Tuesday, May 24, 2022

Wintersમાં પોતાને Energyથી ભરપૂર રાખવા મહિલાઓ અપનાવી શકે છે આ આદતો


Tips For Ladies to Be Fit In Winters: આપણને દરેક કામ કરવા માટે ઊર્જા (Energy)ની જરૂર છે અને આજકાલના આર્થિક યુગમાં આપણે ઘણા બધા કામ એક સાથે પણ કરી શકીએ છીએ. ખાસ કરીને મહિલા (women)ઓ સાથે આ સમસ્યા (problems) વારંવાર થતી હોય છે.જ્યારે તેમના ઉપર ઘરની સાથે બહારના કામ કરવાની પણ જવાબદારીઓ હોય. શિયાળમાં આ સમસ્યા વિશેષ રીતે આગળ વધે છે. કારણ કે શિયાળામાં દિવસ નાના હોય છે.

જો કે, શિયાળામાં મહિલાઓ સ્વાસ્થ્ય અને રોગ-પ્રતિરોધક ક્ષમતા અથવા ઇમ્યુન-સિસ્ટમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકે છે. બસ તેના માટે તેમને કેટલાક આદતો અપનાવવાની જરૂર છે. આવો જાણીયે તેના વિશે (Winter Tips For Ladies)..

આ પણ વાંચો: ગુજરાત નજીક આવેલું છે ‘Mini Jammu Kashmir’, વીડિયોમાં જુઓ મનમોહક નજારો

તમારી બૉડીક્લોકનું ધ્યાન રાખો

દરેકના શરીરનો સક્રિય થવાનો સમય અલગ-અલગ હોય છે. કોઈ સવાર-સવારમાં શરીરની અંદર વધુ ઊર્જા અનુભવે છે તો કોઈ સાંજે અથવા રાતના સમયે. આ આપણી બાયોકલોક અથવા બૉડીક્લૉક કે શરીરની જૈવિક-ઘડીયાળ પર આધાર રાખે છે કે આપણે ક્યાં સમયે સુસ્ત રહીએ છીએ અને ક્યારે સક્રિય. આપણે તે જાણીને જ દરરોજના કામો તે જ સમયે સેટ કરવા જોઈએ.

તેનાથી આપણે તે કાર્ય એક સારી ઊર્જા-સ્તર સાથે કરી શકીએ છીએ. જો તમે સવારના સમયે તમારી ઊર્જા-સ્તર વધુ સારી રીતે અનુભવો છો. તો તમારા કામ માટે યોગ્ય સમયે 9થી 5 વાગ્યા વચ્ચે હોય શકે છે. જો તમે સાંજના સમયે તમારી ઊર્જા-સ્તર વધુ સારી રીતે અનુભવો છો. તો તમારા માટે બપોરના ત્રણ વાગ્યા પછી રાત્રે 11-12ની વચ્ચે હોય શકે છે.

આ પણ વાંચો: વધતા કોરોના વચ્ચે ગુજરાતમાં બદલાયો ટ્રેન્ડ, હોસ્પિટલ જવાને બદલે ડોક્ટરને ઘરે બોલાવી લોકો કરાવી રહ્યા છે સારવાર

પોતાની ડાયટ પર ધ્યાન આપો

કહેવાની જરૂર નથી કે આપણા શરીરનું ઊર્જા-સ્તર ઘણું બધું આપણી ખાણી-પીણી અને ગુણવત્તા પર આધારિત છે. વિટામિન્સ અને ખનિજ-તત્વો એટલે કે મિનરલ્સથી ભરપૂર ફળ અને શાકભાજી ઊર્જા-સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે અને જલ્દી થાકતા નથી. એવી રીતે જ ઘણા અનાદ , દૂઘ અને અન્ય ખોરાક પણ છે. તેથી તેના વિષે જાણીને તેનું સેવન કરવું જોઈએ.

આ પણ વાંચો: Parenting Tips: એકથી ત્રણ વર્ષના બાળકો માટે વરદાન છે ચોખાનું ઓસામણ, ફેંકો નહીં આ રીતે પીવડાવો

સવારનો નાસ્તો ન ભૂલીએ

ડૉક્ટર કહે છે કે સવારનું ભોજન આપણા શરીર અને મગજ બંનેની સલામતી માટે ખૂબ જ જરૂરી છે. અને તે હળવો નહિ સારી માત્રામાં હોવો જોઈએ. કારણ કે રાત્રે સૂઈને ઉઠ્યા બાદ આપણને બાકીના દિવસની અપેક્ષા માટે વધુ ઊર્જાની ઇચ્છા હોય છે. એટલે જ આ સમયે નાસ્તામાં રાત્રે પલાડીને મૂકવામાં આવેલા મગફળી, ચણા અથવા સોયાબીન કે પૌષ્ટિક પદ્ધતિ દ્વારા બનાવાયેલા પોહા વગેરે એક સારો વિકલ્પો હોઈ શકે છે.

(Disclaimer: આ લેખમાં જાણકારો અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. news18 તેની પુષ્ટી કરતું નથી. આના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

Published by:Riya Upadhay

First published:

Tags: Health News, Lifestyle, Winter tips, Women HealthSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,325FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles