Thursday, May 26, 2022

યૂકેમાં હવે જલ્દી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે કોરોના દર્દીઓ, શું કોરોનાના અંતની શરૂઆત છે ઓમિક્રોન?


લંડન : શું આપણે ઓમિક્રોન (Omicron) ને કોરોના (Covid-19) ના અંતની શરૂઆત કહી શકીએ? આ કહેવું થોડું વહેલું હશે, પરંતુ ઓમિક્રોન (Omicron) ના પ્રસાર સાથે કેટલાક સારા સમાચાર પણ સામે આવી રહ્યા છે. યુકે (UK) માં 80 વર્ષથી વધુ ઉંમરના લોકો હોસ્પિટલમાંથી જલ્દી ડિસ્ચાર્જ થવાથી નેશનલ હેલ્થ સર્વિસ (National Health Service) ને મોટી રાહત મળી છે. આંકડા દર્શાવે છે કે, ત્રીજી લહેર દરમિયાન ગત વર્ષે 1 મેથી 80 વર્ષથી વધુ લોકોના હોસ્પિટલમાં એડમિટ થવાનો સમય સરેરાશ 11 દિવસનો હતો. ત્યારે હાલમાં 1 ડિસેમ્બરથી જ્યારે ઓમિક્રોને દસ્તક આપી છે, ત્યારે હોસ્પિટલમાં રોકાવાનો સમય ઘટીને અડધો થઈ ગયો છે.

આ ફક્ત 80 વર્ષની વયના લોકો સાથે જ નથી, આવું 50 થી 69 વર્ષની વય જૂથમાં અને 70 થી 79 વર્ષની વય જૂથમાં પણ છે. સારી વાત એ છે કે 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો હોસ્પિટલમાં 3 થી 4 દિવસમાં સાજા થઈ જાય છે. ડિસેમ્બરમાં ઝડપી રિકવરી પાછળ રસી (Vaccine) અને દવાની અસર અને ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું માનવામાં આવે છે. મેઈલ (Mail Online) ઓનલાઈનના મૂલ્યાંકન મુજબ, કોવિડ-19થી મૃત્યુદરમાં 24 ગણો ઘટાડો થયો છે. આ દરઘટીને 0.15% પર આવી ગયો છે. આ સંબંધમાં, દક્ષિણ આફ્રિકાના આરોગ્ય નિષ્ણાતો પણ માને છે કે દર્દીઓની હોસ્પિટલમાં રહેવાના સમયગાળામાં ઘટાડો થયો છે. ત્યાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, આ ઓમિક્રોન વેરિઅન્ટ અગાઉના અન્ય વેરિઅન્ટ્સ કરતાં 10 ગણું ઓછું ઘાતક છે. યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એન્જેલાના મેડિસિન પ્રોફેસર પોલ હન્ટર કહે છે કે, યુકેમાં વેરિઅન્ટ બરાબર એ જ રીતે વર્તે છે જે રીતે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતું હતું.

આ પણ વાંચો – સ્પા સેન્ટરમાં ચાલી રહ્યું હતું સેક્સ રેકેટ, આવી હતી વિદેશથી યુવતીઓ

યૂકેમાં દરરોજ આવતા કેસમાં પ્રથમ વખત 5%નો ઘટાડો

આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે, છેલ્લા 24 કલાકમાં યુકેમાં લગભગ 179,756 પોઝિટિવ ટેસ્ટ નોંધાયા હતા, જે પાછલા અઠવાડિયા કરતા 5% ઓછા હતા. આ દર્શાવે છે કે ઓમિક્રોન હવે સર્પાકાર નથી. એ જ રીતે, તાજેતરમાં મળી આવેલા હોસ્પિટલના આંકડા દર્શાવે છે કે યુકેમાં 2 જાન્યુઆરીએ લગભગ 2078 દર્દીઓ હતા, જે એક સપ્તાહ અગાઉની સરખામણીમાં 3% ઓછા છે, તે જ રીતે 231 મૃત્યુ નોંધાયા હતા, જે તેના પહેલાના અઠવાડિયા કરતા 30% ઓછા હતા. લંડન કે જ્યાં ઓમિક્રોને સૌથી વધુ કહેર મચાવ્યો હતો, ત્યાં પણ એક અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યામાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દિવસેને દિવસે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પીક દરમિયાન જ્યાં દરરોજ 900 થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા હતા, આ વર્ષે જાન્યુઆરીમાં તે જ આંકડો 400 ની નજીક છે.

60 વર્ષથી વધુ ઉંમરના અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો વિશે હજુ પણ ચિંતા છે. એ જ રીતે વધુ એક આશાની કિરણ ZOE કોવિડ લક્ષણોના અભ્યાસમાં જોવા મળે છે, જે દર્શાવે છે કે 3 જાન્યુઆરી સુધીમાં, દરરોજ 20,8471 લોકો કોવિડની ચપેટમાં આવતા હતા જેમાં હવે ઘટાડો થઈ રહ્યો છે અને આ ઘટાડો 18 થી 35 વર્ષની વયજૂથમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે લંડનમાં આંકડો ઝડપથી નીચે આવી રહ્યો છે.

હવે જ્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે ત્યારે યુકે આઈસોલેશનનો સમયગાળો ઘટાડવા અંગે વિચારી રહ્યું છે, કારણ કે ઓમિક્રોનના કેસમાં લોકો 7 દિવસમાં સાજા થઈ જાય છે. પરંતુ સાથે જ એ વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે વધુને વધુ લોકોએ રસી લેવી જોઈએ અને સુરક્ષાના ધોરણો પર ધ્યાન આપવું જોઈએ.

આ પણ વાંચો – PM Convoy Security: PM મોદીના પ્રવાસ દરમિયાન કેવી હોય છે તેમની સુરક્ષા? કેવી રીતે ચાલે છે કાફલો

સરકારી આંકડા અને અન્ય આંકડા

યુકે સરકારના આંકડા દર્શાવે છે કે 4 જાન્યુઆરી સુધીમાં 17,988 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ આંકડો ગયા વર્ષના ફેબ્રુઆરી કરતાં વધુ છે, પરંતુ જાન્યુઆરી 2021માં ટોચના સમયગાળા દરમિયાન 40,000 લોકો કરતાં ઘણો ઓછો છે. કિંગ્સ કૉલેજ, લંડન (Kings College, London)ના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 3 જાન્યુઆરી સુધીમાં 33,013 લોકો સંક્રમિત થયા હતા, જે ગત સપ્તાહે 49,331 હતા. જો કે ડેટા સાયન્સ કંપની ZOE માટે કામ કરતા ડૉ. ક્લેર સ્ટીવ્સ કહે છે કે, કેસોમાં ઘટાડો થયો છે, પરંતુ તેને પીક કહેવું હજુ પણ વહેલું છે. તેમનું કહેવું છે કે હવે શાળા ખોલવાના નિર્ણયથી રોગચાળો ફરીથી ફાટી નીકળવાનું જોખમ છે.

લંડનમાં ઓમિક્રોનનો પીક આવી ગયો છે- રિસર્ચ

યુકેની સૌથી મોટી સિમ્પટમ ટ્રેકિંક એપ અનુસાર લંડનમાં એક મહિના બાદ ઓમિક્રોન સંબંધિત કેસોમાં ઘટાડો થયો છે. સતત ચોથા દિવસે હોસ્પિટલોમાં એડમિશનમાં ઘટાડો જોવા મળ્યો છે. લક્ષણોનો અભ્યાસ કરનારા કિંગ્સ કોલેજના વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે 3 જાન્યુઆરી સુધી રાજધાનીમાં દરરોજ 33,000 લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા, જે આ અઠવાડિયા પહેલા કરતા ઓછા છે. સરકારી ડેશબોર્ડ જણાવે છે કે લંડનમાં કેસોની સંખ્યા સ્થિર થઈ રહી છે અને હવે દૈનિક કેસની સંખ્યા ઘટીને 21,854 થઈ ગઈ છે, જે અઠવાડિયામાં 11% નો ઘટાડો દર્શાવે છે. UKHSA ના સાપ્તાહિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો આપણે 2 જાન્યુઆરી સુધી દર અઠવાડિયે આવતા કેસોને જોઈએ તો પ્રતિ લાખ કેસ 1833.9 થી ઘટીને 1723.8 પર આવી ગયા છે. આંકડા દર્શાવે છે કે એક સમયે કેસ દરરોજ 15% ના દરે વધી રહ્યા હતા, જેમાં હવે દરરોજ 1 થી 2% નો ઘટાડો થયો છે. આ એક આશાનું કિરણ છે પરંતુ સાથો સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આશા આપણને ફરીથી બેદરકાર ન બનાવે નહીં તો પરિસ્થિતિ બગડતાં વાર નહીં લાગે.

First published:

Tags: COVID-19, Omicron variantSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,331FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles