મહામારી (Pandemic)ની શરૂઆત બાદથી જ અમેરિકાના હેલ્થ પ્રમુખે પણ કહ્યું હતું કે આ લક્ષણોને તત્કાળ મેડિકલ અટેન્શનની જરૂર છે. જોકે, ઓમિક્રોનના કેસમાં આ પ્રકારના લક્ષણોને સૂચિત કરવામાં આવ્યા છે.
ઘણી રીતે રંગ બદલે છે
સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને કોવિડ માટે 11 લક્ષણો જણાવ્યા છે જેમાં માથાનો દુખાવો, ગળામાં ખરાશ અને બેચેનીનો સમાવેશ થાય છે. બીજી તરફ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા (NHS) હજુ પણ ત્રણ લક્ષણોને જ ચેતવણીના સંકેત માની રહી છે. આ સંકેત છે તાવ, સતત રહેતી ઉધરસ અને સ્વાદ તથા ગંધની પરખ ન થવી. એનએચએસ હોઠ, સ્કિન અને નખના રંગમાં ફેરફારને પણ વોર્નિંગ સાઈન નથી માનતી. જ્યારે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બાળકના હોઠ, સ્કિન અને નખનો રંગ ભૂરો, ડસ્ટી, બ્લૂ કે ગ્રે થાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
આ પણ વાંચો: Weak Immunity Symptoms: જો તમારું શરીર આ સંકેત આપે તો સમજવું ઇમ્યુનિટી થઈ રહી છે નબળી
નખનો રંગ બદલવો એ આયર્નની ઉણપનો પણ સંકેત
કિંગ્સ કોલેજ ઓફ લંડનના શોધકર્તાઓએ પોતાના વિશ્લેષ્ણના આધારે નિષ્કર્ષ આપ્યો છે કે વેક્સિન લેનારા લોકોમાં સામાન્યતઃ હળવા લક્ષણ (mild symptoms) જ જોવા મળે છે. આ લક્ષણો છે- છીંક, માથાનો દુખાવો, નાક વહેવું, સ્વાદ કે ગંધ ચાલી જવી, શરદી, તાવ અને ગળામાં ખરાશ. બીજી તરફ નખનો કલર ગ્રે થઈ જાય તો તે આયર્નની ઉણપનો ખતરનાક સંકેત પણ છે. જો કોઈના નખનો કલર ગ્રે થઈ ગયો છે તો તેનો મતલબ છે કે એ વ્યક્તિના શરીરના મુખ્ય અંગોમાં ઓક્સિજન (Oxygen)ની ઉણપ થઈ ગઈ છે. ગ્રે સ્કિન અને લીપ્સનો મતલબ છે કે શરીરમાં રક્ત પરિભ્રમણ (Blood Circulation) યોગ્ય નથી અને ઓક્સિજનનો સપ્લાય પણ બરાબર નથી. તેમાં અસ્થમા, ન્યુમોનિયા અને હાર્ટ ડિસીઝનું જોખમ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus, COVID-19, Health news gujarati, Symptoms