Monday, July 4, 2022

Covid- 19 Booster Dose: જો રસીના 2 ડોઝ લઈ ચૂક્યા છો, તો હવે તમારે Covaxin કે Covishield શું લેવું પડશે? જાણો શું કહે છે નિષ્ણાતો


નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) સામે લડવા માટે, રસીનો ત્રીજો ડોઝ (Covid-19 Vaccine Third Dose) 10 જાન્યુઆરીથી આપવામાં આવશે. તાજેતરમાં પીએમ મોદી (PM Modi) એ તેને સાવચેતી ડોઝ (Precaution Dose) નામ આપ્યું છે. અન્ય દેશોમાં તેને બૂસ્ટર ડોઝ (Booster Dose) તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં, આ ત્રીજો ડોઝ હાલમાં માત્ર ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના ગંભીર રોગોથી પીડિત વૃદ્ધોને આપવામાં આવશે. જો કે, ત્રીજો ડોઝ વૃદ્ધો માટે વૈકલ્પિક છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું બૂસ્ટર ડોઝ કે પ્રિકોશન ડોઝ અલગ રસી હશે? તમને જણાવી દઈએ કે અમેરિકા, યુરોપ સહિત વિશ્વના તમામ દેશોનું ધ્યાન નવા વર્ષમાં માત્ર બૂસ્ટર ડોઝ પર છે. મોટાભાગના દેશોમાં, લોકોને પ્રથમ બે ડોઝથી અલગ રસી આપવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાની આ રસી ક્યારે લોકોને આપવી જોઈએ, કોને પહેલા મળવી જોઈએ અને કઈ રસી આપવી જોઈએ તે અંગે નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે. ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ભારત સરકારે હવે સાવચેતીના ભાગરૂપે બીજી રસી આપવાની યોજના તૈયાર કરી છે.

આ પણ વાંચો: Gujarat Corona Update:રાજ્યમાં coronaની ત્રીજી લહેર! આજે 1259 કેસ, અમદાવાદમાં 631

નિષ્ણાતોના મતે ભારતમાં બૂસ્ટર ડોઝ અથવા સાવચેતીનો ડોઝ અલગ રસીનો હશે. ઉદાહરણ તરીકે, જો તમે કોવેક્સિનના પ્રથમ બે ડોઝ લગાવ્યા હોય, તો કોવિશિલ્ડનો ત્રીજો ડોઝ લગાવવો પડશે. તેવી જ રીતે, જો તમે કોવિશિલ્ડના પ્રથમ બે ડોઝ લગાવ્યા હોય, તો ત્રીજો ડોઝ કોવેક્સીનનો હોવો જોઈએ.

શું કહે છે નિષ્ણાતો?

કેટલાક નિષ્ણાતો માને છે કે જે વ્યક્તિને રસીના પહેલા બે ડોઝ આપવામાં આવ્યા છે, તે જ રસીનો ત્રીજો ડોઝ પણ આપવો જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોનાના ત્રીજા ડોઝને લઈને વ્યાપક ચર્ચા થઈ છે. ખાસ કરીને ફ્રન્ટલાઈન કામદારો અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ રસીનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું છે કે કેન્દ્ર સરકાર 10 જાન્યુઆરી પહેલા આ અંગે સ્પષ્ટ ભલામણો જારી કરશે.

આ પણ વાંચો: Gujarat Corona Update:રાજ્યમાં coronaની ત્રીજી લહેર! આજે 1259 કેસ, અમદાવાદમાં 631

બૂસ્ટર ડોઝમાં કયો દેશ આગળ

તે જ સમયે, કેટલાક નિષ્ણાતો માને છે કે બૂસ્ટર ડોઝ આપવામાં આપણે અમેરિકાને અનુસરવું જોઈએ નહીં. આપણે ત્રીજા ડોઝને બદલે રસીકરણના બીજા ડોઝ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. બૂસ્ટર ડોઝ આપણા સામૂહિક રસીકરણ કાર્યક્રમને વિક્ષેપિત કરી શકે છે, જેને આપણે સહન કરી શકતા નથી.

મિક્સ વેક્સિન આપવી જોઈએ કે પ્રથમ રસી જ અપાવવી જોઈએ?

જો કે, કોરોનાનો ત્રીજો ડોઝ બીજો ડોઝ આપવાની તારીખથી 9 મહિના પૂરા થયા પછી જ આપવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આગામી એક કે બે દિવસમાં લોકોને મિશ્ર રસી આપવી જોઈએ કે પ્રથમ વાળી રસી આપવી જોઈએ. આ અંગે નિર્ણય લેવા જઈ રહ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ‘અન્ય દેશોમાં રસીના મિશ્રણના સારા પરિણામો આવી રહ્યા છે. જો કોઈને એ જ રસીની વધારાની માત્રા આપવામાં આવે છે, તો તેના પરિણામો એટલા સારા નથી. જો અન્ય દેશોમાં મિશ્રણના સારા પરિણામો મળે તો ભારતમાં પણ તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ, કારણ કે અમારી પાસે પહેલેથી જ બે-ત્રણ પ્રકારની રસી છે અને તેના પરિણામો પણ સારા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Fact Check: શું ખરેખર ઇંડુ ફોડતા તવા પર પડ્યું મરઘીનું બચ્ચુ?, જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે, ભારતમાં ત્રીજા ડોઝનો આ નિર્ણય કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંબંધિત કોવિડના વધતા જતા કેસ વચ્ચે આવ્યો છે. વિશ્વના અન્ય દેશોએ પણ વધતા ચેપને રોકવાના પ્રયાસમાં તમામ પુખ્ત વયના લોકો માટે કોવિડ બૂસ્ટર ડોઝ શરૂ કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં કહ્યું હતું કે બૂસ્ટર ડોઝ અંગેનો નિર્ણય નિષ્ણાતોની ભલામણના આધારે જ લેવામાં આવશે.

Published by:Riya Upadhay

First published:

Tags: Booster Dose બુસ્ટર ડોઝ, COVAXIN, Covishield, Lifestyle, Omicron variantSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,376FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles