નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર થવા પર સેલ્સ વ્યક્તિને શરીરમાં લોહીને બનવા નથી દેતા. જેવા કારણે શરીરમાં લોહીની કમી આવે છે. બ્લડ કેન્સરના બીજા પણ ઘણા લક્ષણો હોય છે જેને નજર અંદાજ કરવા ભારે પડી શકે છે.
પ્રકાર પર આધાર રાખે છે તેની સારવાર – બ્લડ કેન્સ ઘણા પ્રકારના હોય છે. કેન્સરની સારવાર હંમેશાથી તેના પ્રકાર પર નિર્ભર કરે છે. કેન્સરની સારવારમાં કીમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, રેડિએશન થેરેપી, બાયોલોજીકલ થેરેપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ થેરાપી આપવામાં આવે છે. જણાવી દઈએ કે જો તમને બ્લડ કેન્સર છે તો લોહીની એક સામાન્ય કપાસથી તેની જાણકારી મળી જાય છે. આમ તો આ કેન્સની તપાસ માટે જનરલ બ્લડ પિક્ચરની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં બ્લડ કેન્સની જાણકારી મળવા પર તેની સારવાર સંભવ છે.
આ છે બ્લડ કેન્સના પ્રકાર – નિષ્ણાંતો અનુસાર બ્લડ કેન્સર ત્રણ પ્રકારના હોય છે. તેમાં લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટીપલ માયલોમાનો સમાવેશ થાય છે. બ્લડ કેન્સર બાળકોથી લઈને મોટામાં પણ થઈ શકે છે. ખાસ કરીને આ બીમારી 30 વર્ષ બાદ વધુ થવાની સંભાવના હોય છે.
આ ઉપરાંત હાડકા અને સાંધામાં સતત દુખાવો થવો, મોઢુ, નાક અથવા શૌચ ક્રિયા વખતે લોહીનું નિકળવું, તાવ આવવો, રાત્રે પરસેવો આવવો અને ચક્કર આવવા, વારંવાર સંક્રમણ અને શરીરના વજનમાં ઘટાડો થાય તો આ લક્ષણ હાર્ટની બીમારી નહીં પરંતુ બ્લડ કેન્સરના સંકેત હોઈ શકે છે. જો આવા લક્ષણ તમને જણાય તો તરત ચેક કરાવો.
આ ઉપરાંત ધ્યાન રાખો કે જો બ્લડ કેન્સરને શરૂમાં દર્દીના મોઢા, ગળા, ચામડી અને ફેફસામાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. બ્લડ કેન્સર જો દર્દીના શરીરમાં ઘર કરી રહ્યું છે તો મોટાભાગે તાવ રહેવાનું શરૂ થઈ શકે છે અને વારંવાર તે મુશ્કેલી થઈ શકે છે. આ ઉપરાંત હાડકાઓ, મસલ્સમાં પેઈન અનુભવાય છે બ્લડ કેન્સરનું પણ આ એક શરૂઆતી લક્ષણ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Blood cancer, Health Symptom, Health Tips