મંત્રાલયે કહ્યું છે કે સંક્રમિત વ્યક્તિએ પોતાની અંગત વસ્તુઓ અન્ય કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. કહેવામાં આવ્યું છે કે બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન અને ટેમ્પરેચર નિયમિતપણે તપાસવું જોઈએ. જો તે ઘટી જાય તો હોસ્પિટલને જાણ કરવી જોઈએ. મંત્રાલયે કહ્યું કે હોમ આઈસોલેશનના દર્દીઓ ટ્રિપલ લેયર માસ્ક પહેરે અને તેને એક પેપર બેગમાં 72 કલાક બાદ કાપીને ફેંકી દો. મંત્રાલયની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે હાથ સતત ધોવા જોઈએ અને શરીરમાં પાણીની ઉણપ ન થવા દો.
જીલ્લા વહીવટીતંત્ર કંટ્રોલ રૂમને એક્ટિવ કરે
મંત્રાલયે માર્ગદર્શિકામાં કહ્યું છે કે દર્દીને મેડિકલ ઓફિસરના સંપર્કમાં રહેવું પડશે. ઉપરાંત, પેનિક પેદા કરતી ફેક માહિતીથી સાવચેત રહો. જિલ્લા અને ઉપ-જિલ્લા કંટ્રોલ રૂમ શરૂ કરો અને તેમના ટેલિફોન નંબરો જાહેરમાં ઉપલબ્ધ કરો જેથી હોમ-આઈસોલેશન હેઠળના લોકો કોઈપણ સંજોગોમાં દર્દીને ઘરેથી હોસ્પિટલ સુધી સરળતાથી લઈ જઈ શકે. કંટ્રોલ રૂમ હોમ આઇસોલેશન હેઠળ દર્દીઓની હાલતની દેખરેખ માટે તેમને ફોન પણ કરશે.
આ પણ વાંચો: દેશમાં Coronaની ત્રીજી લહેરની શરૂઆત, પરંતુ બીજી લહેર કરતાં ઓછી ઘાતક, જાણો નિષ્ણાતોનો મત
મંત્રાલયે કહ્યું છે કે, હોમ આઇસોલેશનમાં દર્દીની દેખરેખ માટે રાજ્ય આરોગ્ય પ્રાધિકરણના સુપરવિઝનમાં સંબંધિત જિલ્લા વહીવટીતંત્ર જવાબદાર રહેશે. મંત્રાલયના અનુસાર, જો નીચેનામાંથી કોઈ પણ લક્ષણો જોવા મળે, તો દર્દી અથવા તેની સંભાળ લેનાર વ્યક્તિએ તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવાનો રહેશે.
1. તાવ (3 દિવસથી વધુ સમય 100 ડિગ્રી ફેરનહીટથી વધુ)
2. શ્વાસ લેવામાં તકલીફ
3. ઓક્સિજન સેચ્યુરેશનમાં ઘટાડો (SpO2 93% રૂમની હવા પર 1 કલાકની અંદર ઓછામાં ઓછા 3 રીડિંગ) અથવા રેસપાઇરેટરી પ્રતિ મિનિટ 24થી ઓછું હોય.
4. છાતીમાં સતત દુખાવો/દબાણ
5. ભારે થાક અને હાડકામાં દુખાવો (myalgia)ના કિસ્સામાં ડૉક્ટરનો સંપર્ક કરો અથવા હોસ્પિટલ જાઓ.
6. માનસિક ભ્રમ કે બેચેની થવી.
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 58,097 નવા કેસ
ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 24 કલાકમાં covid-19ના 58,097 નવા કેસ નોંધાયા. આ દરમ્યાન 15,389 લોકો સાજા થયા અને 534 લોકોનું મૃત્યુ થયું. હાલમાં દેશભરમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18% છે. નવા દર્દીઓની સંખ્યા ઉમેરતા કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં હાલ 2 લાખ 14 હજાર 4 એક્ટિવ કેસ છે. તો અત્યારસુધીમાં 3 કરોડ 43 લાખ 21 હજાર 803 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ સાથે કોવિડથી મૃત્યુ પામનારાની સંખ્યા 4 લાખ 82 હજાર 551 થઈ ચૂકી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Coronavirus, COVID-19, Home Isolation, Isolation, ઓમિક્રોન, ભારત