરકતો અસહ્ય બની જતાં તેમે પોલીસ ફરિયાદ કરી હતી.

મહિલાએ પતિ-સાસુને વાત કરતાં શું થયું ?

સસરાની હરકતોને લઈ મહિલાએ તેની સાસુ અને પતિને જાણ કરી હોવા છતાં બંનેએ તેના પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. સાસુની સાથે પતિએ પણ તેને ચુપ રહેવાની સલાહ આપી હતી. જ્યારે તે પિયર આવી ત્યારે સસરાએ તેના મોબાઇલ પર અશ્લીલ મેસેજ મોકલ્યા હતા. જ્યારે તેણે મેસેજના કોઇ જવાબ ન આપ્યા ત્યારે આરોપી સસરાએ અશ્લીલ વીડિયો મોકલવાના શરૂ કર્યા હતા.

પોલીસ ફરિયાદ બાદ શું મળી રહી છે મહિલાને ધમકી

સસરાની આ હરકતોથી તંગ આવી ગયેલી મહિલાએ પિયરિયાને હકીકત જણાવી હતી. જે બાદ પિયરિયાની મદદથી મહિલાએ આરોપી સસરા સામે ફરિયાદ કરી હતી. મહિલાનો આરોપ છે કે ફરિયાદ બાદથી પતિ અને સાસુ તેને સમાધાન કરી લેવા દબાણ કરી રહ્યા છે અને જો તેમ નહીં કરે તો જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે. પોલીસ અધિકારીના કહેવા મુજબ, મામલામાં કાઉન્સેલિંગ માટે બંને પક્ષોને બોલાવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ લાલ કિલ્લા પરથી સંબોધન વખતે દર વખતે બદલાય છે પીએમ મોદીની પાઘડી, જાણો શું છે ખાસિયત

ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો ચોંકાવનારો રેકોર્ડ, છેલ્લા 100 વર્ષમાં આમ કરનારો બન્યો બીજો બેટ્સમેન

Aadhaar Card: લગ્ન બાદ આધાર કાર્ડમાં કેવી રીતે બદલાવશો સરનેમ ? આ રહી પૂરી પ્રોસેસ

Sarkari Naukri: સરકારી નોકરી મેળવવાનો સોનેરી મોકો, 8મું પાસ પણ કરી શકે છે અરજી

Source link