સાંજના સમયે કસરત કરવાના ફાયદા
વોર્મઅપ કરવાની જરૂર રહેતી નથી
સવારે કસરત કરવાથી સૌથી પહેલા વોર્મઅપ કરવું પડે છે. સવારે વોર્મઅપ કર્યા વગર વ્યાયામ અને જોગિંગ કરવાથી સાંધા અને સ્નાયુઓમાં ખેંચાણ વર્તાય છે. સાંજના સમયે કસરત કરવાથી શરીર પહેલેથી જ વોર્મઅપ હોય છે જેના કારણે, ઈજા થવાની સંભાવના ઓછી રહે છે.
આ પણ વાંચો: અમેરિકા સિવાય આ 10 દેશો જ્યાં રહે છે સૌથી વધુ ભારતીયો
તણાવ દૂર થાય છે
તમે આખા દિવસનો તણાવ દૂર કરવા ઈચ્છો છો તો તમારે સાંજના સમયે વર્કઆઉટ કરવું જોઈએ. સાંજના સમયે વર્કઆઉટ કરવાથી તણાવ દૂર થાય છે અને માનસિક સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહે છે. આ કારણોસર સાંજે કસરત કરવાથી મન શાંત રહે છે.
ખૂબ જ સારી ઊંઘ આવે છે- સાંજના સમયે કસરત કરવાથી સારી ઊંઘ આવે છે. હાલના સમયમાં અનેક લોકો અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નિયમિતરૂપે સાંજે કસરત કરવાથી અનિંદ્રાની સમસ્યાથી રાહત મળે છે અને બીજા દિવસે સવારે ખૂબ જ સ્ફૂર્તિલું મહેસૂસ થાય છે.
આ પણ વાંચો: વધેલા વજનથી છો પરેશાન? પેટની ચરબીને ચપટીઓમાં ઓગાળી દેશે આ ઉપાય
માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે છે- જો કોઈ વ્યક્તિ તણાવ અને ચિંતાની સમસ્યાનો સામનો કરે છે, તે વ્યક્તિએ સાંજના સમયે કસરત કરવી જોઈએ. સાંજના સમયે કસરત કરવાથી લોહીના પરિભ્રમણમાં અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
ભરપૂર સમય મળે છે- સવારના સમયે કોલેજ અથવા ઓફિસ જવાનું હોવાથી કસરત કરવામાં ખૂબ જ ઉતાવળ કરવી પડે છે. સાંજના સમયે તમામ કામ પૂર્ણ થઈ ગયા હોવાથી કસરત કરવા માટે ભરપૂર સમય હોય છે. આ પરિસ્થિતિમાં શાંતિથી અને ધ્યાન દઈને કસરત કરી શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Fitness Tips, Health Tips, આરોગ્ય