Sunday, July 3, 2022

તમારા Mental Healthની કેવી રીતે રાખશો કાળજી, યાદ રાખો નિષ્ણાતોની આ 6 ટિપ્સ


છેલ્લા બે વર્ષથી કોરોના (corona) મહામારી સામે ઝઝૂમી રહેલી દુનિયાને વર્ષ 2021માં પણ ભાવનાત્મક રીતે ઘણું સહન કરવું પડ્યું હતું. પરિણામે, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય (Mental Health) પ્રત્યે સજાગ બન્યું છે. કારણ કે આ સમગ્ર સમયગાળામાં લોકોને સૌથી મોટી સમસ્યા (problems) તેમના કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન બનાવવાની હતી. લોકોએ ઘરેથી કામ કરવું પડ્યું અને આ દરમિયાન ઘરનું પણ જોવું પડ્યું.

અને તેના કારણે લોકોને અનેક પ્રકારના તણાવનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, તે એક મોટા પડકાર સમાન બની ગયું છે, આ માટે નિષ્ણાતોએ કામ અને જીવનને કેવી રીતે સંતુલિત કરવું તે માટે સાચી સ્ટોરીઓમાંથી કેટલીક શ્રેષ્ઠ સલાહ પસંદ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ (New York Times)માં પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને દૈનિક ભાસ્કર અખબારે આ માહિતી પ્રકાશિત કરી છે. નવા વર્ષમાં ખુશ રહેવા માટે નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી આ સલાહ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

વર્ષ 2021માં લોકોને ખબર પડી કે તેઓની તબિયત સારી નથી. તે થાક, હતાશા કે કંટાળો (fatigue, depression, or boredom) નહોતો. પરંતુ શું તમે જાણો છો કે માનસિક સ્વાસ્થ્ય બગાડવામાં આળસનો મોટો હાથ છે, જેને આપણે ઘણીવાર અવગણીએ છીએ. તે હતાશા અને ખુશી વચ્ચેનો ખાલીપો છે, જેની અસર સ્વાસ્થ્ય પર પડે છે.

આ પણ વાંચો: Covaxin રસી લગાવ્યા બાદ બાળકોને પેરાસિટામોલ કે પેઇન કિલર ન આપો, Bharat Biotechનું નિવેદન

તમારી લાગણીઓને એક નામ આપો

યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના સાયકોલોજીના પ્રોફેસર ડો. એડમ ગ્રાન્ટે (Adam Grant) જણાવ્યું કે સુસ્તીને દૂર કરવાની સૌથી શક્તિશાળી રીત છે તમારી લાગણીઓને નામ આપવું. આ રીતે તમે તે લાગણીને વધુ સારી રીતે સમજી શકશો.

ટાર્ગેટ બનાવીને રોજિંદા રૂટિન કામ કરો

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે ખુશ અને સંતુષ્ટ રહેવા માટે કેટલીક સરળ રીતો અપનાવવાથી તમારી ઈમોશનલ બેટરીને વારંવાર રિચાર્જ કરી શકાય છે. આ શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમન્વયને મનોવૈજ્ઞાનિકો ‘ફલોરિશિંગ’ (Flourishing) કહે છે. તમારું રોજિંદું કામ ઉદ્દેશ્ય સાથે કરો. રસોડાની સફાઈ અથવા લોન્ડ્રી કરવાથી પણ સિદ્ધિની ભાવના હોઈ શકે છે. તમે દસ મિનિટનું ટાઈમર સેટ કરીને જોગિંગ કે મેડિટેશન કરી શકો છો. નાની સિદ્ધિઓની પણ ઉજવણી કરો. આ રીતે તમે ખુશીની નાની તકોને ઝડપી કરી શકશો. જે તમને ભાવનાત્મક શક્તિ આપશે.

આ પણ વાંચો: Covid-19 Vaccine: કોરોનાની વેક્સિન લગાવ્યા બાદ બાળકોને થઇ શકે છે આવા સાઇડ ઈફેક્ટ્સ

વર્તમાનમાં જીવવાનું શરૂ કરો

બ્રાઉન યુનિવર્સિટી માઇન્ડફુલનેસ સેન્ટર (Brown University Mindfulness Center)ના ડૉ. જડસન બ્રેવર (Judson Brewer) સમજાવે છે કે મગજ કમ્પ્યુટર જેવું છે. તેની યાદશક્તિ મર્યાદિત છે, તેથી ચિંતા અને તાણને લીધે, તેના માટે વિચારવું અને સમસ્યાઓ હલ કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. આપણે પ્રથમ વસ્તુ વર્તમાનમાં જીવવાનું શરૂ કરવું જોઈએ. આ માટે તમે જ્યાં પણ હોવ ત્યાં ધ્યાન કરી શકો છો. આ રીતે તમે હંમેશા શાંત રહેશો.

નુકસાન સ્વીકારવું જોઈએ

ઘણી વખત એવું બને છે કે હજારો મુસીબતો, દુ:ખ વચ્ચે ક્યાંક ફરવા જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ જાય કે આપણે પરિવાર સાથે સમય વિતાવી ન શકીએ તો ખરાબ લાગે છે, પણ આપણે આગળ વધીએ છીએ. મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે દરેક નુકસાનને સ્વીકારીને તેની ઉજવણી કરવી જરૂરી છે. આપણે આપણી જાતને રડવાની છૂટ આપવી જોઈએ. એકવાર તમે જાણી લો કે તમારી ઉદાસી વાસ્તવિક છે, તેને દૂર કરવાના માર્ગો શોધો. વૃક્ષ વાવીને પણ વ્યક્તિ દુઃખ વ્યક્ત કરી શકે છે.

આ પણ વાંચો:Tonsil થયા છે? ચિંતા ના કરશો, તરત જ કરો ઘરેલું ઉપચાર

તમારી જાતને રિચાર્જ કરો

ક્યારેક એવું બને છે કે તમારું શરીર અને મન બ્રેક ઇચ્છે છે, પરંતુ તમે તેને લઈ શકતા નથી, તો પછી તમે માનસિક સ્વાસ્થ્ય દિવસની રજા લઈને તમારી જાતને રિચાર્જ કરી શકો છો. એક ક્લિનિકલ સાયકોલોજિસ્ટે કહ્યું કે જો તમે બીમાર હોવ તો તમને રજા લેવામાં કોઈ વાંધો નથી. રજા કેમ લીધી તે કોઈને કહેવાની જરૂર નથી. ફક્ત જણાવો કે તમને સિક ડેની રજાની જરૂર છે. તમારા મનમાં કોઈ પણ પ્રકારનો ગિલ્ટ આવવા ન દો, ન તો દિવસભર મેસેજ ચેક કરો. તે કરો જેનાથી તમને આનંદ થાય અથવા તે તમને રિચાર્જ કરવામાં મદદ કરે.

સ્વ દયા લાવો

જ્યારે કોરોના દરમિયાન ઘરમાં રહેવાને કારણે લોકોનું વજન વધવા લાગ્યું કે કસરત ઓછી થવા લાગી, ત્યારે તેઓ પોતાની જાતને હલકી ગુણવત્તાવાળા માનવા લાગ્યા અને પોતાની જાતને દોષિત માનવા લાગ્યા. માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે શેમિંગ ઉત્પાદકતા ઘટાડે છે. જો તમે સ્વ-સંકોચનની ભાવના લાવશો તો તે વધુ સારું છે, એટલે કે સ્વ-દયા. આ કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે તમારી જાતને પૂછો, ‘મારે અત્યારે શું જોઈએ છે?’

Published by:Riya Upadhay

First published:

Tags: Coronavirus, Health News, Lifestyle, Mental healthSource link

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,377FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles