આ પણ વાંચો: વધેલા વજનથી છો પરેશાન? પેટની ચરબીને ચપટીઓમાં ઓગાળી દેશે આ ઉપાય
જણાવી દઈએ કે સોયા આપણા હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અસલમાં સોયા ચંક્સમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ રહેલા હોય છે અને તે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. જાપાનના ઓસાકા સિટી યુનિવર્સિટી (Osaka City University) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેડિસિનના ડિપાર્ટમેન્ટ ઑફ રેસ્પિરેટરી મેડિસિન (Department of Respiratory Medicine) ના સંશોધકોએ અસ્થમાગ્રસ્ત ઉંદરો (asthmatic rats) ના સમૂહની ઇમ્યૂબેલેન્સ સારવાર દરમિયાન શોધી કાઢ્યું કે બ્રોન્કોઆલ્વિઓલર લેવેજ ફ્લુઇડ (bronchoalveolar lavage fluid) ઇઓસિનોફિલ્સ (eosinophils) માં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આ પણ વાંચો: અમેરિકા સિવાય આ 10 દેશો જ્યાં રહે છે સૌથી વધુ ભારતીયો
અસ્થમા સાથે સંકળાયેલ શ્વેત રક્તકણો (white blood cells) ને ઇઓસિનોફિલ્સ (eosinophils) કહેવામાં આવે છે. આ ઉપરાંત સારવાર દરમ્યાન વાયુનળીઓ (air tubes) ની આસપાસ સોજો અને કફમાં ઘટાડો થયો હતો અને પ્રોટીન જે ઇઓસિનોફિલ્સ સાથે સંકળાયેલ સોજાને ઘટાડવામાં મદદ કરે છે તે પણ મળી આવ્યા છે. આ અભ્યાસના તારણો ‘ન્યુટ્રિએન્ટ’ (Nutrient) જર્નલમાં પ્રકાશિત થયા છે.
આ પણ વાંચો: Corona symptoms: હોઠ, ત્વચા અને નખનો રંગ બદલવો પણ કોરોનાના સંકેત, નવા રિસર્ચમાં દાવો
શું કહે છે એક્સપર્ટ્સ
આ અભ્યાસના ચીફ રાઈટર હિદેકી કદોતાની (Hideaki Kadotani) ના જણાવ્યા અનુસાર, ‘સોયાના સેવન અને એલર્જીક રોગો વચ્ચેના સંબંધને ભૂતકાળમાં મહામારી વિજ્ઞાન (epidemiology) તરીકે બતાવવામાં આવ્યું છે. એવું સૂચવવામાં આવ્યું છે કે સોયાના કેટલાક ઘટકો એન્ટિ-એલર્જિક તરીકે કાર્ય કરે છે
અભ્યાસના આસિસ્ટન્ટ રાઈટર કાઝુહિસા અસાઈ (Kazuhisa Asai) જણાવે છે કે, અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આંતરડાના માઇક્રોબાયોટામાં અસંતુલન રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂન સિસ્ટમ અને એલર્જીક રોગો (allergic diseases) સાથે સંબંધિત છે. સોયામાં જોવા મળતો આથા યુક્ત ફાઈબર (fermented fiber) એલર્જીક અસ્થમા મોડલમાં અસરકારક સાબિત થઈ શકે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Health Tips, Lifestyle